ETV Bharat / bharat

આજે National Doctors Day નિમિત્તે વડાપ્રધાન બપોરે 3 વાગ્યે ડોક્ટર્સને સંબોધિત કરશે

આજે નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day) છે. આ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દેશના મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પોતાના સંબોધનમાં કોરોના સામેની લડાઈમાં ડોક્ટર્સના યોગદાન પર પ્રકાશ પાડી શકે છે.

author img

By

Published : Jul 1, 2021, 11:29 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે બપોરે 3 વાગ્યે ડોક્ટર્સને કરશે સંબોધિત
  • આજે નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day) હોવાથી વડાપ્રધાન ડોક્ટર્સને કરશે સંબોધિત
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ટ્વિટ કરીને આપી હતી માહિતી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day) નિમિત્તે બપોરે ત્રણ વાગ્યે દેશના મેડિકલ જગત સાથે જોડાયેલા લોકોને સંબોધન કરશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાને બુધવારે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં ભારતને પોતાની તમામ મેડિકલ પ્રયાસો પર ગર્વ છે. 1 જુલાઈએ નેશનલ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવશે. એટલે તે દિવસે બપોરે 3 વાગ્યે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં હું ડોક્ટર્સને સંબોધિત કરીશ.

આ પણ વાંચો- National Doctors' Day : મળો 6900થી વધુ પોસ્ટમોર્ટમ કરનારા સુરતના મહિલા ડૉક્ટરને

પશ્ચિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન અને ડોક્ટરની યાદમાં ઉજવાય છે નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day)

દર વર્ષે 1 જુલાઈએ દેશભરમાં નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day) ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના મહાન ડોક્ટર અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન ડોક્ટર બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ હોય છે. તેમની જ યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. મેડિકલ સમુદાયે કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને આ સમયે પણ ડોક્ટર પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશ સેવામાં લાગ્યા છે. વડાપ્રધાન અવારનવાર પોતાના સંબોધનોમાં આ માટે ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન મોરચા (Doctors and the Frontline Workers) પર કામ કરનારા લોકોના વખાણ કરતા રહે છે.

આ પણ વાંચો- CA Day 2021 : મળો સુરતના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને, જેમણે 31 હજારથી વધુ લોકોને વેક્સિનેટ કર્યા

વર્ષ 1991થી શરૂ થઈ હતી નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day)ની ઉજવણી

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા યોજાયેલો નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day) તે તમામ ડોક્ટર્સ અને આરોગ્યકર્મીઓના પ્રયાસો માટે સમર્પિત છે, જે પોતાના દરેક દિવસથી પહેલા બીજાના જીવનને રાખે છે. IMAએ પહેલી વખત વર્ષ 1991માં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યપ્રધાન ડો. બિધાનચંદ્ર રોયના સન્માનમાં માનવતાની સેવામાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે નેશનલ ડોક્ટર્સ ડે ઉજવ્યો હતો.

નેશનલ ડોક્ટર્સ ડેનું મહત્ત્વ

નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day) નિમિત્તે ડોક્ટર્સના મહત્વ અંગે જાગૃત કરવામાં આવે છે. આ સાથે જ આપણા જીવનમાં ડોક્ટર્સનું શું યોગદાન છે તેના વખાણ કરવામાં આવે છે. આ વિશેષ દિવસ પર તમામ ડોક્ટર્સ અને આરોગ્યકર્મીઓને સમર્પિત છે, જે પોતાના જીવના જોખમે લોકોની સેવા કરે છે. આ વર્ષે નેશનલ ડોક્ટર્સ ડેની થીમ કોરોના વાઈરસ સાથે જોડાયેલી રાખવામાં આવી છે. પરિવારના ડોક્ટર્સ સાથે ભવિષ્યનું નિર્માણ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.