ETV Bharat / bharat

આજે Engineers day નિમિત્તે PM Modiએ તમામ એન્જિનિયર્સને પાઠવી શુભેચ્છા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આજે 15 સપ્ટેમ્બર એટલે એન્જિનિયર્સ દિવસ (Engineers day) છે. આ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ તમામ એન્જિનિયર્સને શુભેચ્છા આપી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ધરતીને વધુ સારી બનાવવા અને ટેક્નોલોજી મામલામાં દેશને આધુનિક બનાવવામાં તેમનું યોગદાનનું ધન્યવાદ કરવા માટે શબ્દ નથી.

આજે Engineers day નિમિત્તે PM Modiએ તમામ એન્જિનિયર્સને પાઠવી શુભેચ્છા

author img

By

Published : Sep 15, 2021, 12:41 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે એન્જિનિયર્સ દિવસ નિમિત્તે એન્જિનિયર્સને આપી શુભેચ્છા
  • ધરતીને વધુ સારી બનાવવા અને ટેક્નોલોજી મામલામાં દેશને આધુનિક બનાવવામાં તેમનું યોગદાનનું ધન્યવાદ કરવા માટે શબ્દ નથીઃ PM
  • દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરય્યાના જન્મદિવસ પર દર વર્ષે એન્જિનિયર્સ દિવસ ઉજવવામાં આવે છે

આજે 15 સપ્ટેમ્બર એટલે એન્જિનિયર્સ દિવસ છે. આ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ એન્જિનિયર્સને શુભેચ્છા આપી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ધરતીને વધુ સારી બનાવવા અને ટેક્નોલોજી મામલામાં દેશને આધુનિક બનાવવામાં તેમનું યોગદાનું ધન્યવાદ કરવા માટે શબ્દ નથી. ભારતના મહાન એન્જિનિયર અને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરય્યાના જન્મદિવસ પર દર વર્ષે એન્જિનિયર્સ દિવસ ઉજવવામાં આવે છે. વડાપ્રધાને ટ્વિટમાં કહ્યું હતું કે, એન્જિનિયર્સ દિવસ પર તમામ પરિશ્રમી એન્જિનિયર્સને શુભેચ્છાઓ.

આ પણ વાંચો-

  • Greetings on #EngineersDay to all hardworking engineers. No words are enough to thank them for their pivotal role in making our planet better and technologically advanced. I pay homage to the remarkable Shri M. Visvesvaraya on his birth anniversary and recall his accomplishments.

    — Narendra Modi (@narendramodi) September 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એન્જિનિયર્સ માટે મારી પાસે કોઈ પર્યાપ્ત શબ્દ નથીઃ PM

વડાપ્રધાને એક ટ્વિટમાં કહ્યું હતું કે, એન્જિનિયર્સ દિવસ પર તમામ પરિશ્રમી એન્જિનિયર્સને શુભેચ્છા. અમારા ગ્રહને વધુ સારા અને ટેક્નિકલ રીતે ઉન્નત બનાવવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે તેમને ધન્યવાદ આપવા માટે કોઈ પર્યાપ્ત શબ્દ નથી. હું એમ. વિશ્વેશ્વરય્યાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની ઉપલબ્ધીઓને યાદ કરું છું.

આ પણ વાંચો-

વિશ્વેશ્વરૈયાએ બનાવેલા ડેમે મૈસુર અને મંડ્યા જિલ્લાઓની કાયાપલટ થઈ હતી

વર્ષ 1860માં જન્મેલા આ મહાન એન્જિનિયરે ખૂબ જ ઓછા સાધનો છતાં દક્ષિણ ભારતમાં ડેમ બાંધકામથી લઈને સિંચાઈ તથા પાણી પૂરવઠાના ક્ષેત્રમાં મોટા મોટા કામ કર્યા હતા. વિશ્વેશ્વરૈયાએ મૈસુરના કૃષ્ણ રાજસાગર ડેમનું પણ નિર્માણ કર્યું હતું, જેને મૈસુર અને મંડ્યા જિલ્લાઓની કાયાપલટ થઈ ગઈ હતી.

સિમેન્ટથી પણ મજબૂત મોર્ટારથી ડેમ બનાવ્યો હતો

વાડ્યાર વંશના શાસનકાળમાં કાવેરી નદી પર આ ડેમના નિર્માણ દરમિયાન દેશમાં સિમેન્ટ નહતું બનતું. આ માટે એન્જિનિયર્સે મોર્ટાર તૈયાર કરી, જે સિમેન્ટથી વધુ મજબૂત હતી. આ ડેમનું નિર્માણ સર. એમ.વી.ના નામથી પ્રસિદ્ધિ વિશ્વેશ્વરૈયાના જીવનની મોટી ઉપલબ્ધીઓમાંથી એક છે. વિશ્વૈશ્વરૈયાને વર્ષ 1912માં મૈસુરના મહારાજાએ પોતાના દિવાન એટલે કે મુખ્યપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું નિધન વર્ષ 1962માં થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.