આજે ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સુઓમોટો સુનાવણી થશે
ગુજરાતમાં વધતાં કોરોના વાઇરસના કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુઓમોટો કેસ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં કોરોના અને લોકડાઉન અંગે ચર્ચા કરવામાં આવશે.
આજે ભાવનાથ મહાદેવનો પ્રાગટ્ય મહોત્સવ છે
ભવનાથ મહાદેવના પ્રાગટ્ય મહોત્સવમાં વહેલી સવારે મંદિરના પૂજારીઓ દ્વારા મહાદેવની પૂજન વિધિ સાથે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 33 કોટી દેવતાઓનો જ્યાં વાસ હોવાનું કહેવાય છે તે ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવનો પ્રાગટ્ય મહોત્વસ છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે
આ કેબિનેટ બેઠક મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે. આ કેબિનેટ બેઠકમાં વાવાઝોડાથી થયેલા નુક્સાનીના સર્વેની સ્થિતી અંગે ચર્ચા કરાશે. આ બેઠકમાં વેક્સિનેશન મુદ્દે પણ ચર્ચા હાથ ધરાશે. મ્યુકોરમાયકોસીસ માટે આરોગ્ય વ્યવસ્થા વિષે ચર્ચા થશે. આ ઉપરાંત ધોરણ 12ની પરીક્ષા અને આગામી સમયમાં આવનારા ચોમાસા દરમિયાનની વ્યવસ્થા અંગે ચર્ચા થશે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં તૌકતે વાવાઝોડામાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે ચર્ચા બાદ વળતરની જાહેરાત થઈ શકે.
સંયુક્ત કિસાન મોરચા દ્વારા મોદી સરકારનો વિરોધ પ્રદર્શન થશે
મોદી સરકારના 7 વર્ષ પૂરા થવા પર અને ખેડૂત આંદોલનના 6 મહિના પૂરા થવા પર, સંયુક્ત કિસાન મોરચા દ્વારા મોદી સરકારનો વિરોધ પ્રદર્શન, બપોરે 12 વાગ્યે જયપુરના મઝદૂર ભવનમાં મોદીનો પુતળા દહન કરવામાં આવશે.
આજે વર્ષ 2021નું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે
આજે બુધવારે, 26મેના રોજ વર્ષ 2021નું પ્રથમ ચંદ્રગ્રહણ થશે. આ દિવસ વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા પણ છે. આ દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ નથી, પરંતુ ચંદ્રગ્રહણ થવાનું છે. આ અંગે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે માહિતી આપી હતી. ભારતીય સમય અનુસાર, 16.39 વાગ્યે આ ગ્રહણ શરૂ થશે. કેટલાક તબક્કા ભારતીય સમયાનુસાર, 16.58 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે આંશિક તબક્કો 18.23 વાગ્યે પૂર્ણ થશે. આંશિક ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના થશે, ગ્રહણ પૂર્ણ થતી સમયે દેશના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં થોડીવાર માટે જોવા મળી શકે છે.
આજે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કોરોના અંગે સમીક્ષા બેઠક કરશે
સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજે ભોપાલમાં સીએમ શિવરાજ સિંહ એક કોરોના સમીક્ષા બેઠક કરશે. કાળા અને સફેદ ફંગસના વધતા સંક્રમણ પર ચર્ચા કરશે. મધ્યપ્રદેશમાં લોકડાઉન કરવા અંગે પણ ચર્ચા કરશે.
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાશે
આજે બુધવારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાણાં પ્રધાનોની વર્ચ્યુઅલ બેઠક થશે. નાણામંત્રી કમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડો.રમેશ્વર ઓરાઓન ઝારખંડથી ભાગ લેશે. 28 મેના રોજ યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકને ધ્યાનમાં રાખીને, આ વર્ચુઅલ મીટિંગ રાજ્યો સાથે કેન્દ્રના ભેદભાવપૂર્ણ વલણ અંગે ચર્ચા કરશે.
આજે બુદ્ધ પૂર્ણિમા સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે
આજે 26મે બુધવારે બુદ્ધ પૂર્ણિમા સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે. પૂર્ણ ચંદ્રની તારીખ 25 મે, મંગળવારે રાત્રે 8:30 કલાકે શરૂ થઇ, જે 26મેના રોજ સાંજે 4:43 સુધી ચાલશે. ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ મહિનાની પૂર્ણિમાએ થયો હતો. તેથી જ વૈશાખ માસની આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. આજે બુદ્ધ જયંતી, ગૌતમ બુદ્ધે કહ્યું હતું દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય અથવા બિમારીનો લેખક છે.
આજથી 26 અને 27મેના રોજ માલદા-બાલુરઘાટ પેસેન્જર ટ્રેન રદ
કોરોનાની મહામારી વચ્ચે તૌકતે વાવાઝોડાના કારણે ઘણુ નુક્સાન થયું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર યાસ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારતમાં યાસ વાવાઝોડાના આગમનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. બચાવ અને રાહત ટીમને વાયુ માર્ગથી એક સ્થળથી બીજા સ્થળે મોકલવામાં આવી રહી છે. આ સાથે જ રક્ષાના વિમાનો અને સૈન્યના જવાનોને સતર્ક રહેવા જણાવાયું છે. ત્યારે યાસ ચક્રવાતના કારણે 26 અને 27મેના રોજ માલદા-બાલુરઘાટ પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે.
આજે 'યાસ'ઓડિશાના ધમરા બંદર પર ટકરાશે
યાસ ચક્રવાતના કારણે એક મિલિયનથી વધુ લોકોને સ્થળાંતર કરાયા છે. બંગાળની ખાડીમાંથી નીકળતો ચક્રવાત યાસ મંગળવારે ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે સવારે તે ઓડિશાના ભદ્રક જિલ્લાના ધમરા બંદર પર ત્રાટકશે. બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મંગળવારથી વરસાદ શરૂ થયો હતો અને જોરદાર પવન ફૂંકાયો હતો. એનડીઆરએફ અને સ્થાનિક એજન્સીઓએ નીચાણવાળા કાંઠા વિસ્તારના 11 લાખ લોકોને બન્ને રાજ્યોમાં સલામત સ્થળોએ પરિવહન કર્યું છે.