- રાજકોટમાં આજથી ત્રણ દિવસ સુધી મોટાભાગની બજારો સ્વૈચ્છિક બંધ પાડશે
કોરોનાના વધતા જતાં કેસોને ધ્યાને રાખીને આજથી ત્રણ દિવસ રાજકોટની મોટાભાગની બજારો સ્વૈચ્છિક બંધ પાડશે. સોની બજાર, ટ્રાન્સપોર્ટ, દાણાપીઠ સહિતની બજારો બંધ રહેશે
- જામનગરમાં આજથી ત્રણ દિવસનું સ્વૈચ્છિક બંધ
કોરોનાના વધતા જતાં સંક્રમણને લઈ જામનગરમાં આજથી ત્રણ દિવસનું સ્વૈચ્છિક બંધ. ઉદ્યોગ,કારખાના અને દુકાનો બંધ રહશે.
- પશ્ચિમ બંગાળની ચૂંટણીઓને લઈ આયોગની આજે સર્વપક્ષીય બેઠક, રેલીઓ પર લાગી શકે છે પ્રતિબંધ
ચૂંટણી પંચે આજે એટલે કે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આયોગ બેઠકમાં રેલીઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ આપી શકે છે. તેઓને બંધારણની કલમ -324 અંતર્ગત શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવાનો આ અધિકાર છે.
- રાજસ્થાનમાં આજે સાંજે છ વાગ્યાથી સોમવાર સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કરફ્યુ
રાજસ્થાન સરકારે કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને શુક્રવારે સાંજે છ વાગ્યાથી સોમવારે સવારે પાંચ વાગ્યાથી રાજ્યમાં કરફ્યુની જાહેરાત કરી છે.
- હવામાન વિભાગે કહ્યું કે, 15 એપ્રિલના રોજ દેશમાં કોઈ ગરમીની સ્થિતિ નથી
ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે, દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયા પછી ગુરુવારે કોઈ હીટવેવ નહીં હોય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 એપ્રિલે ગુજરાત અને હરિયાણાના એકલા ભાગોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી હતી.
- ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને PGIમાં દાખલ કરવામાં આવશે
યોગી આદિત્યનાથને PGIમાં દાખલ કરવામાં આવશે. નોંધણી માટેની પ્રક્રિયા પર હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ યોગી આદિત્યનાથ કોરોનાથી સંક્રમિત થયા હતાં.
- દિલ્હીમાં કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી ઉપરાજ્યપાલે આજે સમીક્ષા બેઠક બોલાવી
ગુરુવારના રોજ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યપપ્રધાન વચ્ચે યોજાયેલી બેઠકમાં કોરોનાના સતત વધતા જતા મામલાઓને ધ્યાનમાં રાખીને કોરોનાની સાંકળ તોડવા માટે દિલ્હીમાં વીકએન્ડ કરફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આજે શુક્રવારના રોજ ઉપરાજ્યપાલે વીકએન્ડના કરફ્યૂને સફળ બનાવવા માટે સમીક્ષા બેઠક બોલાવી છે.
- ઓડિશામાં આજે રાત્રે નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ
સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ઓડિશા આજથી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. જેમાં રાત્રે નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે.
- આજે રમાશે કિંગ્સ પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
IPL ની આઠમી મેચ આજે કિંગ્સ પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બન્ને ટીમે જીતના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં.
- આજે છે બોલિવૂડ અભિનેત્રી લારા દત્તાનો જન્મદિવસ
લારા દત્તાનો જન્મદિવસ 16 એપ્રિલ 1978ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. લારાએ વર્ષ 2000માં મિસ યૂનિવર્સનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. અભિનેત્રીએ મસ્તી, નો એન્ટ્રી, ભાગમ ભાગ, પાર્ટનર, હાઉસફૂલ, ડોન 2 જેની ફિલ્મોમાં કામ કર્યું છે. લારા દત્તાની ગણતરી બોલીવુડની એ અભિનેત્રીઓમાં થાય છે જેમણે પોતાના કરિયરની શરૂઆત મોટા સ્ટાર્સથી કરી હતી.