ETV Bharat / bharat

આજે વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ, કોરોનાના કારણે બાળ શ્રમિકોની સંખ્યામાં 84 લાખની વૃદ્ધિ

આ વર્ષે આજનો દિવસ એટલે કે 12 જૂનને વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ બાળ શ્રમિકોને કામ કરવાથી રોકવા અને તેમને મુખ્ય ધારામાં લાવવા માટે ઉજવવામાં આવે છે.

આજે વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ, કોરોનાના કારણે બાળ શ્રમિકોની સંખ્યામાં 84 લાખની વૃદ્ધિઆજે વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ, કોરોનાના કારણે બાળ શ્રમિકોની સંખ્યામાં 84 લાખની વૃદ્ધિ
આજે વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ, કોરોનાના કારણે બાળ શ્રમિકોની સંખ્યામાં 84 લાખની વૃદ્ધિ
author img

By

Published : Jun 12, 2021, 11:09 AM IST

  • વર્ષ 2002થી 12 જૂને જાગૃકતા ફેલાવવા ઉજવવામાં આવે છે વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ
  • આ દિવસ પાછળનો ઉદ્દેશ દર વર્ષે વિશ્વમાં બાળ શ્રમિકોની વધતી સંખ્યાને રોકવાનું છે
  • સરકાર દર વર્ષે આ દિવસે મોટા વચન આપે છે, પરંતુ બાળ શ્રમની નાબૂદી નથી કરી શકી

લખનઉઃ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને (International Labour Organization) લોકોમાં જાગૃકતા ફેલાવવા માટે વર્ષ 2002થી દર વર્ષે 12 જૂને વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ (World Day Against Child Labour) તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. તેની પાછળનો ઉદ્દેશ દર વર્ષે વિશ્વમાં બાળ શ્રમિકોની વધતી સંખ્યાને રોકવાનું છે. યુનિસેફ (UNICEF)ના આંકડા અનુસાર, વર્તમાનમાં 16 કરોડ બાળ શ્રમિક (Child Labour) છે, જેમાં ગયા વર્ષની સરખામણીમાં 84 લાખની વૃદ્ધિ થઈ છે. આનું સૌથી મોટું કારણ કોરોના સંક્રમણ છે. દર વર્ષે આપણી સરકાર આ દિવસે બાળ શ્રમ પર મોટા મોટા વચનો આપે છે, પરંતુ આજે પણ બાળ શ્રમની નાબૂદી નથી કરવામાં આવી.

આ પણ વાંચો- તેલંગણા આજના દિવસે ભારતનું 29મું રાજ્ય બન્યું, વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા

વર્ષ 1986માં બાળ શ્રમ કાયદામાં સંશોધન કરાયું

કાયદામાં બાળ શ્રમને ખતરનાક અને ગેરખતરનાક 2 શ્રેણીમાં વહેંચવામાં આવ્યું છે. કેન્દ્રની મોદી સરકારે બાળ શ્રમ નિષેધ માટે કાયદાને વધુ મજબૂત કર્યો છે. 1986માં બાળ શ્રમ કાયદા (Child Labour Act 1986)માં સંશોધન કરવામાં આવ્યું છે. ખતરનાક માનનારા ઈંટભઠ્ઠા, હોટેલ અને ગેરેજમાં 18 વર્ષ સુધીના બાળકોને કામ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે પકડાતા 50 હજાર રૂપિયાનો દંડ અને 2 વર્ષની સજાની જોગવાઈ રાખવામાં આવી છે, જેથી કાયદાના ડરથી બાળ મજૂરી પર પ્રતિબંધ લગાવી શકાય.

રકાર દર વર્ષે આ દિવસે મોટા વચન આપે છે, પરંતુ બાળ શ્રમની નાબૂદી નથી કરી શકી

આ પણ વાંચો- Shani Jayanti 2021 - જાણો શનિદેવને રીઝવવા કઈ રાશિના જાતકો શું કરવું દાન?

બાળ મજૂરીમાં 5 વર્ષથી 11 વર્ષના બાળકોની સંખ્યા વધીઃ યુનિસેફ રિપોર્ટ

વર્ષ 2002થી બાળ શ્રમ નિષેધ દિવસને ઉજવવાની શરૂઆત થઈ છે. આ 2 દાયકાની અંદર વિશ્વમાં બાળ શ્રમિકોની સંખ્યા વધીને 16 કરોડ સુધી પહોંચી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 84 લાખ બાળ શ્રમિકોમાં વધારો થયો છે. જ્યારે યુનિસેફની રિપોર્ટમાં બાળ મજૂરીમાં 5 વર્ષથી 11 વર્ષના બાળકોની સંખ્યા વધી છે. જ્યારે દેશમાં એક કરોડથી વધુ બાળ શ્રમિકો છે. જ્યારે કેન્દ્રની મોદી સરકારે વર્ષ 1986ના બાળ શ્રમ નિષેધ કાયદાને વધુ મજબૂત કર્યો છે. વર્ષ 2016માં આ કાયદામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા, જેના કારણે કાયદો વધુ કડક બન્યો છે.

જાણો, શું છે બાળ શ્રમ નિષેધ દિવસ

વિશ્વ સ્તર પર બાળ શ્રમ નાબૂદી માટે આ દિવસ ઉજવાય છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વ સ્તર પર 5થી 17 વર્ષની ઉંમરના બાળકોને કામ કરવાથી રોકવા માટે વર્ષ 2002માં આ દિવસ ઉજવવાની શરૂઆત કરી છે. બાળ શ્રમના કારણે બાળકોને પર્યાપ્ત શિક્ષા, સારું આરોગ્ય દેખરેખ જેવી પાયાની સુવિધાઓ નથી મળી શકી, જેના કારણે તેના શારીરિક અને માનસિક વિકાસ વિક્ષેપિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.