- આજે વર્લ્ડ હેપેટાઈસિસ ડે (World Hepatitis Day) છે
- વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) દર વર્ષે આજના દિવસે કરે છે ઉજવણી
- હેપેટાઈસિસ (Hepatitis) રોગ અંગે જાગૃતિ લાવવા માટે ઉજવાય છે આ દિવસ
હૈદરાબાદઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) તરફથી દર વર્ષે 28 જુલાઈને વર્લ્ડ હેપેટાઈસિસ ડે (World Hepatitis Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને હેપેટાઈસિસ રોગ અંગે જાગૃતિ માટે ઉજવવામાં આવે છે. ભારત સરકારે આ દિવસ પર 28 જુલાઈ 2018માં રાષ્ટ્રીય વાઈરલ હેપેટાઈસિસ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ વર્ષે સરકારે આ કાર્યક્રમના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આ દિવસ પર વાઈરલ હેપેટાઈસિસ નિયંત્રણ કાર્યક્રમ પર એક નજર નાખીએ.
આ પણ વાંચો- Kargil War : બાહદુર ભારતીય સેનાએ હારેલી બાજીને જીતી હતી, જાણો કઇ રીતે શક્ય થયુ
રાષ્ટ્રીય વાઈરલ હેપેટાઈસિસ નિયંત્રણ કાર્યક્રમ (National Viral Hepatitis Control Program) શું છે?
28 જુલાઈ 2018ના દિવસે વર્લ્ડ હેપેટાઈસિસ ડે (World Hepatitis Day) નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારે રાષ્ટ્રીય વાઈરલ હેપેટાઈસિસ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ભારતમાં આ સતત વિકાસ લક્ષ્ય (SDG)ને પ્રાપ્ત કરવા માટે વાઈરલ હેપેટાઈસિસને રોકવા અને નિયંત્રણ પ્રત્યે એક એકીકૃત પહેલ છે, જેનો ઉદ્દેશ વાઈરલ હેપેટાઈસિસની નાબૂદી પર W.H.Oની રણનીતિને પ્રાપ્ત કરવાની છે. એટલે કે વર્તમાન સ્તરોથી એવા મામલામાં 90 ટકાનો ઘટાડો અને મૃત્યુદરમાં 65 ટકાનો ઘટાડો. આ એક વ્યાપક યોજના છે, જેમાં હેપેટાઈસિસ એ, બી, સી, ડી અને ઈ અને નિવારણ, ખબર પડવા અને ઉપચાર સામેલ છે, જેનાથી સારવારના પરિણામોની મેપિંગ થઈ શકે. રાષ્ટ્રીય વાઈરલ હેપેટાઈસિસ નિયંત્રણ કાર્યક્રમ ((National Viral Hepatitis Control Program) માટે પરિચાલન દિશાનિર્દેશ, વાઈરલ હેપેટાઈસિસ પરિક્ષણ માટે રાષ્ટ્રીય પ્રયોગશાળા દિશાનિર્દેશ અને વાઈરલ હેપેટાઈસિસની સારવાર અને મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય દિશાનિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો- World Youth Skills Day 2021: કેમ ભારતના ખેલાડીઓ અન્ય દેશની સરખામણીમાં પાછળ છે ?
લક્ષ્યઃ
- હેપેટાઈસિસ (Hepatitis)નો સામનો કરવો અને વર્ષ 2030 સુધી દેશભરમાં હેપેટાઈસિસ સી (Hepatitis C)ની નાબૂદી કરવી.
- સિરોસિસ અને હેપેટોસેલુલર કાર્સિનોમા (યકૃત કેન્સર) જેવી હેપેટાઈસિસ બી અને સી સાથે જોડાયેલી સંક્રમિત વસતી, માંદગી અને મૃત્યુદરમાં ઉલ્લેખનીય ઘટાડો લાવવો.
- હેપેટાઈસિસ એ અને ઈના (Hepatitis A and E) કારણે જોખમ, માંદગી અને મૃત્યુદરને ઘટાડવું.
પ્રમુખ ઉદ્દેશઃ
- હેપેટાઈસિસ (Hepatitis) અંગે જાહેર જાગૃતિ વધારવી અને સામાન્ય વસતી વિશેષ રીતે વધુ જોખમવાળા સમૂહો અને હોટસ્પોટમાં નિવારણવાળા ઉપાય પર ભાર આપવાનો છે.
- આરોગ્ય દેખરેખના તમામ સ્તર પર વાઈરલ હેપેટાઈસિસ (Viral hepatitis)ની ઝડપથી સારવાર અને મેનેજમેન્ટ આપવું.
- વાઈરલ હેપેટાઈસિસ (Viral hepatitis) અને તેની જટિલતાઓને મેનેજમેન્ટ માટે યોગ્ય સારવાર અને ઉપચાર પ્રોટોકોલ બનાવવો.
- દેશના તમામ જિલ્લામાં વાઈરલ હેપેટાઈસિસ (Viral hepatitis) અને તેની જટિલતાના મેનેજમેન્ટ માટે વ્યાપક સેવાઓ આપવા માટે વર્તમાન પાયાની સુવિધાઓને મજબૂત કરવી. વર્તમાન માનવ સંસાધનોની ક્ષમતાનું નિર્માણ કરવું અને જ્યાં શક્ય હોય. ત્યાં વધુ માનવ સંશાધનને જોડવું.
- વાઈરલ હેપેટાઈસિસ (Viral hepatitis) માટે જાગૃતિ, નિવારણ, નિદાન અને સારવાર માટે વર્તમાન રાષ્ટ્રીય કાર્યક્રમોની સાથે સંબંધ વિકસિત કરવો.
- વાઈરલ હેપેટાઈસિસ (Viral hepatitis) અને તેના અનુક્રમથી પ્રભાવિત વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરવા માટે એક વેબ આધારિત વાઈરલ હેપેટાઈસિસ (Viral hepatitis) સૂચના અને મેનેજમેન્ટ પ્રણાલી બનાવવી.
નિવારણઃ
- જાગૃતિ સર્જન અને વ્યવહાર પરિવર્તન સંચાર
- હેપેટાઈસિસ બી (Hepatitis b)નું વેક્સિનેશન (જન્મ માત્રા, ઉચ્ચ જોખમવાળા સમૂહ, આરોગ્ય દેખરેખ કરનારા)
- લોહી અને લોહી પદાર્થોની સુરક્ષા
- ઈન્જેક્શન સુરક્ષા, સુરક્ષિત સામાજિક-સાંસ્કૃતિક પ્રથાઓ
- સુરક્ષિત પીવાનું પાણી, સ્વચ્છતા શૌચાલય
સારવાર અને ઉપચારઃ
- HBsAg માટે ગર્ભવતી મહિલાઓનું સ્ક્રિનિંગ તે વિસ્તારોમાં, જ્યાં સંસ્થાકિય ડિલિવરી 80 ટકાથી ઓછી છે, જેથી જન્મ માત્રા હેપેટાઈસિસ બી (Hepatitis b) વેક્સિનેશનને ધ્યાનમાં રાખી તેમને સંસ્થાકીય ડિલિવરીને સુનિશ્ચિત કરી શકાય.
- તબક્કાવાર રીતે આરોગ્ય દેખરેખના તમામ સ્તરો પર હેપેટાઈસિસ બી (Hepatitis b and c) અને સી બંને માટે નિઃશુલ્ક તપાસ, સારવાર અને ઉપચાર ઉપલબ્ધ.
- સારવાર અને ઉપચાર માટે લાભ સંસ્થાનોને જોડવાની જોગવાઈ
- ઉપચાર અને માગ સર્જનને વધારવા અને નક્કી કરવા માટે સમુદાય/સહકર્મીઓના સમર્થન સાથે જોડાણ.
- રાષ્ટ્રીય વાઈરલ હેપેટાઈસિસ નિયંત્રણ મેનેજમેન્ટ એકમ.
- રાષ્ટ્રીય વાઈરલ હેપેટાઈસિસ મેનેજમેન્ટ એકમ (NVHMU): NVHMU કેન્દ્રમાં NHM (રાષ્ટ્રીય આરોગ્ય મિશન)ની સાથે સ્થાપિત થયું અને દેશમાં કાર્યક્રમના અમલીકરણ માટે જવાબદાર છે. NVHMUનું નેતૃત્વ એક સંયુક્ત સચિવ કરશે, જે મિશન નિદેશક (NHM)ને રિપોર્ટ કરશે.
- રાજ્ય વાઈરલ હેપેટાઈસિસ મેનેજમેન્ટ એકમ (SVHMU)- રાજ્ય આરોગ્ય સોસાયટી નોડલ અધિકારી અને જરૂરી જનશક્તિની સાથે રાજ્ય સ્તર પર કાર્યક્રમનો સમન્વય કરશે.
- જિલ્લા વાઈરલ હેપેટાઈસિસ મેનેજમેન્ટ એકમ (DVHMU): ઉપલબ્ધ જનશક્તિથી જિલ્લા સ્તર પર એક કાર્યક્રમ અધિકારી કાર્યક્રમની દેખરેખ અને જિલ્લા સ્તર પર લોજિસ્ટિક્સ, સપ્લાય ચેન, પહોંચ, પ્રશિક્ષણની સુવિધા માટે નોડલ પર્સન તરીકે કાર્ય કરશે.
HBV અને HCVમાં મૃત્યુદર
હેપેટાઈસિસ બી (Hepatitis b)
મૂલ્ય (પ્રતિ 1,00,000) | વર્ષ |
7.94 (6.43 - 9.69) | 2019 |
7.75 (6.45 - 9.25) | 2018 |
7.72 (6.62 - 9.11) | 2017 |
8.33 (7.30 - 9.51) | 2016 |
8.85 (7.85 - 10) | 2015 |
હેપેટાઈસિસ સી (Hepatitis C)
મૂલ્ય (પ્રતિ 1,00,000) | વર્ષ |
4.8 (3.94 - 5.81) | 2019 |
4.57 (3.82 - 5.49) | 2018 |
4.44 (3.76 - 5.24) | 2017 |
4.37 (3.79 - 5.09) | 2016 |
4.35 (3.79 - 5.03) | 2015 |