- ચમોલીમાં 58 મૃતદેહ બહાર કઢાયા
- 31 મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે
- અન્ય લોકોન શોધવાની કામગીરી ચાલુ
ચમોલીઃ જોશીમઠ હોનારતમાં આજે 12મા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યૂ એજન્સીઓએ અત્યાર સુધી 58 મૃતદેહ બહાર કાઢ્યા છે, જેમાંથી 31 મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે. જ્યારે 146 લોકો હજી પણ ગુમ છે. આ તમામને શોધવામાં રેસ્ક્યૂ એજન્સીઓ લાગી છે.
ચમોલીમાં ચાલતા બે પાવર પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચ્યું
આપને જણાવી દઈએ કે, 7 ફેબ્રુઆરીએ ચમોલીમાં અચાનક જ ગ્લેશિયર તૂટતા હોનારત સર્જાઈ હતી. અહીં ચાલી રહેલા બે પાવર પ્રોજેક્ટને પણ ખૂબ નુકસાન પહોંચ્યું હતું. પાવર પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓ આ હોનારતનો ભોગ બન્યા હતા.