- જેઠ માસના વદ પક્ષની ચોથને કહેવાય છે એકદંત સંકટ ચોથ
- સંકટ ચોથના મહાત્મ્ય સાથે જાણો પૂજાવિધાન
- વિધ્નહર્તા કરે છે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ
અમદાવાદઃ આજે એકદંત સંકટ ચોથ છે. હિન્દુ પંચાંગ પ્રમાણે જ્યેષ્ઠ માસની (Sankat Chaturthi 2021) કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને એકાદંત સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ચાર ભૂજાધારી (Shree Ganpati)ભગવાન ગણેશની પૂજાઆરાધના કરે છે. તો જાણીએ કે એકાદંત સંકષ્ટિ ચતુર્થીના પૂજન માટેના મુહૂર્ત અને ઉપવાસ પદ્ધતિ શું છે.
એકદંત સંકટ ચતુર્થીના મુહૂર્ત
ચતુર્થી તારીખ પ્રારંભ - મે 29, 2021 06.33 કલાકે
ચતુર્થી તારીખ સમાપ્તિ - 30 મે, 2021 સવારે 04:03 કલાકે
સંકટ ચોથનો ચંદ્ર ઉદય - રાત્રે 10:25
સંકટ ચતુર્થીની આ છે ઉપાસના
સૌ પ્રથમ સવારે ઉઠીને સ્નાન કરો.
આ દિવસે લાલ કપડાં પહેરીને તેની પૂજા કરવી જોઈએ.
પૂજા કરતી વખતે પોતાના મુખને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખો.
ભગવાનને સ્વચ્છ આસન પર બિરાજીત કરો.
ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવો.
ઓમ ગણેશાય નમઃ અથવા ઓમ ગં ગણપતે નમઃ નો જાપ કરો.
પૂજા પછી ભગવાનને લાડુ અથવા તલથી બનાવેલી મીઠાઈ ધરાવો
સાંજે સંકટ ચોથની વાર્તા વાંચો અને ચંદ્ર જોઈને તમારી ઉપવાસ ખોલો
ઉપવાસ પૂર્ણ કર્યા પછી દાન કરો.
આ પણ વાંચોઃ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પૂર્વ અધિક પોલીસ કમિશનરના પુત્ર સામે ઠગાઇની ફરિયાદ
ભગવાન ગણેશને શું ધરશો?
ધાર્મિક ગ્રંથો અને પૌરાણિક કથા અનુસાર (Shree Ganesh)ભગવાન ગણેશને મોદક લાડુ ખૂબ ભાવેે છે. ભગવાન ગણેશને એકાદંત સંકટ ચતુર્થીના દિવસે મોદકનો પ્રસાદ અર્પણ કરો. સાથે તેમને દુર્વા પણ અતિપ્રિય હોવાથી એ પણ ધરવી જોઇએ.ગણેશજી આનાથી જલદી પ્રસન્ન થાય છે.
સંકટ ચતુર્થીના ઉપવાસનો લાભ
ધાર્મિક માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે સંકટ ચોથે ગણપતિની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીગણેશ તેમના ભક્તોના તમામ દુઃખોને દૂર કરે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. ચતુર્થી પર ચંદ્રદર્શન કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સંકટ ચોથનું વ્રત સૂર્યોદય સાથે પ્રારંભ થાય છે અને રાત્રે ચંદ્રના દર્શન અને પૂજન કર્યા પછી પૂર્ણ થાય છે.
આ મંત્રનો જાપ કરવાથી વ્રત કરનારને અવરોધોથી મુક્તિ મળે છે
गणपूज्यो वक्रतुण्ड एकदंष्ट्री त्रियम्बक:।
नीलग्रीवो लम्बोदरो विकटो विघ्रराजक:।।
धूम्रवर्णों भालचन्द्रो दशमस्तु विनायक:।
गणपर्तिहस्तिमुखो द्वादशारे यजेद्गणम।।
આ પણ વાંચોઃ Narad Jayanti 2021: આજે નારદ-જયંતિ, જાણો કેવી રીતે નારદજીને દેવર્ષિનું પદ પ્રાપ્ત થયું