- દિલ્હીમાં આજથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખુલી
- દિલ્હીમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 8 સપ્ટેમ્બરે સ્કૂલ ખુલશે
- તેલંગાણા હાઈકોર્ટે પણ 1 સપ્ટેમ્બરથી સ્કૂલ શરૂ કરવા આપી મંજૂરી
નવી દિલ્હી/હૈદરાબાદઃ દિલ્હીમાં આજથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખુલી રહી છે. જ્યારે 6થી 8ના ધોરણ માટે 8 સપ્ટેમ્બરે સ્કૂલ ખુલશે. જ્યારે સ્કૂલ ખૂલવાથી લઈને દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, અમે તૈયાર છે. જ્યારે તેલંગાણા હાઈકોર્ટે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવાની મંગળવારે મંજૂરી આપી દીધી છે, પરંતુ સરકારી આવાસીય સ્કૂલો ખોલવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આપને જણાવી દઈએ કે, કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ હવે જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. તો વાલીઓમાં તણાવ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- પાટણમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ, પ્રથમ દિવસે માત્ર 30 ટકા હાજરી
દિલ્હીમાં આજથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખુલશે
દિલ્હીમાં લગભગ દોઢ વર્ષ બાદ તબક્કાવાર રીતે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આજથી સ્કૂલ ખુલી ગઈ છે. તો રાતથી જ દિલ્હીમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ પછી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થી પહેલા દિવસે સ્કૂલ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓમાં સ્કૂલે આવવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ પહેલા થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. લગભગ દોઢ વર્ષ પછી બાળકો શાળાએ આવતા તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાળામાં આવતા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ
તો કૌટિલ્ય રાજકીય સર્વોદય બાળ વિદ્યાલયના પ્રિન્સિપાલ ડો. સી. એસ. વર્માએ કહ્યું હતું કે, પહેલા દિવસે મુશળધાર વરસાદના કારણે 300થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા છે. આ સંખ્યાથી જાણી શકાય છે કે, વિદ્યાર્થીઓ શાળાએ આવવા માટે કેટલા ઉત્સાહિત છે.
આ પણ વાંચો- આજથી શાળાઓમાં ધોરણ 6થી 8નાં વર્ગો શરૂ, વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
ઉત્તરપ્રદેશમાં આજથી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઈ
ઉત્તરપ્રદેશમાં આજથી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઈ છે. ત્યારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથી ટીમ-9ની બેઠકમાં સ્કૂલોમાં કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ ધ્યાન રાખવા કડક નિર્દેશ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા, સેનિટાઈઝેશનનું કાર્ય દરેક દિવસે થવું જોઈએ. ભણવાની સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા પર પણ ધ્યાન આપવામાં આવે.
બાળકોને ફૂલ આપીને સ્કૂલ આવવા માટે શિક્ષકો કરશે પ્રોત્સાહિત
ઉત્તરપ્રદેશમાં આજથી પ્રાઈમરી સ્કૂલ ખુલવાની સાથે જ શાહજહાંપુર જિલ્લામાં પણ સ્કૂલ ખુલશે. ત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓને ફૂલ અને ઉપહાર આપીને પ્રોત્સાહિત કરશે. જિલ્લામાં આજે 1,825 પ્રાથમિક શાળા અને 1,019 ખાનગી પ્રાથમિક શાળા ખુલી છે.
દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ પણ એક ટ્વિટ કર્યું
આપને જણાવી દઈએ કે, સ્કૂલ ખોલવાને લઈને દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ પણ એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, દિલ્હીની ટીમ એજ્યુકેશન સ્કૂલ ખોલવાની તૈયારી પર સંકલ્પ, અમે તૈયાર છીએ. હાં. તૈયાર છીએ અમે, અડચણોથી આગળ વધવાનો, ઈતિહાસ નવા ગીતનો, દેશના ગૌરવ બનાવવાનો, હાં અમે તૈયાર છીએ. ટીમ એજ્યુકેશન. દિલ્હી
તેલંગાણા હાઈકોર્ટે 1 સપ્ટેમ્બરથી સ્કૂલોને ખોલવાની મંગળવારે મંજૂરી આપી
તો આ તરફ તેલંગાણા હાઈકોર્ટે 1 સપ્ટેમ્બરથી સ્કૂલોને ખોલવાની મંગળવારે મંજૂરી આપી હતી, પરંતુ સરકારી આવાસીય સ્કૂલોને ખોલવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, જો કોઈ વિદ્યાર્થીના વાલી તેને સ્કૂલ મોકલવા ન માગે તો સ્કૂલ મેનેજમેન્ટ સ્કૂલ મોકલવા માટે બાળકને મજબૂર નહીં કરે.
કર્ણાટકમાં પણ ખૂલશે સ્કૂલ
આ ઉપરાંત કર્ણાટકમાં ધોરણ 6, 7 અને 8ના બાળકોની સ્કૂલ 6 સપ્ટેમ્બરથી ખુલશે. કર્ણાટક સરકારે ગયા અઠવાડિયે આની જાહેરાત કરી હતી કે, ધોરણ 8થી 12ના વિદ્યાર્થી માટે સ્કૂલ ખોલાશે. હવે સોમવારે થયેલા નિર્ણય મુજબ, ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની સ્કૂલ 6 સપ્ટેમ્બરથી ખુલશે. સરકારે મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈની અધ્યક્ષતામાં કોવિડ ટેકનિકલ સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય કર્યો હતો.
-
दिल्ली की टीम एजुकेशन का स्कूल खोलने की तैयारी पर संकल्प -
— Manish Sisodia (@msisodia) August 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
हम तैयार हैं ….
हाँ! तैयार है हम,
बाधाओं से आगे बढ़ने को,
इतिहास नया गढ़ने को,
देश का गौरव बनने को
हाँ! हम तैयार है
- टीम एजुकेशन, दिल्ली pic.twitter.com/MD9TkdmAhJ
">दिल्ली की टीम एजुकेशन का स्कूल खोलने की तैयारी पर संकल्प -
— Manish Sisodia (@msisodia) August 31, 2021
हम तैयार हैं ….
हाँ! तैयार है हम,
बाधाओं से आगे बढ़ने को,
इतिहास नया गढ़ने को,
देश का गौरव बनने को
हाँ! हम तैयार है
- टीम एजुकेशन, दिल्ली pic.twitter.com/MD9TkdmAhJदिल्ली की टीम एजुकेशन का स्कूल खोलने की तैयारी पर संकल्प -
— Manish Sisodia (@msisodia) August 31, 2021
हम तैयार हैं ….
हाँ! तैयार है हम,
बाधाओं से आगे बढ़ने को,
इतिहास नया गढ़ने को,
देश का गौरव बनने को
हाँ! हम तैयार है
- टीम एजुकेशन, दिल्ली pic.twitter.com/MD9TkdmAhJ
સ્કૂલ ખોલવાની તૈયારી
લેહ-લદ્દાખમાં અધિકારીઓના મતે, કારગિલ જિલ્લા તંત્રએ 1 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાની મંજૂરી આપી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ગયા વર્ષે મહામારી પછી 207 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે, જેમાં 149 મોત લેહ અને 58 કારગિલમાં થઈ છે.