ETV Bharat / bharat

TMC લીડર બોર્ડે પૈસા માટે પશુતસ્કરોને આપી સુરક્ષા - Cattle smuggling

વરિષ્ઠ તૃણમૂલ કૉંગ્રેસ TMC નેતા અનુબ્રત મંડલે કથિત રીતે નિયમિત ચૂકવણીના બદલામાં દાણચોરોને સુરક્ષા પૂરી પાડી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી કે, કેન્દ્રીય તપાસ બ્યુરોએ Central Bureau of Investigation ગુરુવારે મંડલની પશુ દાણચોરી Cattle smuggling કેસની તપાસમાં સહકાર ન આપવા બદલ ધરપકડ કરી હતી.

TMC લીડર બોર્ડે પૈસા માટે પશુ તસ્કરોને પૂરી પાડી સુરક્ષા

author img

By

Published : Aug 12, 2022, 10:42 AM IST

નવી દિલ્હી તૃણમૂલ કોંગ્રેસના (Trinamool Congress) વરિષ્ઠ નેતા અનુબ્રત મંડલે કથિત રીતે નિયમિત ચૂકવણીના બદલામાં દાણચોરોને સુરક્ષા પૂરી પાડી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી કે, કેન્દ્રીય તપાસ બ્યુરોએ (CBI) ગુરુવારે મંડલની પશુ દાણચોરી કેસની તપાસમાં સહકાર ન આપવા બદલ ધરપકડ કરી હતી. CBIએ આરોપ મૂક્યો છે કે, TMCના ભાગેડુ નેતા વિનય મિશ્રાના ભાઈ વિકાસ મિશ્રા અને મંડળે કથિત પશુ દાણચોરી કરનાર ઈનામુલ હકના સહાયકોને સુરક્ષા પૂરી પાડી હતી, જેઓ ઈલામબજારમાં એક બજારમાં પશુઓ ખરીદતા હતા.

આ પણ વાંચો કરદાતાઓ 1 ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનામાં નહીં જોડાઈ શકે

પશુઓને લઈ જતા બાંગ્લાદેશ અધિકારીઓએ જણાવ્યું કે, દાણચોરો મંડલ અને મિશ્રાના કથિત આશ્રય હેઠળ રાજ્ય અમલીકરણ એજન્સીઓ પાસેથી પ્રાણીઓને ઇલામબજારથી ભારત-બાંગ્લાદેશ સરહદ પર લઈ જતા હતા. તેઓએ કહ્યું કે, તેઓએ આ પશુઓને બાંગ્લાદેશ લઈ જવા માટે કેટલાક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force) અધિકારીઓની સેવાઓનો ઉપયોગ કર્યો હતો. CBIએ મંડલની પશ્ચિમ બંગાળના બોલપુર ખાતેના તેમના નિવાસસ્થાનેથી પશુઓની દાણચોરી કેસની તપાસમાં સહકાર ન આપવા બદલ ધરપકડ કરી હતી.

TMC ભ્રષ્ટાચારના મામલામાં સમાધાન નહીં કરે દિવસની શરૂઆતમાં, કેન્દ્રીય દળો (Central Forces) સાથે ઓછામાં ઓછા આઠ CBI અધિકારીઓની એક ટીમ સવારે 10 વાગ્યે માંડલના નિવાસસ્થાને પહોંચી અને તપાસના ભાગરૂપે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીએ જણાવ્યું કે, મંડલની તેમના નિવાસસ્થાનના બીજા માળે એક રૂમમાં લગભગ એક કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન, શાસક તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે, પાર્ટી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. સાંસદ શાંતનુ સેને કહ્યું કે, પાર્ટી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. પરંતુ, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, TMC ભ્રષ્ટાચારના કોઈપણ મામલામાં સમાધાન નહીં કરે. સેને કહ્યું કે, પક્ષ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સહન કરશે નહીં.

આ પણ વાંચો PM મોદીએ વેંકૈયા નાયડુની સરખામણી વિનોબા ભાવે સાથે કરી

પક્ષ ભ્રષ્ટાચારમાં ડૂબી ગયો આ મુદ્દે નિર્ણય લેવા માટે તૃણમૂલની ટોચની નેતાગીરી સાંજે બેઠક કરી શકે છે. વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) આરોપ લગાવ્યો કે, મંડલની ધરપકડ એ સાબિત કરે છે કે, શાસક પક્ષ ભ્રષ્ટાચારમાં ડૂબી ગયો છે, અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ સંદર્ભે નિવેદન આપવું જોઈએ. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટના નેતા સુજન ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે, મંડલ બીરભૂમ જિલ્લામાં પોતાને કાયદાથી ઉપર માને છે અને ટીએમસીના નેતૃત્વએ તેમના ખોટા કાર્યોને અવગણ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.