ETV Bharat / bharat

હવે ગમે ત્યાંથી કરી શકશો મતદાન, ચૂંટણી આયોગના ધ્યાને છે આવી મસ્ત યોજના - Voting for States

નોકરી અને રોજગારી માટે અન્ય રાજ્યમાં રહેલા લોકો મતદાનથી (Remote Voting) વંચિત રહી જાય છે. આવા મતદાતાઓ માટે ચૂંટણી આયોગ (Election Commission of India) એક એવા ઉપાયો શોધી રહ્યું છે જેનાથી તેઓ ગમે (Voting from Any Where) ત્યાંથી કોઈ પણ ચૂંટણીમાં મતદાન કરી શકે.

હવે ગમે ત્યાંથી કરી શકશો મતદાન, ચૂંટણી આયોગના ધ્યાને છે આવી મસ્ત યોજના

author img

By

Published : Jun 8, 2022, 3:47 PM IST

નવી દિલ્હી: દેશનું ચૂંટણી આયોગ (Election Commission of india) એવી કેટલીક શક્યતાઓ કે યોજનાઓની (Planning for Remote Voting) શોધ કરી રહ્યું છે જેનાથી એક મોટો ફાયદો થાય. ખાસ કરીને જે લોકો રોજગારી અને નોકરી હેતું રાજ્યની બહાર વસવાટ કરે છે એ લોકોને આનાથી મોટો ફાયદો થશે. આવા લોકો પોતાના રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણીમાં (Voting for States) મતદાન કરી શકશે. ચૂંટણી આયોગનો આ પ્રયાસ સફળ થયો તો દેશના કોઈ પણ ખુણામાં તેઓ મતદાન કરી શકશે. મંગળવારે ચૂંટણી આયોગે એવું કહ્યું કે, પ્રવાસી મતદાતાઓના મુદ્દાઓ પર વિચાર કરવા માટે એક કમિટી (Form new Committee for it) તૈયાર કરાશે. જેમાં રાજકીય પક્ષ સહિત મતદાતાઓની પણ મદદ લેવાશે. એ પછી મતદાન કેવી રીતે શક્ય છે એ અંગે યોજના ઘડાશે.

આ પણ વાંચો: RBI Repo Rate Hike : RBIએ આપ્યો નવો ઝટકો, હવે લોન થશે મોંઘી

કોર્પોરેટ સંસ્થા પર નજર: આ સિવાય શહેરી વિસ્તારમાં મતદાનને લઈને ઉદાસીનતા દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો, કેન્દ્ર અને રાજ્યના સાર્વજનિક સાહસ તથા 500થી વધારે કર્મચારીઓ ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓની મદદ લેવાશે. ખાસ કરીને મતદાન ન કરી શકતા કર્મચારી જૂથને ઓળખી ખાસ નોડલ અધિકારીને જવાબદારી સોંપાશે. ચૂંટણી આયોગે ઉમેર્યું કે, આ પ્રકારના સંગઠનો અને મતદાન ન કરી શકતા જૂથને લઈ વિશેષ યોજના તૈયાર કરાશે. જે અંગે વિચારણા થશે. જેમાં મતદાતાઓનું પ્રાથમિક શિક્ષણ અને ચૂંટણી વિભાગની ટીમ થકી એક જાગૃત અભિયાન શરૂ કરાશે.

2 કિમીમાં મતદાન કેન્દ્ર: ચૂંટણી આયોગે કરેલી આ વિષય અંગેની બેઠકમાં મતદાન કેન્દ્ર ઉપર પણ વિચારણા થઈ. ખાસ કરીને શહેરી વિસ્તારમાં કોઈ પણ મતદાતાઓ માટે બે કિમીના વિસ્તારમાં મતદાન કેન્દ્ર સ્થાપિત કરવા છતાં મહાનગરમાંથી મતદાન ઓછું થઈ રહ્યું છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. બેઠકમાં લેવાયેલા કેટલા નિર્ણયનું એલાન કરતા વિભાગે કહ્યું કે,મતદાતા પોતાનું રજીસ્ટ્રેશન સ્થાન પરથી શહેર તથા અન્ય સ્થાન પર શિક્ષણ, રોજગાર અને અન્ય હેતુ માટે બીજા સેન્ટરમાં જાય છે. આવા લોકોએ મતદાન કરવા માટે પોતાના સેન્ટરમાં ફરી જવું પડે છે.

આ પણ વાંચો: વિશ્વ બેન્કે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 7.5 ટકા કર્યું

નવો પ્રયોગ: રીમોટ વોટિંગને લઈને જો બધુ સરખું રહ્યું તો આ એક મોટો પ્રયોગ બની રહેશે. રીમોટ વિસ્તારમાં રહેતા જે તે રાજ્યના મતદાતાઓ માટે વિચાર કરવાનો સમય પાકી ગયો છે. પ્રાથમિક તબક્કે આ પ્રયોગ સફળ થાય તો નવો પ્રયોગ મોટો વળાંક સાબિત થાય એમ છે. મુખ્ય ચૂંટણી વિભાગના રાજીવ કુમારે ઉત્તરાખંડના એક અંતરિયાળ મતદાન કેન્દ્રની એક કલાકની યાત્રા કરી હતી. એ પછી ચૂંટણી આયોગે મતદાન દિવસના ત્રણ દિવસ પહેલા આવા મતદાન કેન્દ્ર પર જનારા મતદાન અધિકારીની મહેનતને બમણી કરી દીધી હતી. આ નિર્ણય લેવાતા ચૂંટણીમાં ફરજ અદા કરતા લોકો અધિકારીઓની જવબાદારી વધી છે.

મતદાન વધારવા પ્લાન: ચૂંટણીમાં ઘટી રહેલી મતદાનની ટકાવારીને લઈને પણ ચૂંટણી આયોગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રવાસી મતદાતાઓમાં પણ મતદાન વધે એ માટે સૂચના આપી છે. વિભાગે કહ્યું કે, હવે એ સમય આવી ગયો છે કે, રીમોટમાં રહેતા મતદાતાઓ વિશે વિચાર કરવામાં આવે. નવા પ્રયોગ હેતું આવું કરી શકાય છે. ચૂંટણી પંચની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે મુશ્કેલ વિસ્તારોમાં EVM-VVPAT ને સુરક્ષિત રીતે લઈ જવા માટે વધારાના સાધનો આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.