સવાઈ માધોપુર: રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં સ્થિત રણથંભોરમાં શુક્રવારે ટી 61 વાઘણનું મૃત્યુ થયું હતું (Tigress dies in Sawai Madhopur Ranthambore). રણથંભોરના ઝોન નંબર 7ના જમોદા જંગલ વિસ્તારમાં વાઘણનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં ખળભળાટ મચી (Tigress T 61 died on Friday) ગયો છે.
આ પણ વાંચો: જ્ઞાનવાપી વિવાદ: વીડિયોગ્રાફી સરવે ચાલુ, વકીલ કમિશનર સમક્ષ વાદી-પ્રતિવાદી પક્ષો હાજર
વાઘણના મૃતદેહનો અંતિમ સંસ્કાર: વાઘણના મોતની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી (tigress t 61 dies in sawai madhopur ) ગયા હતા અને વાઘણના મૃતદેહને કબજે કરીને રાજબાગ નાકા ફોરેસ્ટ ચોકી પર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રણથંભોરના પશુચિકિત્સકો (Ranthambore Tiger Reserve Park ) દ્વારા વન અને વહીવટી અધિકારીઓની હાજરીમાં વાઘણના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જે બાદ વાઘણના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Chardham Yatra 2022: યમુનોત્રી પગપાળા રૂટ પર વધુ બે યાત્રિકોના મોત, મૃત્યુઆંક 32 પર પહોંચ્યો
વાઘણનું મૃત્યુ રણથંભોર માટે અપૂર્વીય ખોટ: વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાઘણ T 61નું મૃત્યુ ઉંચી ભેખડ પરથી પડી જવાને કારણે થયું હતું. જોકે વાઘણના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. જાણકારી અનુસાર, વાઘણ T-61ને જન્મ પછી 2011માં પહેલીવાર જોવા મળી હતી. તે વાઘણ ટી-8 (લાડલી) અને વાઘ ટી-34 (કુંભા) ની પુત્રી છે. તેનો વિસ્તાર ફક્ત ઝોન 7 અને 8 માં છે. વાઘણ લગભગ 12 વર્ષની છે. તાજેતરમાં ટાઈગર T-58 સાથે રહેતો હતો. વાઘણનું મૃત્યુ રણથંભોર માટે અપૂર્વીય ખોટ છે.