ETV Bharat / bharat

વિદ્યાધામ પર વીજળી પડતા 30 જેટલા વિદ્યાર્થીઓ દાઝ્યા, એક બાળકી ગંભીર - Jharkhand Thunderbolt on school

ઝારખંડના બોકારોના જૈનમોડમાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત (Jharkhand Thunderbolt on school) થયો હતો. બંધડીહની મિડલ સ્કૂલમાં વરંડામાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસ કરી રહ્યા હતા એ સમયે અચાનક વીજળી પડતા દોડધામ (Chaos in Jharkhand School) મચી ગઈ હતી. જેમાં 30 જેટલા બાળકો દાઝી ગયા હતા. તમામને રેફરલ હોસ્પિટલથી બોકારો જનરલ હોસ્પિટલમાં સારવાર હેતું મોકલવામાં આવ્યા છે. અકસ્માતમાં દાઝી ગયેલી ચોથા ધોરણની બાળકીની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

વિદ્યાધામ પર વીજળી પડતા 30 જેટલા વિદ્યાર્થીઓ દાઝ્યા, એક બાળકી ગંભીર

author img

By

Published : Jul 23, 2022, 9:20 PM IST

Updated : Jul 24, 2022, 7:29 AM IST

બોકારોઃ ઝારખંડના બોકારો જિલ્લામાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. જૈનમોડ સ્થિત મિડલ સ્કૂલ બંધડીહમાં શનિવારે બપોરે વીજળી (Jharkhand Thunderbolt on school) પડી હતી. શાળાના વરંડામાં વાવાઝોડાના કારણે 30 જેટલા વિદ્યાર્થીઓ (School Children Suffer Burn Injuries) દાઝી ગયા હતા. દાઝી ગયેલા બાળકોને રેફરલ હોસ્પિટલમાં લાવવામાં (Emergency Treatment At civil hospital) આવ્યા હતા. ડોલી, જે ચોથા ધોરણની વિદ્યાર્થીની છે. એ ગંભીર હાલતમાં દાઝી ગઈ હતી, તેને બોકારો જનરલ હોસ્પિટલમાં સારવાર હેતું લઈ જવામાં આવી હતી. બોકારોના સિવિલ સર્જન ડૉક્ટર અભય ભૂષણ પ્રસાદે જણાવ્યું કે એક બાળકી ગંભીર છે, બાકીની ડર છે. પરંતુ તમામની સારવાર તબીબો દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ફૂલોની વર્ષા કરતી વખતે મોટી થઈ ભૂલ, હેલિકોપ્ટર દુર્ઘટનાથી બચ્યું

શું કહે છે આચાર્યઃ આ શાળાના મુખ્ય શિક્ષક શશિ મહતોએ જણાવ્યું કે બપોરે લગભગ સાડા બાર વાગે હળવો વરસાદ પડી રહ્યો હતો. દરમિયાન વરંડામાં એક અને બે ધોરણના વર્ગ ચાલું હતા. પછી વરંડામાં વીજળી પડી હતી. અહીં ભણતા બાળકો અકસ્માતની લપેટમાં આવી ગયા હતા. આ સાથે જ ભયથી ચીસાચીસ થઈ ગઈ હતી. ઉતાવળમાં લોકો બાળકોને જૈનમોડ સદર હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારપછી વરિષ્ઠ અધિકારીઓને પણ માહિતી આપવામાં આવી. મુખ્ય શિક્ષક શશિ ભૂષણ મહતોએ જણાવ્યું કે આ ઘટનામાં 25 થી 30 બાળકો દાઝી ગયા છે, જ્યારે ચોથા ધોરણની એક છોકરીની હાલત ગંભીર છે.

મુખ્ય શિક્ષકનું નિવેદનઃ શાળામાં વીજળી અવરોધક ન હોવાના પ્રશ્ન અંગે મુખ્ય શિક્ષકે જણાવ્યું હતું કે વર્ષ 2004માં શાળામાં વીજળી અવરોધક ડિવાઈસ લગાવવામાં આવ્યું હતુ. પરંતુ તે પછી 8 થી 10 ડીડીઓ અને હેડમાસ્તર બદલાયા. પરંતુ પછી શું થયું તે જાણતા નથી. 1લી જૂન 2021થી શાળાનો પ્રભારી છું. પરંતુ જ્યારે મને શાળાનો હવાલો આપવામાં આવ્યો ત્યારે વીજળી અવરોધક અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. સ્કૂલમાં લગાવવામાં આવેલ લાઈટનિંગ ડ્રાઈવર્સ ચોરાઈ ગયા છે. એવું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ સાંપ્રદાયિક સૌહાર્દ અને હિન્દુ-મુસ્લિમ એકતાનો અનોખો જોવા મળ્યો સંગમ

પરિવારમાં ગમગીની: અહીં, શાળામાં વીજળી પડતાં બાળકો દાઝી ગયાની માહિતી મળતાં જ વાલીઓના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યાં અરાજકતા ફેલાઈ હતી. પરિવારજનોના આક્રંદથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બધા બાળકો માટે ચિંતિત હતા. બાદમાં જાણ થતાં સિવિલ સર્જન પહોંચી ગયા હતા અને હોસ્પિટલમાં તબીબોની મોટી ટીમ મૂકીને બાળકોની સારવાર શરૂ કરી હતી.

Last Updated : Jul 24, 2022, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.