- જમ્મૂ કશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ગોળીબાર
- ગોળીબારમાં 3 સુરક્ષાકર્મીઓને પહોંચી ઈજા, આતંકી પણ ઈજાગ્રસ્ત
- આતંકીને લઈને તેમના ગુપ્ત આશ્રયસ્થાન તરફ જઈ રહ્યા હતા
શ્રીનગર: જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષાબળો દ્વારા પાકિસ્તાની આતંકવાદી જિયા મુસ્તફાને આતંકીઓના ગુપ્ત આશ્રયસ્થાનની ઓળખ માટે પૂંછ જિલ્લાના ભાટા દુરિયન લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસ અને સૈન્યની ટીમ આશ્રયસ્થાનની નજીક પહોંચી ત્યારે આતંકીઓ તરફથી અચાનક ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો.
2 પોલીસ કર્મી અને એક જવાન ઈજાગ્રસ્ત
પોલીસના જણાવ્યા પ્રમાણે, આતંકીઓની ગોળીઓથી 2 પોલીસ કર્મીઓ અને એક જવાનને ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટના દરમિયાન આતંકી જિયા મુસ્તફાને પણ ઈજાઓ પહોંચી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ભારે ગોળીબારને કારણે તેને ભાટા દુરિયનમાંથી નિકાળવામાં આવી શક્યો ન હતો.