ETV Bharat / bharat

Suicide in karnataka: કર્ણાટકમાં દેવું ચડી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોએ કરી આત્મહત્યા

કર્ણાટકમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી છે. ઘટના હાવેરી જિલ્લાની છે. તેણે એક દિવસ અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનો તેને સમજાવીને ઘરે લઈ આવ્યા હતા. આ પછી રાત્રે તેણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

Suicide in karnataka: કર્ણાટકમાં દેવું ચડી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના થયા મોત

author img

By

Published : Feb 23, 2023, 5:38 PM IST

કર્ણાટક: કર્ણાટકના હાવેરી જિલ્લાના તોન્દુરુ ગામમાં બુધવારે રાત્રે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ ગુરુવારે સવારે થઈ હતી. મૃતકોની ઓળખ 48 વર્ષીય હનુમંત ગૌડા પાટીલ, તેમની પત્ની લલિતા અને પુત્રી નેત્રાવતી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લોન ચૂકવી ન શકવાના કારણે ત્રણેયએ આત્મહત્યા કરી છે.

આ પણ વાંચો: Supreme Court On Pawan Khera: કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાને રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

PSIને કરી જાણ: ત્રણેયએ બુધવારે આ કરવાનું નક્કી કર્યું હતું, જેના માટે તેઓ રાનીબેનનુર ગયા હતા. આ અંગે કેટલાક સંબંધીઓને જાણ થતાં તેઓએ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ મહંતેશને આ અંગે જાણ કરી હતી. પીએસઆઈએ ત્રણેયને શોધીને ઘરે મોકલી દીધા હતા. જોકે ત્રણેય ઘરે પહોંચ્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. હનુમંત ગૌડા પાટીલે નવું મકાન બનાવવા અને તેમની દીકરીના ભણતર અને લગ્ન માટે લોન લીધી હતી. લોન ચૂકવી ન શકવાને કારણે તે ખૂબ જ પરેશાન હતો. એક સંબંધીએ જણાવ્યું કે હનુમંત ગૌડા અને તેની પત્નીએ ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Sukesh Chandrashekhar: તિહાર જેલમાં ધ્રુસકેને ધ્રુસકે રડતો જોવા મળ્યો મહાઠગ સુકેશ, વીડિયો આવ્યો સામે

શું છે સાચું કારણ: હાવેરીના જિલ્લા પોલીસ અધિક્ષક શિવકુમારે જણાવ્યું કે, હનુમંત ગૌડા સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોએ બુધવારે રાત્રે આત્મહત્યા કરી હતી. ગઈકાલે પણ રાણીબેનનુરુમાં હનુમંત ગૌડાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેના સંબંધીઓ અને ગ્રામજનો તેને ગામમાં લાવ્યા અને સાંત્વના આપી. જો કે ત્રણેયએ મોડી રાત્રે ઘરે આત્મહત્યા કરી લીધી હતી. હનુમંત ગૌડાએ માત્ર લોન જ લીધી ન હતી, પરંતુ તેમને દારૂની લત પણ હતી. તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે. અગાઉ પણ તેણે અનેકવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી રહી છે. આ અંગે તપાસ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.