જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના સદુનારામાં બિહારના મજૂર મોહમ્મદ અમરેજની હત્યાના સંબંધમાં ત્રણની ધરપકડ (Three arrested in the killing of a laborer in Bihar) કરવામાં આવી છે. આ મામલાની તપાસ માટે SITની વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. આ કેસમાં પોલીસે હથિયારો પણ કબજે કર્યા છે. તમામ આરોપીઓ સાદુનારાના રહેવાસી છે અને તેઓ પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના હેન્ડલરના સંપર્કમાં હતા. બાંદીપોરાના SSP મોહમ્મદ જાહિદ મલિકે આ માહિતી આપી હતી.
ગોળી મારીને કરવામાં આવી હત્યા: મળતી માહિતી મુજબ, બાંદીપોરા પોલીસે શનિવારે કહ્યું કે, તેમણે બાંદીપોરા જિલ્લાના હાજિનના સુદનારા વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરીને એક બિન-સ્થાનિક મજૂરની હત્યાનો મામલો (case of killing of a non-local labourer in bihar) ઉકેલી લીધો છે. બાંદીપોરાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહમ્મદ ઝાહિદ મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે, 11-12 ઓગસ્ટની વચ્ચેની રાત્રે બિહારના મોહમ્મદ અમરેજ નામના મજૂરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં SITની રચના કરવામાં આવી હતી અને સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને આતંકીઓની સંડોવણીની જાણકારી મળી હતી.
-
Bandipora, J&K | On basis of clues we got by forming SIT & questioning people, we arrested 3 youths, residents of Sadunara, who confessed to the killing of Mohammad Amrez, resident of Bihar. Weapons recovered. Accused youths were in touch with handlers of LeT: MZ Malik, SSP pic.twitter.com/ZtPC6oP9wR
— ANI (@ANI) September 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bandipora, J&K | On basis of clues we got by forming SIT & questioning people, we arrested 3 youths, residents of Sadunara, who confessed to the killing of Mohammad Amrez, resident of Bihar. Weapons recovered. Accused youths were in touch with handlers of LeT: MZ Malik, SSP pic.twitter.com/ZtPC6oP9wR
— ANI (@ANI) September 17, 2022Bandipora, J&K | On basis of clues we got by forming SIT & questioning people, we arrested 3 youths, residents of Sadunara, who confessed to the killing of Mohammad Amrez, resident of Bihar. Weapons recovered. Accused youths were in touch with handlers of LeT: MZ Malik, SSP pic.twitter.com/ZtPC6oP9wR
— ANI (@ANI) September 17, 2022
ત્રણેય આરોપીની ધરપકડ: તેમણે જણાવ્યું કે, તપાસ દરમિયાન પહેલા તે યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ બાદ જાણવા મળ્યું કે, બિન-કાશ્મીરી મજૂરને ત્રણ સ્થાનિક આતંકવાદીઓએ (Case of killing of a non local labourer in bihar) માર્યો હતો. આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ વસીમ અકરમ, યાવર રિયાઝ અને મુઝમિલ શેખ તરીકે થઈ છે. આ ત્રણ યુવકો લશ્કર-એ-તૈયબાના હેન્ડલર બાબરના સંપર્કમાં હતા. તેણે વધુમાં કહ્યું કે, બાબરે તેને સૂચના આપી હતી કે બિન-સ્થાનિક કામદારોમાં ડર પેદા કરવા માટે તેણે કોઈપણ બિન-સ્થાનિક મજૂરને મારી નાખવો પડશે. SSPએ વધુમાં જણાવ્યું કે, તપાસ દરમિયાન તેના કબજામાંથી એક પિસ્તોલ, એક મેગેઝિન અને ચાર રાઉન્ડ ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી છે.