શ્રીનગર: પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) / લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરના બડગામમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ઘેરાયેલા (Three LeT militants trapped in J-K's Budgam encounter) છે. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ ઘેરાબંધી કરીને આતંકીઓના છુપાયેલા ઠેકાણા તરફ આગળ (Encounter continues in Budgam) વધી રહી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે રાહુલ ભટ અને અમરીન ભટ સહિત અનેક નાગરિકોની હત્યામાં સામેલ ખતરનાક આતંકવાદી લતીફ રાથર આ એન્કાઉન્ટરમાં ફસાઈ ગયો છે. આ એન્કાઉન્ટરમાં આતંકી લતીફ રાથેર સહિત આતંકી સંગઠન લશ્કર TRFના 3 આતંકીઓ ફસાયા છે.
આ પણ વાંચો : હની ટ્રેપમાં ફસાયેલા સેનાના જવાન સહિત છ લોકોની ગુપ્તચર એજન્સીઓએ કરી અટકાયત
પુલવામા દુર્ઘટના ટળી : પુલવામાના સર્ક્યુલર રોડ પરથી મોટી માત્રામાં IED મળી આવ્યો છે. એડીજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે, પુલવામાના સર્ક્યુલર રોડ પર તહાબ ક્રોસિંગ નજીક પોલીસ અને સુરક્ષા દળો દ્વારા આશરે 25 થી 30 કિલો વજનનો IED મળી આવ્યો હતો. પુલવામા પોલીસના ચોક્કસ ઇનપુટ્સથી મોટી દુર્ઘટના ટળી છે. આજે પુલવામાના સર્ક્યુલર રોડ (Circular Road) પર તહાબ ક્રોસિંગ નજીક પોલીસ અને સુરક્ષા દળો દ્વારા મળી આવેલ આશરે 25 થી 30 કિલો વજનનો IED નિષ્ક્રિય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દાઉદ ગૅંગનો કુખ્યાત સલીમ ફ્રુટ ઝડપાયો, મોટા ટાર્ગેટ માટેની હતી તૈયારી
સર્ચ ઓપરેશન ચાલુ : દૂરા તહસીલ ઓફિસના કર્મચારી રાહુલ ભટને 12 મેના રોજ તેમની ઓફિસમાં આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી, જ્યારે કાશ્મીરી ટીવી અભિનેતા અમરીન ભટને 26 મેના રોજ બડગામના ચદૂરા વિસ્તારમાં અજાણ્યા આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના બડગામમાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. બડગામના વોટરહોલ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો સર્ચ ઓપરેશન (Search operation continues) ચલાવી રહ્યા છે.
આતંકવાદીની ધરપકડ : રવિવારે બડગામ વિસ્તારમાંથી ભારતીય સેનાની 34 RR યુનિટ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના એક 'હીઈબ્રિડ' આતંકવાદીની ધરપકડ (Terrorist arrested) કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીની ઓળખ સંગમ બડગામના રહેવાસી અર્શીદ અહેમદ ભટ તરીકે થઈ છે. શ્રીનગર પોલીસ અને 2RRની સંયુક્ત ટીમે લવયપુરામાં ધરપકડ કરી હતી. અધિકારીઓએ 5 પિસ્તોલ, 5 મેગેઝીન, 50 રાઉન્ડ સહિતની ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરી હતી. આતંકી પાસેથી બે હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે. ADGP કાશ્મીર વિજય કુમારે એજન્સીને જણાવ્યું કે, "આતંકવાદી લતીફ રાહુલ ભટ અને અમરીન ભટ સહિત ઘણા નાગરિકોની હત્યામાં સામેલ છે."