જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી (Kupwara terrorist infiltration) છે. અહીં સુરક્ષાદળોએ કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકીઓને ઠાર કર્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે (Terrorist infiltration in Jammu and Kashmir) પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા (One terrorist was neutralized in an encounter in Kupwara) છે. આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. આ પહેલા બુધવારે બારામુલ્લામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા.
આ પણ વાંચો: હવે ગોલ્ડન ટેમ્પલમાં નહીં વાગે આ સંગીત વાદ્ય
આતંકીઓએ ગોળીબાર કર્યો: જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરુવારના એન્કાઉન્ટર વિશે ટ્વિટ કર્યું હતું કે, કુપવાડા પોલીસને જુમાગુંડ ગામમાં કેટલાક આતંકવાદીઓ ઘૂસણખોરીના પ્રયાસની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ત્રણેય આતંકીઓને ઠાર કર્યા હતા. ત્રણેય આતંકીઓ લશ્કર-એ-તૈયબા સંગઠનના જણાવવામાં આવી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: આઝાદીના 75 વર્ષ 2 ભાઈઓનું થયું મિલન ને પછી થયું એવું....
અભિનેત્રીનું સારવાર દરમિયાન મોત: મહત્વપૂર્ણ છે કે બુધવારે બડગામ જિલ્લાના ચદૂરાના હિશરૂ વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ટીવી એક્ટ્રેસ અમરીન અને તેના ભત્રીજા પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. અભિનેત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું.