ETV Bharat / bharat

Bihar News: આરા-બક્સર રેલવે સેક્શન પર માલગાડી ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક ટ્રેનો ફસાઈ - મુખ્ય માર્ગ પરની કામગીરીને અસર

બિહારના બક્સરમાં બક્સર-દિલ્હી-હાવડા રેલ્વે લાઇન પર માલગાડી ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ્વે લાઇન પર ઘણી ટ્રેનો ફસાઈ ગઈ છે. ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું છે. જો કે રેલ્વે વિભાગ પાટા પરથી ઉતરેલી માલગાડીને હટાવવામાં લાગેલું છે. લાઇન ક્લિયર થયા બાદ જ ડાઉનમાં ટ્રેનોનું સંચાલન સરળતાથી શરૂ થશે.

Bihar News
Bihar News
author img

By

Published : Apr 9, 2023, 7:00 PM IST

બક્સર: બિહારના દાનાપુર ડિવિઝનના આરા-બક્સર રેલ વિભાગ વચ્ચે ડુમરાઓ સ્ટેશન નજીક શનિવારે સવારે માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ડાઉન લાઇન પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે ડાઉન લાઇનમાં ઘણી મહત્વની ટ્રેનો વિવિધ સ્ટેશનો પર મોડી પડી છે.

ત્રણ ડબ્બા પાટા પરથી ઉતર્યા: બક્સર-દિલ્હી હાવડા રેલ સેક્શનના રેલ્વે સ્ટેશન નજીક પાર્સલ ટ્રેન (ગુડ્સ ટ્રેન)ના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન પાટા પરથી ઉતરતી વખતે જોરદાર અવાજ આવ્યો હતો. જેના કારણે આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા. સામે આવેલી માહિતી પ્રમાણે ટ્રેનનું વ્હીલ અચાનક જામ થઈ ગયું હતું. જેના કારણે ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

મુખ્ય માર્ગ પરની કામગીરીને અસર: તેમાંથી જ્વાળાઓ નીકળવા લાગી હતી. ટ્રેનમાં હાજર ગાર્ડ અને ડ્રાઈવરે સમજી વિચારીને આગ બુઝાવી હતી. આ પછી વરિષ્ઠ અધિકારીઓને તેની જાણ કરવામાં આવી. ટનાને પગલે સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાર્સલ ટ્રેન (ગુડ્સ ટ્રેન) પાટા પરથી ઉતરી જવાને કારણે દિલ્હી-હાવડા મુખ્ય માર્ગ પરની કામગીરીને અસર થઈ છે. ગુડ્સ ટ્રેનને ટ્રેક પરથી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: નાસિક નજીક એલટીટી-જયનગર એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાની નહીં

રેલવે વિભાગ દ્વારા કામગીરી શરૂ: 22947 સુરત-ભાગલપુર એક્સપ્રેસ બરુના ખાતે, 03204 પંડિત દીન દયાલ ઉપાધ્યાય-પટણા પેસેન્જર સ્પેશિયલ ચૌસા ખાતે, 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ચૌસા ખાતે, નવી દિલ્હી એ.બી.આર. -ઈસ્લામપુર મગધ એક્સપ્રેસને દિલદારનગર, બનારસ-બક્સર પેસેન્જર સ્પેશિયલ દારૌલી ખાતે રોકી દેવામાં આવી છે. આ દુર્ઘટના ડુમરાઓ રેલવે સ્ટેશનના પશ્ચિમ રેલવે ફાટક પાસે બની હતી. અધિકારીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. દાનાપુર વિભાગમાંથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: પુણેના લોનાવલા સ્ટેશન પર ઈન્દોર-દૌડ સ્પેશિયલ ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાની નહીં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.