મુઝફ્ફરનગરઃ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેત પર આફત આવી પડી છે. મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા ટિકેતને ધમકી આપવામાં આવી છે. એક ફેક મોબાઈલ નંબર પરથી તેમને ધમકી આપવામાં આવી છે. આ ધમકીમાં આરોપી તેમણે કર્ણાટકમાં ન આવવાનું જણાવે છે. જો કર્ણાટકમાં ટિકેત જશે તો તેમણે આકરા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. આ સંદર્ભે સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કેસ નોંધવામાં આવ્યોઃ ઉલ્લેખનીય છે કે મુઝફ્ફરનગરમાં નવી મંડીના ક્લ્યાણપુરી નિવાસી ભાકિયુ કાર્યકર્તા ધીરેન્દ્ર જાવલા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. 28 ઓગસ્ટે ચૌધરી રાકેશ ટિકેતને કોઈ અજાણી વ્યક્તિએ ફોન પર ધમકી આપી હતી. ટિકેતને કર્ણાટક ન આવવા માટે ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારે વ્હોટ્સએપ પર પણ ધમકી આપી છે. પોલીસે ધમકી આવી છે તે નંબર નોંધીને ફરિયાદ દાખલ કરી છે. ખેડૂત નેતા રાકેશ ટિકેતને અગાઉ પણ અનેકવાર ધમકી મળી ચૂકી છે.
આ મામલે સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સર્વેલન્સ ટીમે કાર્યવાહી હાથ ધરી છે. સત્વરે આરોપીને ઝડપી લેવામાં આવશે...આયુષ વિક્રમ સિંહ(એસપી, મુઝફ્ફરનગર)
અગાઉ મળી હતી ધમકીઃ આ વર્ષે પાંચ મેના રોજ રાકેશ ટિકેતને મૃત્યુની ધમકી આપવામાં આવી હતી. આ મામલે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં હરિયાણાના પાણીપતના કુશ રાણાનું નામ સામે આવ્યું હતું. તેના પહેલા દસ માર્ચે ભાકિયુ અધ્યક્ષ નરેશ ટિકેતના દીકરા ગૈરવ ટિકેતને મોબાઈલ પર સમગ્ર પરિવારને બોમથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ મામલે ભૌરાકલા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો.