- નવા આઇટી મિનિસ્ટરની સ્પષ્ટતા
- દરેક આઇટી કંપનીએ પાળવા પડશે ભારતના નિયમ
દિલ્હી: ઇન્ફોર્મેશન અને આઇટી મિનિસ્ટર અશ્વિન વૈષ્ણવે આઇ.ટી. નિયમો અંગે કેન્દ્ર સરકાર સાથે ટ્વિટર સાથેના સંઘર્ષ અંગે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં રહીને કામ કરનારે દેશના આઇ.ટી. નિયમોનું પાલન કરવું પડશે. ભાજપ મહાસચિવ બી.એલ.સંતોષ સાથે પાર્ટી કાર્યાલયમાં બેઠક બાદ વૈષ્ણવે જણાવ્યું હતું. આઇ.ટી. મિનિસ્ટ્રીના રાજ્યપ્રધાન રાજીવ ચંદ્રશેખરે ટ્વિટર મુદ્દે કહ્યું છે કે મેં ચાર્જ લીધો છે. મંત્રાલય એક તરફી આધાર પર કામ નહીં કરતું અને તેનો વ્યક્તિગત વિચાર સાથે કોઇ લેવા-દેવા નથી. મંત્રાલય નવા મંત્રીઓ સાથે બેસીને આ તમામ મુદ્દાઓ પર સમાધાન કરશે. આઇટીના નિયમોનું માઇક્રોબ્લોગિંગ મંચ ટ્વિટર દ્વારા પાલન નહીં કરવા અંગેના એક સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે જે કોઇ ભારતમાં રહે છે અને કામ કરે છે તેમણે દેશના નિયમોનું પાલન કરવું પડશે.
ઓડિશાના સાંસદ વૈષ્ણવએ બુધવારે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા અને તેમણે આઇ.ટી. મિનિસ્ટ્રી સાથે રેલવેનો પણ આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે તેમને આ જવાબદારી આપવા માટે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છે. વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે તેમનું મુખ્ય લક્ષ્ય લાઇનમાં ઉભેલા છેલ્લા વ્યક્તિનું જીવન સ્તર સુધારવાનું રહેશે. કેટલાક મહિના પહેલા, તેમણે બ્રિટનના ઑક્સફર્ડના સંઘ છાત્રની અધ્યક્ષ અને કર્ણાટકમાં રહેનારી રશ્મી સામંતનું રાજીનામાને જાતિવાદનો ગંભીર મામલો ગણાવીને સાઇબર ક્રાઇમનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો.
ટ્વિટર સાથે નિયમો અંગે વિવાદ
મહત્વનું છે કે અમેરિકન કંપની ટ્વિટરે ભારતના નવા આઈટી નિયમનું પાલન ન કરવા અંગે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. નવા આઇટી નિયમ 50 લાખથી વધારે યુઝર્સ ધરાવતા પ્લેટફોર્મે સોશિયલ મીડિયા મંચ દ્વારા ચીફ કમ્પ્લેઇન ઑફિસર, નોડલ ઑફિસર અને ગ્રેવિયન્સ રિડ્રેસલ ઑફિસર નિયુક્ત કરવા પડશે. આ ત્રણેય અધિકારી ભારતમાં હોવા જોઇએ. નવા નિયમો 26મેથી અમલમાં આવ્યા છે, જો કે ટ્વિટર દ્વારા સોશિયલ મીડિયા અંગેના દિશાનિર્દેશોનું પાલન કરવાનું બાકી છે. જો કે સરકારે આ અંગે તેમને આ નિયમો યાદ અપાવ્યા છે.
શું છે વિવાદ
ટ્વિટર પર કોઇ ગૈરકાયદેસર પોસ્ટ થાય છે તો તેની જવાબદારી યુઝરની સાથે સાથે ટ્વિટરની પણ રહેશે. ટ્વિટરે જવાબ આપવો પડશે અને કાર્યવાહી પણ કરવી પડશે. આ અગાઉ તેઓને મધ્યસ્થીનો દરજ્જો મળ્યો હતો. આથી કોઇ પણ કંટેન્ટ માટે યુઝર્સને જ જવાબદાર માનવામાં આવતો હતો. ટ્વિટર વારંવાર કહી રહ્યું હતું તેના પોતાના નિયમો છે અને તે તેના પ્રમાણે કામ કરે છે. જો કે ભારત સરકારે જણાવ્યું હતું કે ટ્વિટરે ભારતના નિયમોનું પાલન કરવું પડશે. જેના કારણે બન્ને પક્ષ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ટ્વિટરે અમેરિકાના નિયમ ડીએમસીએ અંતર્ગત પૂર્વ આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ બ્લોક કર્યું હતું જો કે આ અંગે વિવાદ વધતા તેમણે એકાઉન્ટ ફરી શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: નવા આઈટી નિયમોનું પાલન ન કરવાને કારણે ટ્વિટર ભારતમાં મધ્યસ્થી પ્લેટફોર્મ તરીકેની સ્થિતિ ગુમાવી
IT પ્રધાન રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ એક કલાક માટે બ્લૉક