ETV Bharat / bharat

નિષ્ણાતોએ આપી ચેતવણી, નવેમ્બર સુધીમાં ભારતમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર - કોરોનાની ત્રીજી લહેર

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ ડૉક્ટર અવિનાશ ભોંડવેએ જણાવ્યું કે, અત્યારે વાયરસ જેટલો મ્યુટેંટ થઈ રહ્યો છે તેનાથી વધારે મ્યુટેંટ થશે જેના કારણે ભારતમાં ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. અત્યારે એકલા મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ AY4ના કારણે નવું સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને કોરોનાના કેસો દરરોજ વધી રહ્યા છે.

નિષ્ણાતોએ આપી ચેતવણી
નિષ્ણાતોએ આપી ચેતવણી
author img

By

Published : Sep 22, 2021, 1:01 PM IST

  • ઑક્ટોબર નવેમ્બરમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે
  • ડેલ્ટા પ્લસ વેરિયન્ટ AY4ના કારણે નવું સંક્રમણ ફેલાઈ રહ્યું છે
  • એકલા મહારાષ્ટ્રમાં જ આવી શકે છે 60 લાખ કેસ

મુંબઈ: ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ ડૉક્ટર અવિનાશ ભોંડવેએ મંગળવારે જણાવ્યું કે, અત્યારે વાયરસ જેટલો મ્યુટેંટ થઈ રહ્યો છે તેનાથી વધારે મ્યુટેંટ થશે જેના કારણે ભારતમાં ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

ઑગસ્ટમાં 137 દર્દીઓ નવા વેરિયન્ટથી સંક્રમિત મળ્યા

અત્યારે એકલા મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ AY4ના કારણે નવું સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને કોરોનાના કેસો દરરોજ વધી રહ્યા છે. ઑગસ્ટમાં 137 દર્દીઓ નવા વેરિયન્ટથી સંક્રમિત મળ્યા હતા અને અત્યારે રાજ્યમાં 1 ટકા દર્દીઓ ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાની જાણકારી સામે આવી રહી છે. ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી શકે છે. મહત્વનું છે કે નાગરિકોએ માસ્કનો ઉપયોગ પણ ઘટાડી દીધો છે.

ચોમાસા અને ગણેશોત્સવ બાદ વધી શકે છે કોરોના દર્દીઓની સંખ્યા

જો કે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે કહ્યું કે, રાજ્યમાં કોવિડના ત્રીજા તરંગના કોઈ સંકેત નથી અને મુંબઈ જેવા શહેરમાં 86 ટકા નાગરિકોમાં એન્ટિબોડીઝ જોવા મળી છે. જો કે બીએમસીના અધિક કમિશ્નર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં દર્દીઓની સંખ્યા ચોમાસા અને ગણેશોત્સવ બાદ વધી શકે છે.

રસીકરણ વધારવામાં આવે તો સંક્રમણનો દર ઘટી શકે છે

અત્યારે મહારાષ્ટ્રમાં દર્દીઓની દૈનિક સંખ્યા 3,000થી નીચે આવી ગઈ છે અને સંક્રમણનો દર નિયંત્રણમાં છે. જો કે તહેવારોની સીઝનમાં રાજ્યમાં ભીડના કારણે આ સંખ્યામાં વધારો થઈ શકે છે. ટોપેએ એમ પણ કહ્યું કે, જો રસીકરણની ઝડપ વધારવામાં આવે તો સંક્રમણનો દર ઘટશે.

મહારાષ્ટ્રમાં આવી શકે છે 60 લાખ કેસ

અગાઉ ઓગસ્ટમાં મહારાષ્ટ્ર સરકારે ચેતવણી આપી હતી કે, આવી સ્થિતિમાં રાજ્ય લગભગ 60 લાખ કેસ જોઈ શકે છે અને જણાવ્યું હતું કે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં કોવિડની ત્રીજી લહેર રાજ્યમાં આવે તેવી શક્યતા છે.

અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ

ટોપે જણાવ્યું હતું કે, જ્યારે પ્રથમ લહેરમાં આશરે 20 લાખ અને બીજી લહેરમાં 40 લાખ લોકો સંક્રમિત થયા હતા, ત્યારે આગામી ખતરનાક લહેર 60 લાખથી વધુ કેસ તરફ લઈ જઈ શકે છે. યુ.એસ, યુકે, રશિયા અને અન્ય દેશોમાં ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે એવો દાવો કરીને તેમણે લોકોને આગામી તહેવારો જેવા કે જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી દરમિયાન વધુ સાવચેતી રાખવાની હાકલ કરી છે જેથી કેસોમાં વધારો ન થાય.

વધુ વાંચો: કોરોના સામે મહત્તમ સુરક્ષા મેળવવા કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ જરૂરી, અમેરિકન ડોક્ટરનો દાવો

વધુ વાંચો: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડાપ્રધાને યોજી સમીક્ષા બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.