નવી દિલ્હીઃ સરકાર આજે 10 જાન્યુઆરીથી હેલ્થકેર, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના લોકોને (Third dose of corona vaccine to frontline workers and senior citizens) કોરોનાની વેક્સિનનો ત્રીજો ડોઝ (Third Dose Corona Vaccination in India) આપવા જઈ રહી છે. જોકે, આ માટે હવે નવું રજિસ્ટ્રેશન (No registration required for third dose) નહીં કરાવવું પડે.
નવું રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડેઃ આરોગ્ય મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આરોગ્યસંભાળ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને (Third dose of corona vaccine to frontline workers and senior citizens) આજે 10 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. આ માટે નવા રજિસ્ટ્રેશનની જરૂર (No registration required for third dose) નથી. જેમણે કોરોનાની રસીના 2 ડોઝ મેળવ્યા છે. તેઓ સીધા જ કોઈ પણ રસીકરણ કેન્દ્રમાં મુલાકાત લઈ શકે છે અથવા ત્રીજો ડોઝ લઈ શકે છે.
આ પણ વાંચો- Omicron Working As Natural Vaccine: ઓમિક્રોનનુ હળવું સંક્રમણ એ એક પ્રકારની પ્રાકૃતિક વેક્સિન છે, જાણો કેમ..
શનિવારથી ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈ શકાશે
આ માટે 8 જાન્યુઆરીએ શિડ્યુલ બતાવવામાં આવ્યું હતું, ત્યારે આજે 10 જાન્યુઆરીએ કોરોનાની રસી લેવા માટે હેલ્થકેર, ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી વધુની ઉંમરના લોકો શનિવારથી જ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈ શકે છે. આપને જણાવી દઈએ કે, ભારત સરકારે વેક્સિનના ત્રીજો ડોઝને બૂસ્ટર ડોઝ નથી માન્યો. આને સાવચેતી ડોઝ ગણાવવામાં (Corona Vaccine third dose precautionary dose) આવી રહ્યો છે.
આ પણ વાંચો- Child Vaccination In Gujarat 2022:મહેસાણામાં 15 થી 18 વર્ષના બાળકોને 4 દિવસમાં 76 ટકા કરતાં વધુ રસીકરણ
જે વેક્સિન લીધી હતી તેનો જ ત્રીજો ડોઝ મળશે
કેન્દ્ર સરકાર પહેલા જ સ્પષ્ટ (Central Government on precautionary dose) કરી ચૂકી છે કે, ત્રીજા ડોઝમાં પણ તે જ વેક્સિન આપવામાં આવશે, જે પહેલા ડોઝમાં આપવામાં આવી હતી. નીતિ આયોગના સભ્ય ડો. વી. કે. પોલે કહ્યું હતું કે, જે લોકોએ પહેલા કોવેક્સિનનો ડોઝ લીધો છે. તેમને કોવેક્સિન જ મળશે. જેમણે કોવિશિલ્ડના 2 ડોઝ લીધા છે. તેમને કોવિશિલ્ડ જ મળશે. ભારત સરકાર મિક્સ વેક્સિનેશનને રદ કરી ચૂકી છે.