ETV Bharat / bharat

Credit supply to MSMEs : એમએસએમઈ સેક્ટરમાં ક્રેડિટ ગેપનો ઘટાડો, તમામ પાસાં ધ્યાન આપવા લાયક - એમએસએમઇ

ભારતના ગ્રોથ એન્જિનમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોની ભૂમિકા કોરોનાકાળમાં આંખે ચડી શકી હતી. ત્યારે તાજેતરના એક અહેવાલમાં દેશના એમએસએમઇ સેક્ટર માટે નાણાકીય સહાયતારુપે ધીરાણનો તફાવત 25 ટ્રિલિયન રુપિયા જેટલો હોવાનું સામે આવ્યું છે. નોંધપાત્ર છે કે ભારતીય વસતીના 10 ટકા કરતા પણ ઓછા લોકો ઔપચારિક ધીરાણ મેળવી શકે છે.

Credit supply to MSMEs : એમએસએમઈ સેક્ટરમાં ક્રેડિટ ગેપનો ઘટાડો, તમામ પાસાં ધ્યાન આપવા લાયક

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 2:58 PM IST

હૈદરાબાદ : કુશળ અને અર્ધકુશળ શ્રમિકો માટે 111 મિલિયન નોકરીની તકો પેદા કરીને ભારતના જીડીપીમાં એમએસએમઈ ક્ષેત્રે સતત 30 ટકા હિસ્સો આપ્યો છે. રુપિયા 37 ટ્રિલિયનની એડ્રેસેબલ ક્રેડિટ ડિમાન્ડ અને રૂ. 14.5 ટ્રિલિયનના હાલના મુખ્ય પ્રવાહના પુરવઠા સાથે એમએસએમઈ ક્ષેત્ર રુપિયા 20થી 25 ટ્રિલિયનના ક્રેડિટ ગેપનો સામનો કરી રહ્યું છે.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ એવેન્ડસ કેપિટલના જણાવ્યા અનુસાર એમએસએમઈ સેક્ટરમાં કુલ ધીરાણ તફાવત 819 બિલિયન ડોલરની કુલ એડ્રેસેબલ ક્રેડિટ ડિમાન્ડમાંથી 530 બિલિયન ડોલર હતી, જેમાંથી માત્ર 289 બિલિયન ડોલર MSME લોનની ડિમાન્ડ બેંકો અને NBFCs, ખાનગી બેંકો, પબ્લિક જેવા ઔપચારિક ધીરાણકર્તાઓ દ્વારા પૂરી કરવામાં આવી છે. અર્થતંત્રમાં તેમની આવી અગ્રણી ભૂમિકા હોવા છતાં, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ની ક્રેડિટ ગેપ વૈશ્વિકસ્તરે એક અણધારી પડકાર બની રહી છે. આપણાં દેશમાં વર્તમાન વ્યાપાર ઇકોસિસ્ટમ એક એવી છે જે મુખ્યત્વે એમએસએમઇ સેક્ટરનું પ્રભુત્વ ધરાવે છે, પરંતુ એ આશ્ચર્યજનક છે કે એમએસએમઇ સેક્ટરમાં 25 ટ્રિલિયન રુપિયાની ક્રેડિટ ગેપ છે. બારમાસી મૂડીની મર્યાદા સેક્ટરને તેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાથી મર્યાદિત કરી રહી છે.

વિશ્વ બેંકનો આ અહેવાલ હાઇલાઇટ કરે છે કે ઓછામાં ઓછા નાણાકીય અને નિયમનકારી સમર્થન સાથે પણ મોટાભાગના વિકાસશીલ દેશોમાં આ સેક્ટર સૌથી મોટું રોજગારદાતા છે. 2030 સુધીમાં વિશ્વભરમાં વધનારા રોજગારવાંચ્છુઓને સમાવી લેવા માટે 600 મિલિયન નોકરીઓ જરૂરી છે. તે જોતાં કોેવી રીતે ધીરાણના ઔપચારિક ઍક્સેસ સાથે એમએસએમઇ સેક્ટરને સશક્ત બનાવવું તે વિશ્વભરની સરકારો માટે મુખ્ય મુદ્દો બની ગયું છે. એમએસએમઇ સેક્ટરના વિકાસને પ્રોત્સાહન આપવાથી રોજગારીનું સર્જન વધારવામાં, આવકના સ્તરમાં વધારો કરવામાં અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા પર અસર પડશે.

આમ જૂઓ તો ભારતના આર્થિક માળખાની કરોડરજ્જુ એમએસએમઇ સેગમેન્ટ છે. જે દેશના ઔદ્યોગિક ક્ષેત્રના પ્રાથમિક ડ્રાઇવરો પૈકીનું એક છે. આ સેક્ટર કુલ ઔદ્યોગિક ઉત્પાદનના 45 ટકા, કુલ નિકાસના 40 ટકા અને રાષ્ટ્રના જીડીપીમાં લગભગ 33 ટકા યોગદાન આપે છે. તેમ ચોક્કસ કહી શકાય કે કે એમએસએમઇ સેક્ટર દેશના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં મજબૂત પેઠ બનાવી છે. રોજગાર, નવીનતા અને આર્થિક વિકાસના ચાવીરૂપ ચાલકોમાંના એક તરીકે એમએસએમઇ પાસે સંપત્તિનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવા અને દેશમાં પ્રાદેશિક અને આર્થિક અસંતુલનને કાબૂમાં લેવાની અપાર ક્ષમતા છે. ભારતના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હોવા છતાં મોટી સંખ્યામાં હજુ દેશની ઔપચારિક નાણાકીય ઇકોસિસ્ટમમાં એકીકૃત થવું બાકી છે. ભારતમાં 64 મિલિયન એમએસએમઇમાંથી માત્ર 14 ટકા જ ધીરાણની ઍક્સેસ ધરાવે છે.

સરળ શબ્દોમાં કહીએ તો આ ક્ષેત્રની વાસ્તવિક સંભાવના નિષ્ક્રિય છે. એમએસએમઇમાં, મધ્યમ કદના સાહસો નાણાકીય સંસ્થાઓ દ્વારા તેમના સ્થિર રોકડ પ્રવાહ, ઔપચારિક કામગીરી અને ઉચ્ચ ધીરાણપાત્રતાને ધ્યાનમાં રાખીને સૌથી વધુ સારી રીતે સેવા આપે છે. પરંપરાગત બેંક ધીરાણના કાર્યક્ષેત્રની બહાર લગભગ 80 ટકા એમએસએમઇ સાથે, આ ધીરાણ સંકટવાળા વ્યવસાયો ખાનગી અથવા અનૌપચારિક સ્ત્રોતોમાંથી ખૂબ ઊંચા ખર્ચે ધીરાણ પ્રાપ્ત કરે છે. સરકાર ધીરાણ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ (CGTMSE) જે એમએસએમઇને કોલેટરલ ફ્રી ધીરાણની સુવિધા આપે છે, તેના લીધે નાણાંકીય વર્ષ 2022માં લોન ગેરંટીઓમાં 52 ટકાનો વધારો નોંધાયો હતો કારણ કે સરેરાશ લોન મંજૂરીનું કદ વધ્યું હતું.

MSME માટે ધીરાણ અને તરલતા સંબંધિત નીતિઓ વિકસાવવા માટે સરકારે ઘણા સમયસર પગલાં અને નિયમો રજૂ કર્યા હોવા છતાં, એમએસએમઇ સેગમેન્ટમાં ભંડોળનો પ્રવાહ ખૂબ પાતળો રહ્યો છે. ‘ BLinC ઇન્વેસ્ટ એમએસએમઇ લેન્ડિંગ રિપોર્ટ 2022 ’ મુજબ, બેન્કો અને એનબીએપસી હાલમાં એમએસએમઇ ક્ષેત્રની કુલ ધીરાણ માગના 15 ટકા કરતા પણ ઓછું મંજૂર કરે કરે છે. આમાંના ઘણા વ્યવસાયો રોકડ-સંચાલિત મોડલ્સ પર ભારે આધાર રાખે છે. ઔપચારિક નાણાકીય સેવાઓની પહેલમાં કોરોનાકાળથી નોંધપાત્ર વધારો અનુભવે છે. રોગચાળા પછી, એમએસએમઇ સેક્ટર હવે ડિજિટલ સોલ્યુશન્સ અપનાવવા વધુ ઉત્સુક છે. આનાથી નવી ટેક્નોલોજી કંપનીઓ માટે એમએસએમઇના ઝડપથી વિસ્તરતા ક્ષેત્રની માઇક્રો ટ્રાન્ઝેક્શન જરૂરિયાતો પૂરી કરવા અને તેના બદલામાં વિસ્તરી રહેલા ક્રેડિટ ગેપને ઘટાડવા માટે વધુ માર્ગો ખોલવામાં આવ્યા છે.

BLinC ઇન્વેસ્ટ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) જેવા અદ્યતન ડેટા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉભરતા ધીરાણ મોડલના આગમનથી એમએસએમઇ સેક્ટરમાં ક્રેડિટ ગેપ ઘટાડવાની ક્ષમતા છે. તાજેતરના મહિનાઓમાં ઓનલાઈન લોન વિતરણમાં 2 ગણો વધારો થયો છે. આરબીઆઈની તાજેતરની ડિજિટલ ધીરાણ માર્ગદર્શિકા દ્વારા સમર્થિત, ફિનટેક ધીરાણકર્તાઓ વૈકલ્પિક ક્રેડિટ સ્કોરિંગ મિકેનિઝમનો લાભ લઈ રહ્યા છે અને સેશેટ-સાઇઝની લોન ઓફર કરવા માટે કેશ ફ્લો આધારિત મૂલ્યાંકન સાથે ડેટા-બેક્ડ અંડરરાઈટિંગ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. ફિનટેક ધીરાણકર્તાઓ પોઇન્ટ ઓફ સેલ- POS ચેનલો દ્વારા ટૂંકા ગાળાની મૂડી માટેની એમએસએમઇની માગને પણ પૂરી કરી રહ્યા છે. તેઓ હવે રિટેલરો સાથે ભાગીદારી કરી રહ્યાં છે, ઉપલબ્ધ વ્યવહારિક ડેટાનો લાભ લઈ રહ્યા છે અને ચેકઆઉટ પોઈન્ટ પર ધીરાણ ઉકેલોને એકીકૃત કરી રહ્યાં છે. ડિજિટલ ધીરાણે એક નવા દાખલાનો પ્રારંભ કર્યો છે, જે એમએસએમઇને સમયસર અને પોસાય તેવા ભંડોળને ઍક્સેસ કરવામાં સક્ષમ બનાવે છે.

આરબીઆઈ વેબસાઇટ પર સોમવારે પ્રકાશિત થયેલા ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એમ. રાજેશ્વર રાવના ભાષણ મુજબ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા એમએસએમઇ ક્ષેત્રમાં વર્તમાન ક્રેડિટ ગેપને પૂર્ણ કરવાની વિશાળ તકને સંબોધવા માટે આહ્વાન કર્યું છે. તાજેતરમાં થ્રિસુર મેનેજમેન્ટ એસોસિએશનના 31મા વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શનને સંબોધતા, રાવે ભારપૂર્વક જણાવ્યું હતું કે " ભારતના ધીરાણ બજારમાં નિર્ણાયક મુદ્દો એમએસએમઇ માટે ધીરાણની માંગ અને પુરવઠા વચ્ચે સતત તફાવત છે. આને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા તકના ક્ષેત્ર તરીકે જોવું જોઈએ," આ તેમણે દેશમાં નાણાકીય સમાવેશને ચલાવવાના પડકારો અને તકોને પ્રકાશિત કરતા કહ્યું છે. રાવે તેમની આવકના સ્તરના આધારે સમાજના વિવિધ વર્ગો માટે શ્રેષ્ઠ અનુરૂપ હોય તેવા બેસ્પોક ઉત્પાદનો અને સેવાઓ વિકસાવીને નાણાકીય સમાવેશને પુનઃવ્યાખ્યાયિત કરવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. આમાં નવીન ઉકેલોનો સમાવેશ થશે જે લોકો માટે માત્ર મૂળભૂત જ નહીં, પરંતુ વિવિધ નાણાકીય સેવાઓનો ઉપયોગ કરવાનું પણ સરળ બનાવે છે, એવું પણ તેમણે જણાવ્યું હતું.

ભારતમાં નાણાકીય સમાવેશને આગળ વધારવાના પરિબળોમાં ડેટાના જવાબદાર ઉપયોગને સક્ષમ કરવા માટે આરબીઆઈના એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્કથી વૈકલ્પિક ધીરાણ મોડલ્સ જેમ કે રોકડ પ્રવાહ આધારિત ધીરાણ અને માર્કેટપ્લેસ ધીરાણ અથવા જેને આપણે પીઅર-ટુ-પીઅર તરીકે જાણીએ છીએ તેના વિકાસને વેગ આપવાની અપેક્ષા છે. રાવે જણાવ્યું હતું કે, ધીરાણથી શેરી વિક્રેતાઓ સહિતના નાના વ્યવસાયોને લોન સુરક્ષિત કરવા માટે સક્ષમ બનાવશે કે જેમની પાસે પરંપરાગત કોલેટરલ નથી. મધ્યસ્થ બેન્કના ડિસેમ્બર 2022 મુજબ ભારતમાં બેન્કિંગના વલણ અને પ્રગતિ અંગેનો અહેવાલમાં જણાવાયું છે તેમ મહત્વપૂર્ણ છે કે કોવિડ પછીના સમયગાળામાં ઔદ્યોગિક ક્ષેત્રમાં એમએસએમઈની ધીરાણ વૃદ્ધિ માત્ર વાર્ષિક ધોરણે જ નહીં, મોટા ઉદ્યોગોને ધીરાણ વૃદ્ધિની તુલનામાં પણ “ સ્પષ્ટ રીતે વધારે ” હતી.

એમએસએમઈ ઉદ્યોગોને ધીરાણ FY21માં લગભગ 20 ટકા અને FY22માં 35 ટકાથી વધુ વૃદ્ધિ પામ્યા પછી FY20માં લગભગ 2 ટકાની નકારાત્મક વૃદ્ધિ થઈ, જે FY19માં લગભગ 3 ટકાથી ઘટીને કોવિડ અસર દર્શાવે છે. તેનાથી વિપરીત મોટા ઉદ્યોગોને ધીરાણ વૃદ્ધિ નાણાકીય વર્ષ 21માં માઈનસ 5 ટકાની આસપાસ રહી હતી અને નાણાકીય વર્ષ 22માં લગભગ 3 ટકાની આસપાસ સકારાત્મક થઈ હતી.

ફાઇનાન્સના અભાવની આસપાસની સમસ્યાના પ્રમાણને જોતાં, તે સ્પષ્ટ છે કે કોઈ એક ઉકેલ આ અંતરને દૂર કરી શકશે નહીં, નવા ફાઇનાન્સિંગ મોડલ્સ રજૂ કરવાની અને અપનાવવાની જરૂર છે. વૈકલ્પિક ફાઇનાન્સિંગ સાધનો જેમ કે ઇક્વિટી ફાઇનાન્સ, પીઅર ટુ પીઅર ધિરાણ, TReDS વગેરેમાં વૃદ્ધિ થવાની ઘણી સંભાવનાઓ છે. TReDS એ એક સંસ્થાકીય મિકેનિઝમ છે જેની સ્થાપના બહુવિધ ફાઇનાન્સર્સ દ્વારા ઇન્વૉઇસ ડિસ્કાઉન્ટિંગ દ્વારા કોર્પોરેટ ખરીદદારો પાસેથી એમએસએમઈના વેપાર પ્રાપ્તિને સરળ બનાવવા માટે કરવામાં આવી છે.

સરકાર અને આરબીઆઈ તરફથી ઘણી બધી નીતિઓ અને યોજનાઓ હોવા છતાં એમએસએમઈ ક્ષેત્ર સમયસર અને પર્યાપ્ત નાણાં મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ સમસ્યા ઉદ્યોગસાહસિકો અને બેન્કરો બંનેની બાજુથી દેખાઇ રહી છે. ડિજિટલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના યુગમાં ભારત સેવા ક્ષેત્રમાં ઘણા નાના, પરંતુ નવીન સ્ટાર્ટઅપ્સનું સાક્ષી છે. જેને જોખમ મૂડી અને સમયસર ધીરાણના સ્વરૂપમાં સહાયની જરૂર છે.

એમએસએમઈ પણ મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરી રહી છે અને બજારમાં સ્પર્ધાત્મક ઉત્પાદનો લાવી રહી છે. એ હકીકત હોવા છતાં કે મોટી સંખ્યામાં સાહસો મંદ પડી રહ્યા છે. અમે એ વાતનો ઈન્કાર કરી શકતા નથી કે એનપીએનો દર મોટા ઉદ્યોગો કરતા ઓછો છે અને બેંકોએ આ હકીકતને ધ્યાનમાં લેવી જોઈએ. રિમોટ અનબેંક્ડ/બેન્કિંગ વિનાના વિસ્તારોમાં બેંકિંગ સુવિધાઓની પહોંચ સુનિશ્ચિત કરવાની પણ જરૂર છે. ભારતમાં એમએસએમઈ દ્વારા સામનો કરવામાં આવતી અનેક સમસ્યાઓના નિરાકરણમાં બેંકોની મહત્વની ભૂમિકા છે. બેંકોએ પોતાની જાતને માત્ર ધીરાણ પ્રદાતા તરીકે નહીં પરંતુ આ સાહસોના વિકાસમાં ભાગીદાર તરીકે જોવાની હોય છે. પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સના પ્રોત્સાહન પ્રક્રિયા દ્વારા તેઓ વ્યવસાયમાં તેમના મૂળીયાં જમાવે છે. તેથી, બેંકોએ તેમના એમએસઈ ઋણધારકોને સર્વગ્રાહી માર્ગદર્શન અને ટેકો આપવા અને તેમનું પાલનપોષણ કરવા માટે નાણાકીય સલાહ/નાણાકીય વ્યવસ્થાપન સેવાઓ પ્રદાન કરવી જોઈએ. બેંકો કાર્યાત્મક અપૂર્ણતા અને બજારના અંતરને દૂર કરવા માટે વિશેષ ઔદ્યોગિક અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી વિભાગોની સ્થાપના કરી શકે છે.

સ્ટાર્ટઅપ એમએસએમઇ માટે નિષ્ફળતાનો દર વધુ હોઈ શકે છે, પરંતુ જોખમ હોવા છતાં સમાવેશી વૃદ્ધિની ખાતરી કરવા માટે આ સાહસોનું ધીરાણ આવશ્યક છે અને અહીં ક્રેડિટ ગેરંટી સ્કીમ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ક્રેડિટ ગેરંટીએ એમએસએમઇ ક્રેડિટની સુવિધા માટે એકમાત્ર માપદંડ નથી. પરંતુ અમે એ હકીકતને નકારી શકીએ નહીં કે કોલેટરલનો અભાવ એ બેન્કો દ્વારા સારા પ્રોજેક્ટને નકારવાનું મુખ્ય કારણ છે. ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ લોન આપતી વખતે નાણાકીય સંસ્થાઓ પણ સલામત છે. તેથી, આ યોજનાને બેંકરો અને ઉદ્યોગસાહસિકોમાં લોકપ્રિય બનાવવી જોઈએ.

સરકાર તરફથી અન્ય સમર્થનની જરૂર છે. જેમ કે બિડિંગ માટેના ટેન્ડર ફોર્મ મફતમાં ઉપલબ્ધ કરાવવા જોઈએ, અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) અને સિક્યોરિટી ડિપોઝિટ (SD) ની ચુકવણીમાંથી મુક્તિ, બિલ ડિસ્કાઉન્ટિંગ સુવિધા સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવી જોઈએ. ઓર્ડર, 10 ટકા ભાવ પસંદગી એટલે કે જ્યાં સૂક્ષ્મ અને નાના સાહસોની બિડ L1 ( ઓછામાં ઓછી કિંમતની બિડ ) ના 10 ટકાની અંદર હોય, સ્થાનિક સૂક્ષ્મ અને નાના સાહસોને L1 પર ઓર્ડરના વાજબી ભાગની ઓફર આપવામાં આવેે, વ્યાજ પર સબસિડી 5 વર્ષ માટે, નવા એમએસએમઇ 5 વર્ષ માટે કરવેરા પર સબસિડી વગેરે કરી શકાય છે.

લેખક : પીવી રાવ, ડિરેક્ટર, પેન્નાર ઇન્ડસ્ટ્રીઝ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.