ETV Bharat / bharat

દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 15 ઓગસ્ટે આ ફ્લાઇટ્સ બંધ રહેશે - લેન્ડિંગ અને ટેકઓફ પર પ્રતિબંધ

15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં વિમાન સેવા માટે એક નોટિસ જારી કરવામાં આવી છે. જે મુજબ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 15 ઓગસ્ટના દિવસે નોનશિડ્યૂલ ફ્લાઈટના ટેક ઓફ અને લેન્ડિંગ બંધ રહેશે.

દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 15 ઓગસ્ટે આ ફ્લાઇટ્સ બંધ રહેશે

author img

By

Published : Aug 13, 2021, 4:07 PM IST

  • 15 ઓગસ્ટને લઇને જાહેર નોટિસ
  • ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે બહાર પાડી નોટિસ
  • નોનશિડ્યૂલ ફ્લાઈટ નહીં ભરે ઉડાન

નવી દિલ્હીઃ 15 ઓગસ્ટને લઇને દિલ્હી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક દ્વારા એક નોટિસ બહાર પાડવામાં આવી છે. નોટિસ અનુસાર સવારે 6:00 વાગ્યાથી સવારના 10:00 વાગ્યા સુધી અને સાંજના 4:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી નોન-શેડ્યુલ્ડ ફ્લાઇટ્સની લેન્ડિંગ અને ટેક-ઓફ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ફક્ત વીવીપીઆઈ મૂવમેન્ટ રહેશે

જીએમઆર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નિર્ધારિત ફ્લાઇટ સિવાય, આ સમયગાળા દરમિયાન માત્ર ભારતીય વાયુસેના, બીએસએફ અને આર્મી એવિએશન હેલિકોપ્ટરોને ટેકઓફ અને લેન્ડિંગની મંજૂરી આપવામાં આવશે. આ સાથે રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યપ્રધાનોની ફ્લાઇટ્સ અને હેલિકોપ્ટરને પણ આ પ્રતિબંધોમાંથી બહાર રાખવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ USમાં 15મી ઓગસ્ટની થશે ધામધૂમથી ઉજવણી, ત્રિરંગાના રંગમાં રંગાશે વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં સ્વંતત્ર દિવસની તૈયારીઓ શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.