- ગુજરાતની હોસ્પિટલમાં આગથી બચવાની વ્યવસ્થા નથી
- સુપ્રીમ કોર્ટમાં આજે ગુજરાતની હોસ્પિટલ અંગે થઈ શકે છે સુનાવણી
- ગુજરાતની 30 હોસ્પિટલમાં પીવાના પાણીનું કનેક્શન (Drinking water connection) કાપી દેવાયું
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજકોટની હોસ્પિટલમાં આગ લાગ્યા પછી કોરોનાના દર્દીઓના મોત મામલામાં જાતે સંજ્ઞાન લઈને ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી હતી. આના જવાબમાં એક એફિડેવિટ પણ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં આજે (સોમવારે) સુનાવણી થઈ શકે છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્યના 1,101 હોસ્પિટલ પાસે હજી પણ માન્ય આગ સલામતી પ્રમાણપત્ર (Valid fire safety certificate) નથી. આ સર્ટિફિકેટ ગુજરાત ફાયર પ્રોટેક્શન (Gujarat Fire Protection) અને જીવન રક્ષા ઉપાય કાયદા અંતર્ગત જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચો- Pegasus espionage case: સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસની અરજીની સુનાવણી માટે સંમતિ આપી
રાજકોટની ઘટનાથી સુપ્રીમ કોર્ટે જાતે સંજ્ઞાન લીધું
આપને જણાવી દઈએ કે, ગુજરાતના રાજકોટ શહેરની એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી તેમાં દર્દીઓના મોત પછી સુપ્રીમ કોર્ટે જાતે સંજ્ઞાન લઈને જાહેરહિતની અરજી (Public interest application) દાખલ કરી હતી. ત્યારબાદ ગુજરાત સરકારથી રાજ્યના હોસ્પિટલ્સમાં અગ્નિ સુરક્ષા વ્યવસ્થા (Fire safety system) અંગે નોટિસ (Notice) જાહેર કરી જવાબ માગ્યો હતો. હાલમાં જ ગુજરાત સરકારે (Gujarat Government) આ અંગે એફિડેવિટ દાખલ કરી છે.
આ પણ વાંચો- સંપત્તિનું નુકસાન ગૃહમાં બોલવાની સ્વતંત્રતા નહીંઃ Supreme Court
ગુજરાતની 1,101 હોસ્પિટલ પાસે ફાયર NOC નથી
સોમવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આ મામલે સુનાવણી થઈ શકે છે. તે દરમિયાન રાજ્યમાં કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર અને મૃતકોના મૃતદેહોને ગરિમાપૂર્વક અંતિમ સંસ્કાર કરવા પર વિચાર થઈ શકે છે. ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અધિક સચિવ મુકેશ પૂરી (Mukesh Puri, Additional Secretary, Urban Development Department)એ એફિડેવિટમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે 5,705 હોસ્પિટલ છે. આમાંથી 4,604ની પાસે ફાયર વિભાગની NOC (Fire department) છે, પરંતુ 1,101 પાસે નથી. આ NOC ત્યારે જાહેર કરવામાં આવે છે. જ્યારે અરજદાર હોસ્પિટલ આગથી બચવા માટે તમામ વ્યવસ્થા કરે છે.
નિયમોનું પાલન ન કરવા પર આ કાર્યવાહી કરવામાં આવી
ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની જાણકારી આપતા એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે, અગ્નિ સુરક્ષા નિયમો (Fire safety regulations)નું પાલન ન કરનારી 1,500 હોસ્પિટલને કારણદર્શક નોટિસ (Causal notice) જાહેર કરવામાં આવી છે. 30 હોસ્પિટલના પીવાના પાણીનું કનેક્શન (Drinking water connection) કાપી દેવામાં આવ્યું છે. તો 185 હોસ્પિટલને આંશિકરૂપથી સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે, જેથી આ હોસ્પિટલ અગ્નિ સુરક્ષા નિયમો (Fire safety regulations)નું પાલન કરે. આ સંસ્થાનોએ નિયમોનું પાલન કર્યા પછી ખોલી શકાશે. એફિડેવિટ અનુસાર, વર્તમાનમાં ગુજરાતની 47 હોસ્પિટલમાં જ કોરોનાના દર્દીની સારવાર ચાલી રહી છે. આ તમામ પાસે ફાયર NOC છે.