ETV Bharat / bharat

આર્યન અને અન્ય 2ને કૉર્ટની રાહત, કહ્યું- ડ્રગ્સ સંબંધિત ગુનો કરવા કાવતરું ઘડ્યું હોય તેના કોઈ પુરાવા નથી - બોમ્બે હાઈકોર્ટ આર્યન ખાન કેસ

અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (aryan khan son of shahrukh khan) અને અન્ય બેને મુંબઈમાં ક્રુઝ જહાજ (drugs cruise case) પર કથિત માદક દ્રવ્યો જપ્ત કરવાના કેસમાં જામીન આપનારા પોતાના વિગતવાર આદેશમાં બોમ્બે હાઈકોર્ટે (bombay high court) કહ્યું છે કે, પ્રથમ દૃષ્ટિએ તેને આરોપીઓ વિરુદ્ધ એવા કોઈ સકારાત્મક પુરાવા મળ્યા નથી, જે દર્શાવતા હોય કે આરોપીઓએ ગુનો કરવા માટે કાવતરું ઘડ્યું હતું.

આર્યન અને અન્ય 2ને કૉર્ટની રાહત, કહ્યું- ડ્રગ્સ સંબંધિત ગુનો કરવા કાવતરું ઘડ્યું હોય તેના કોઈ પુરાવા નથી

author img

By

Published : Nov 20, 2021, 10:59 PM IST

  • વ્હોટ્સએપ ચેટથી કંઈપણ વાંધાજનક નથી મળ્યું
  • આરોપીઓએ ગુનો કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેના પુરાવા નહીં
  • કોર્ટને સમજાવવા માટે રેકોર્ડ પર કોઈ સકારાત્મક પુરાવા નથી

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટ (bombay high court)ના જસ્ટિસ N.W. સાંબ્રેની એકલ ખંડપીઠે 28 ઓક્ટોબરે આર્યન ખાન (aryan khan), તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચાને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા (granted bail) હતા. વિગતવાર ઓર્ડરની નકલ શનિવારે આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, આર્યન ખાનના મોબાઈલ ફોનમાંથી લેવામાં આવેલી વ્હોટ્સએપ ચેટ (aryan khan whatsapp chat)થી જાણવા મળે છે કે એવું કંઇપણ વાંધાજનક નથી મળ્યું, જે બતાવતું હોય કે તેણે, મર્ચન્ટ અને ધમેચા અને કેસના અન્ય આરોપીઓએ ગુનો કરવાનું ષડયંત્ર રચ્યું હોય.

આર્યનના નિવેદનને ફક્ત તપાસના હેતુ માટે ધ્યાનમાં લેવામાં આવી શકે

તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે NDPS કાયદાની કલમ 67 હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા નોંધાયેલ આર્યન ખાનના કબૂલાતના નિવેદનને માત્ર તપાસના હેતુ માટે ધ્યાનમાં લેવામાં આવી શકે છે અને આરોપીએ કોઈ ગુનો કર્યો છે તે નિષ્કર્ષ કાઢવા માટે તેનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકાતો નથી. 14 પાનાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'કોર્ટને સમજાવવા માટે રેકોર્ડ પર કોઈ સકારાત્મક પુરાવા નથી કે સમાન ઇરાદા ધરાવતા તમામ આરોપીઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે સંમત થયા છે.' કોર્ટે NCBની એ દલીલને ફગાવી દીધી હતી કે, તમામ આરોપીઓના કેસ એકસાથે વિચારવામાં આવે.

ફરિયાદી પક્ષે તબીબી તપાસ પણ કરી નથી

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણેય પહેલાથી જ લગભગ 25 દિવસ જેલમાં વિતાવી ચૂક્યા છે અને ફરિયાદી પક્ષે તેમની તબીબી તપાસ પણ કરી નથી કે તેઓ માદક દ્રવ્યોનું સેવન કરે છે કે નહીં. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આર્યન ખાન પાસેથી કોઈ વાંધાજનક પદાર્થ મળ્યો નથી અને આ હકીકત પર કોઈ વિવાદ નથી. મર્ચન્ટ અને ધામેચા પાસેથી ગેરકાયદેસર નશીલા પદાર્થો મળી આવ્યા હતા, જેનો જથ્થો ખૂબ ઓછો હતો.

કાવતરું ઘડ્યું હતું તે સ્થાપિત કરવા પુરાવા છે કે કેમ?

આદેશ મુજબ, અદાલતે આવા કેસોમાં પહેલા એ તપાસવું જરૂરી છે કે શું અરજદારો (આર્યન ખાન, મર્ચન્ટ અને ધામેચા)એ કાવતરું ઘડ્યું હતું તે પ્રાથમિક દૃષ્ટિએ સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા છે કે કેમ? અને NDPS એક્ટની કલમ 29ની જોગવાઈઓ લાગુ કરવામાં યોગ્ય છે. ન્યાયાધીશ સાંબ્રેએ કહ્યું કે, અદાલતે એ હકીકત પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂર હોય છે કે આરોપીઓ વિરુદ્ધ કાવતરાનો કેસ સાબિત કરવા માટે પુરાવા તરીકે કેટલીક સામગ્રી ઉપલબ્ધ હોય.

આવા ગુનાની સજા એક વર્ષથી વધુ નથી

કોર્ટે કહ્યું કે, માત્ર એટલા માટે કે અરજદાર ક્રુઝ પર મુસાફરી કરી રહ્યા હતા, તેથી NDPS એક્ટની કલમ 29 ની જોગવાઈઓ લાગુ કરવી સંતોષકારક કારણ કહી શકાય નહીં. જસ્ટિસ સાંબ્રેએ કહ્યું કે, જો ફરિયાદી પક્ષના કેસને જોવામાં આવે તો પણ આવા ગુનાની સજા એક વર્ષથી વધુ નથી.

આ પણ વાંચો: બહેન પ્રિયંકા ગાંધીના રસ્તે BJP MP વરુણ ગાંધી, PM મોદીને પત્ર લખીને કરી આ માંગ

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ લખી વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી, જો નિયત સાચી છે તો ગૃહ રાજ્યપ્રધાનને કહો રાજીનામું આપે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.