બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં PUBG ગેમ રમવાના વ્યસની એક કિશોરે રેલ્વે પોલીસને ફોન કર્યો અને તેના PUBG પાર્ટનરને મુસાફરી કરતા અટકાવવા માટે યેલાહંકા રેલ્વે સ્ટેશન પર બોમ્બ હોવાની જાણ કરી. આ પછી રેલવે પોલીસમાં દોડધામ મચી (Call to Railway Police for PUBG Partner) ગઈ હતી. તમામ મુસાફરોને બહાર કાઢ્યા બાદ તરત જ રેલવે પોલીસે સ્ટેશનની તપાસ કરી, પરંતુ માહિતી ખોટી નીકળી હતી.
આ પણ વાંચો: hindu mahapanchayat in delhi: દિલ્હી પોલીસે ભડકાઉ ભાષણ અને પત્રકારો પર હુમલાના કેસમાં નોંધી FIR
છોકરાએ રેલ્વે પોલીસ હેલ્પલાઈન પર ફોન કર્યો: રેલ્વે પોલીસે જણાવ્યું કે, 30 માર્ચે છોકરાએ રેલ્વે પોલીસ હેલ્પલાઈન પર ફોન કર્યો અને કહ્યું કે, યેલાહંકા રેલ્વે સ્ટેશન પર બોમ્બ છે. ફોન કોલ મળતાં જ પોલીસ સતર્ક થઈ ગઈ અને મુસાફરોને સ્ટેશનની બહાર લઈ જઈ પૂછપરછ કરી. સાવચેતીના ભાગ રૂપે કેટલાક સમય માટે રેલવે સ્ટેશન પર મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
PUBG રમવાની લત: ટીનેજરને PUBG રમવાની લત છે, તેનો pubg પાર્ટનર 30 માર્ચે કાચેગુડા એક્સપ્રેસમાં મુસાફરી કરવાનો હતો. જો તે પ્રવાસે જાય તો તેની રમતમાં વિક્ષેપ પડતો, તેથી છોકરાએ રેલ્વે પોલીસને ફોન કર્યો અને સ્ટેશન પર બોમ્બ વિશે ખોટી માહિતી આપી, જેથી તેનો સાથી મુસાફરી ન કરી શકે. તપાસ બાદ પણ ટ્રેનમાંથી કંઈ ન મળ્યું અને પોલીસ અધિકારીઓએ તે જ નંબર પર ફોન કર્યો તો મોબાઈલ સ્વીચ ઓફ હતો. આ પછી પોલીસે છોકરાના માતા-પિતાના ફોન પર સંપર્ક કર્યો.
આ પણ વાંચો: War 40th day: અમેરિકા યુક્રેનને કરશે મદદ, ઝેલેન્સકીએ કહ્યું- યુક્રેન પર રશિયન હુમલો નરસંહાર સમાન છે
પોલીસે કાર્યવાહી કરી ન હતી: કિશોર તેના માતા-પિતા સાથે બેંગ્લોરના યેલાહંકા વિસ્તારમાં રહે છે. સગીર હોવાથી પોલીસે તેની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. જો કે, તેના માતાપિતાને છોકરા પર નજર રાખવા અને તેની યોગ્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવી હતી.