- UP સરકારે ચૂંટણી ડ્યૂટીમાં પોસ્ટ કરેલી કંપનીઓને મૃત્યુ અથવા ગંભીર ઇજાની ઘટનામાં સહાયની રકમ વધારવાનો નિર્ણય કર્યો
- અકસ્માતમાં મોતની ઘટનામાં નાણાંકીય સહાય 10 લાખની વધારીને 15 લાખ કરી
- કાયમી અપંગતા પર 7.50 લાખ સહાય
લખનૌ: રાજ્ય સરકારે લોકસભા, વિધાનસભા, વિધાન પરિષદ અને પેટા- ચૂંટણી ડ્યૂટીમાં પોસ્ટ કરેલી કંપનીઓને મૃત્યુ અથવા ગંભીર ઇજાની ઘટનામાં અનુમતિપાત્ર સહાયની રકમ વધારવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : લખનૌ: CM યોગીએ લીધી શેલ્ટર હોમની મુલાકાત
આતંકવાદી હુમલામાં ફરજ પર હોય તેને મૃત્યુ પર 30 લાખ
રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તાલીમ અથવા મતદાન દરમિયાન અથવા મત ગણતરી દરમિયાન અકાળે અકસ્માતમાં મોતની ઘટનામાં હાલમાં રૂપિયા 10 લાખની નાણાકીય સહાય આપવામાં આવતી હતી. તે હવે વધારીને 15 લાખ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે કોઈ પણ આતંકવાદી હિંસા/ અસામાજિક તત્વો દ્વારા ફરજ પર, રોડ માઈન્સ, બોમ્બ વિસ્ફોટ, શસ્ત્રોના હુમલાની ઘટનામાં મૃત્યુ બદલ સહાયને હાલમાં 20 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે.
આ પણ વાંચો : લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે પર અકસ્માત, 7ના મોત, 34 ઘાયલ
અપંગતા પર હવે 15 લાખ રૂપિયા અપાશે
આતંકવાદી હિંસા/અસામાજિક તત્વો દ્વારા હત્યા, રોડ માઈન્સ, બોમ્બ વિસ્ફોટો, શસ્ત્રોનો હુમલો વગેરે કારણોથી થયેલી દુર્ઘટનામાં કોઈ અંગની સ્થાયી અપંગતા (સંપૂર્ણ આંખ, હાથ, પગ, વગેરેની સંપૂર્ણ અપંગતાની દશામાં વર્તમાનમાં 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. તે હવે વધારીને 15 લાખ કરી દેવામાં આવ્યાં છે. તો કોઈ અન્ય કારણોસર અકસ્માતમાં કોઈ અંગ (સંપૂર્ણ આંખ, હાથ, પગ વગેરેની સંપૂર્ણ અપંગતા)ની કાયમી અક્ષમતાની સ્થિતિમાં પાંચ લાખ રૂપિયાની સહાયની રકમ માન્ય હતી. જે હવે છે વધારીને 7.50 લાખ કરી દેવામાં આવી છે.