ETV Bharat / bharat

લખનઉથી પકડાયેલા આંતકવાદી DIY મોડ્યુલ પર કરી રહ્યા હતા કામ

લખનઉથી 5 શંકાશીલ આંતકવાદીની ધરપકડ બાદ ઉત્તર પ્રદેશ ATS દરરોજ નવા ખુલાસા કરી રહી છે. યુપી ATS નું માનીએ તો ધરપકડ બાદ શંકાશીલ આંતકવાદી DIY મોડ્યુલ એટલે કે યોરસેલ્ફ મોડ્યુલ પર કામ કરી રહ્યા હતા જેનો મતબલ છે કે જાતે બોમ્બ બનાવો અને હુમલો કરો.

terror
લખનઉથી પકડાયેલા આંતકવાદી DIY મોડ્યુલ પર કરી રહ્યા હતા કામ
author img

By

Published : Jul 18, 2021, 11:13 AM IST

  • UP ATS દરરોજ નવા ખુલાસાઓ કરી રહી
  • આંતકવાદી સામાન્ય વસ્તુઓથી બનાવતા હતા બોમ્બ
  • મોટી ઘટનાને અંજામ આપવીની ફિરાકમાં હતા

લખનઉ : રાજ્યની રાજધાનીમાંથી 5 શંકાશીલ આંતકવાદીઓની ધરપકડ બાદ ATS દરરોજ નવા ખુલાસાઓ કરી રહી છે. UP ATSએ કસ્ટડી રિમાન્ડ દ્વારા પૂછપરછમાં એક નવા કાવતરાની જાણકારી મળી છે. UP ATSની માનીએ તો આ શંકાશીલ આંતકવાદીઓ DIY મોડ્યુલ એટલે કે યોરસેલ્ફ મોડ્યુલ પર કામ કરી રહ્યા હતા જેનો મતબલ છે કે જાતે બોમ્બ બનાવો અને હુમલો કરો.

સામાન્ય વસ્તુથી બોમ્બ બનાવ્યો

ADG લો એન્ડ ઓર્ડર પ્રંશાંત કુમારના પ્રમાણે હાલ સુધી પ્રાપ્ત થયેલી જાણકારી મળી છે તે મુજબ શંકાશીલ આંતકવાદીઓએ પોતાના પૈસાથી બોમ્બ બનાવ્યો હતો. આ સિવાય ઈ રીક્ષાની બેટરીથી પણ બોમ્બ બનાવ્યો હતો અને ફ્રુટ બોમ્બ બનાવવાની પણ તૈયારીમાં હતા. ADGના પ્રમાણે કાકોરીમાંથી ધરપકડ કરવામાં આવેલા બે શંકાશીલ આંતકવાદીઓ ઈન્ટરનેટ દ્વારા અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા અને પછી હેન્ડલર ઉમર-ઉલ-મન્ડીથી સંપર્ક થયો હતો. જાણકારી મુજબ ઉમર-અલ-મન્ડીના કહેવા પ્રમાણે બંન્ને બોમ્બ બનાવવામાં સફળ થયા હતા અને ટર્ગેટનું ચયન કરવાની પ્રોસેસ ચાલુ હતી. પૂછપરછમાં ખબર પડી કે બંન્નેએ માત્ર 3 હજારના રૂપિયામાં પ્રેશર કુકર બોમ્બ બનાવ્યો હતો. જો તેઓ ભીડ વાળી જગ્યા પર ધમાકો કરવામાં સફળ થયા હોત તો મોટુ નુક્સાન થવાની શક્યતા હતી. બંન્ને પોતાના જ પૈસે ઈ-રીક્ષાની બેટરી દ્વારા બોમ્બ બનાવવા અને ફ્રુટ બોમ્બ પણ બનાવવાની તૈયારીમાં હતા.

રાજધાનીમાં થઈ રહી છે આંતકવાદીઓની ભરતી

ADG લો એન્ડ ઓર્ડર પ્રંશાંત કુમારે જણાવ્યું કે આ કામ માટે પાકિસ્તાનના પેશાવરના કુખ્યાત આંતકિ ઉમર-અલ-મન્ડી દ્વારા ભારતમાં આંતકિ સંગઠનમાં સદસ્યોની ભર્તી અને તેમણે રેડિક્લાઈજ કરવાના કાર્ય કરવામાં આવી રહ્યા છે. આ રીતે ઉમર-અલ-મન્ડી કેટલીલ જેહાદી પ્રવૃતિના વ્યક્તિઓની લખનઉમાં ચિન્હીંત અને નિયુક્ત કરી અલકાયદાનું મોડ્યુલ ઉભુ કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલ અંસાર ગજવાતુલ હિંદ જે અલકાયદાનું જ અંગ છે જેને આંતકી ઘટનાઓને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવ્યું હતું.

ઉમરે અલકાયદા મોડ્યુલ માટે આ આંતકીઓની પંસદગી કરી હતી

ADGએ જણાવ્યું કે મોડ્યુલના પ્રમુખ સદસ્યોમાં રાજધાની કાકોરીના મિનહાલ, મડિગામ નિવાસી મશીરૂદ્દીન ઉર્ફ મુશીર, વઝીરગંજનો શકીલ, મુઝફ્ફરનગરનો મુસ્તકીલ અને લખનઉના ન્યુ હૈદરગંજમાં રહેવા વાળા મોહમ્મદ મુઈમ નામનો વ્યક્તિ શામેલ છે. આ લોકોએ ઉમર-અલ-મંન્ડીના કહેવા પર અન્ય સહયોગીઓની સહાયતા સાથે 15 ઓગસ્ટ અને બકરીઈદના દિવસે ઉત્તર પ્રદેશને રક્તરંજીત કરવાની લાગમાં હતા. ADGના પ્રમાણે આ બધા માનવ બોમ્બ બનીને આંતકવાદી ઘટનાઓને અંજામ આપવામાં માહિર હતા. આ માટે તેમના દ્વારા શસ્ત્રો, વિસ્ફોટકો એકત્ર કરવામાં આવ્યા હતા. આ યોજનામાં મિનહાઝ અહમદ, મસીરૂદ્દીન ઉર્ફ મુશીર અને શકિલની મુખ્ય ભૂમિકામાં હતા.

7 દિવસમાં કરવામાં આવ્યા 178 કોલ અને 6 મેઈલ

મિનહાઝ અહેમદ, શકિલ અને મુશીરે 4થી 10 જુલાઈની વચ્ચે મોબાઈલથી 178 ફોન કર્યા હતા. તેમાં 7 કોલ પાકિસ્તાન અને એક નેપાળનો છે. આ લોકોએ 16 મેઈલ પણ કર્યા હતા. આ સમય પહેલા 7 દિવસમાં માત્ર 60-65 કોલ કરવામાં આવ્યા હતા પણ અચાનક 7 જ દિવસમાં આટલા કોલ પાછળ ATS અંદાજો લગાવી રહી છે કે આ આંતકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.