- ભારતીય સ્વતંત્રતા સંગ્રામની મહત્વની ઘટના
- કર્ણાટકના વિદુરાશ્વથમાં ફ્લેગ સત્યાગ્રહનું થયું હતું આયોજન
- પોલિસ ગોળીબારમાં 32 સત્યાગ્રહીઓએ શહીદી વહોરી હતી
ન્યૂઝ ડેસ્ક: ભારતનો તિરંગો સ્વતંત્રતાની આંકાક્ષાઓનું પ્રતીક છે, સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે કોંગ્રેસે જ્યાં પ્રચાર કર્યો હતો, ત્યાં તિરંગો ફરકાવ્યો હતો. બ્રિટિશ રાજ દ્વારા ધ્વજ ફરકાવવા પર પ્રતિબંધ હતો તેમ છતાં માંડયાના શિવપુરમાં ધ્વજ ફરકાવવામાં સફળતા મળી હતી.
‘ફ્લેગ સત્યાગ્રહ’ના આયોજનનો હેતુ
કોંગ્રેસ પક્ષે વિચાર્યું હતું કે, જો વિદુરાશ્વથમાં ‘ફ્લેગ સત્યાગ્રહ’નું આયોજન કરવામાં આવે તો ઘણા લોકોને પક્ષ તરફ આકર્ષી શકાય છે. જો કે, સશસ્ત્ર પોલીસે ‘ફ્લેગ સત્યાગ્રહ’ને રોકવા માટે એક મહિનાની યોજના બનાવી હતી. 1938ના તે દિવસે સ્વાતંત્ર્ય સેનાનીઓ ધ્વજ ફરકાવવાના હતા. જે વખતે પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. તે સમયે પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કરીને ઈંટો ફેકી હતી. આ ઘર્ષણમાં 32 લોકોના મોત થયાં હતાં, જેઓ આઝાદીની ચળવળના શહીદ બન્યાં હતાં.
આ ઘટનાએ સ્વાતંત્ર્ય સંગ્રામને નવું પરિમાણ આપ્યું
ઇતિહાસકાર પ્રોફેસર ગંગાધરે આ ઘટનાની યાદને વાગોળીને કહ્યું હતું કે, પ્રથમ વખત જૂના મૈસૂર પ્રદેશના શિવપુરામાં ‘ફ્લેગ સત્યાગ્રહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંગ્રેજો દ્વારા પ્રતિબંધ મૂકાયો હોવા છતાં સફળ રહ્યો હતો. જૂના મૈસૂરના કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. સ્પષ્ટપણે કહી શકાય કે, આ ઘટનાએ સ્વાતંત્ર્ય સંગ્રામને નવું પરિમાણ આપ્યું હતું.
જલિયાંવાલા બાગની જેમ વિદુરાશ્વથમાં પણ ખૂબ સાંકડો માર્ગ હતો
પંજાબના જલિયાંવાલા બાગ ફાયરિંગની ઘટના બન્યાં પછીના 19 વર્ષ પછી ચિક્કાબલ્લાપુરમાં ગૌરીબિદાનુર પાસે વિદુરાશ્વથમાં ફાયરિંગ થયું હતું. જલિયાંવાલા બાગની જેમ વિદુરાશ્વથમાં પણ ખૂબ સાંકડો માર્ગ હતો અને માર્ગ બંધ હોવાથી લોકો બહાર નીકળી શક્યા ન હતાં. પોલીસોએ હોલની બારીમાંથી ગોળીબાર કર્યો હતો, તેથી જલિયાંવાલા બાગ અને વિદુરાશ્વથા વચ્ચે સમાનતા હતી. તે પછી તેનું નામ કર્ણાટકનો જલિયાંવાલા બાગ રાખવામાં આવ્યું હતું.
BBC પર પ્રસારિત થઇ ગોળીબારની ઘટના
વિદુરાશ્વથમાં થયેલ ફાયરિંગની ઘટનાના સમાચાર BBC પર પ્રસારિત થયાં હતાં. તે સમયે મહાત્મા ગાંધી મુંબઈમાં હતાં. સરદાર પટેલ અને જે બી કૃપલાણીને વિદુરાશ્વથ મોકલવામાં આવ્યા હતા. મિર્ઝા- પટેલનો બ્રિટિશ ધ્વજ સાથે કોંગ્રેસનો ધ્વજ ફરકાવવાનો કરાર પહેલેથી જ થઈ ગયો હતો. ફ્લેગ એ સ્વતંત્રતા સગ્રામનું પ્રતીક મનાય છે. કોંગ્રેસની ઈચ્છા રાષ્ટ્રધ્વજને આગળ કરીને સ્વતંત્રતા આંદોલન ચલાવવાની હતી.
ગાંધીજીનો અભિપ્રાય બદલનારી બની વિદુરાશ્વથ ગોળીબાર ઘટના
પ્રોફેસર ગંગાધરે જણાવ્યું હતું કે, કોંગ્રેસને માત્ર અંગ્રેજો સામે જ નહી પણ સમગ્ર ભારતમાં અંગ્રેજોની સંસ્થાઓ સામે લડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે મૈસૂર આંદોલન ચલાવવામાં આવ્યું હતું. ફાયરિંગની ઘટના પહેલા બ્રિટિશ શાસન સામે કોંગ્રેસ મજબૂત રીતે લડી રહી હતી. પણ ગાંધીજીએ કોંગ્રેસીઓને બ્રિટિશની સંસ્થાઓ સામે લડત ન આપવા હાકલ કરી હતી. ગાંધીજીને મૈસૂરના મહારાજા અને મિર્ઝા ઈસ્માઈલનું શાસન ગમતું હતું. એવામાં વિદુરાશ્વથ બળવો અને ગોળીબારની ઘટના પછી ગાંધીજીએ અભિપ્રાય બદલ્યો હતો.
કોગ્રેસનું આંદોલન પાછળના કારણોમાંથી એક
મહાત્મા ગાંધીએ માત્ર અંગ્રેજો સામે જ નહી, પણ અંગ્રેજોને આધીન સંસ્થાઓ સામે પણ કઠિન સંઘર્ષની હાકલ કરી હતી. આ એક મહત્વપૂર્ણ પગલું હતું. ગાંધીજીએ સમગ્ર ભારતમાં કોગ્રેસનું આંદોલન ચલાવવાનું નક્કી કર્યું હતું. તેની પાછળ વિદુરાશ્વથ ગોળીબાર એક કારણ હતું.