- રાજ્યપ્રધાન બ્રિજેન્દ્ર યાદવના ગામની પાસે આમખોમાં એક કથાનું આયોજન
- ગામમાં કોઇ પણ કંપનીનું નેટવર્ક નથી આવતુ
- 50 ફૂટ ઉંચા હીંચકા પર ચડવુ પડ્યું હતુ
અશોકનગર : એક બાજુ મોદી સરકાર અને મધ્યપ્રદેશમાં શિવરાજ સરકાર વિકાસના મોટા-મોટા વાયદાઓ કરવામાં કોઇ ખામી નથી રાખી. ત્યાં જ મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની પ્રગતિની સાબિતી તેમના પ્રધાન આપી રહ્યા છે. જેમને તેમના જ ગામમાં મોબાઇલ ઉપર વાત કરવા 50 ફુટ ઉપર જઇને મોબાઇલનું સિગ્નલ મળે છે. ત્યારે જઇને એ ક્યાંક મોબાઇલ પર વાત કરી શકે છે.
બ્રિજેન્દ્ર યાદવ વાત કરવા 50 ફૂટ ઉંચા હીંચકા પર જતા
જોકે, બીજેપીના રાજ્યપ્રધાન બ્રિજેન્દ્ર યાદવના ગામની પાસે આમખોમાં એક કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ગામમાં એ હાલત છે કે, મોબાઇલમાં સિગ્નલન નથી આવતુ અને પ્રધાન કથામાં યજમાન હતા. તેમને 9 દિવસ ત્યાં રોકાવવું પડ્યું અને તેમને મોબાઇલ પર વાત કરવા પાસે લાગેલા એક હીંચકો જેની ઉંચાઇ 50 ફૂટ છે ત્યાં જવું પડતુ હતું. જેની પર બેસીને તે પોતાના મોબાઇલથી લોકો અને અધિકારીયોં જોડે વાત કરી શકતા. જ્યારે બીજેપી સરકારના રાજ્ય પ્રધાનના આ હાલત છે તો મધ્યપ્રદેશમાં 15 વર્ષથી વિકાસની વાર્તા સમજી શકાય.