- રાજસ્થાનમાં વધતા કોરોનાના કેસના કારણે સરકારનો નિર્ણય
- રાજ્યમાં જિલ્લાના દરેક પ્રવેશદ્વાર પર ચેકપોસ્ટ ઊભી કરાઈ
- ગૃહ વિભાગે ત્રણ અલગ અલગ આદેશ જાહેર કર્યા
રાજસ્થાનઃ રાજસ્થાનમાં કોરોનાના એક્ટિવ કેસ વધી રહ્યા હોવાથી સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશથી આવતા પ્રવાસીઓનો પણ હવે રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી છે. રાજસ્થાનમાં આગમન પહેલાના 72 કલાક પૂર્વ કરાયેલો ટેસ્ટ જ માન્ય રખાશે. સરકારે દરેક જિલ્લાના કલેક્ટરને આ અંગે આદેશ આપ્યા છે. જિલ્લાના દરેક પ્રવેશદ્વાર પર ચેકપોસ્ટ ઊભી કરવા માટે ગૃહ વિભાગે ત્રણ અલગ અલગ આદેશ જાહેર કર્યા છે.
આ પણ વાંચોઃ વાઘા બોર્ડરથી બે વર્ષ પછી સાસરે પહોંચી પાકિસ્તાની દુલ્હન
રાજસ્થાન આવવા માટે RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો ફરજિયાત
રાજસ્થાનમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગના ગ્રુપ-9ને ત્રણ અલગ અલગ આદેશ જાહેર કર્યા છે અને પંજાબ, હરિયાણા, ગુજરાત અને મધ્યપ્રદેશથી આવતા પ્રવાસીઓને રાજસ્થાન આવવા માટે RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો ફરજિયાત છે. આ પહેલા રાજસ્થાને કેરળ અને મહારાષ્ટ્રથી આવનારા પ્રવાસીઓ માટે જ આ નિયમ બનાવ્યો હતો. હવે રાજસ્થાનમાં પ્રવેશતા જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે.
આ પણ વાંચોઃ નદીઓને જોડીને દેશના વિકાસને એક નવા જ પ્રવાહમાં વાળી શકાય છે