ETV Bharat / bharat

બંગાળમાં કોરોનાના કહેર વચ્ચે પણ વડાપ્રધાન 2 ચૂંટણી રેલીને સંબોધશે - Prime Minister's public program in Bengal

પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 2 મોટી રેલીને સંબોધશે. આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જ્યારે શનિવારે 5મા તબક્કાનું મતદાન થશે. જ્યારે અન્ય તબક્કાનું મતદાન 22, 26 અને 29 એપ્રિલે થશે.

બંગાળમાં કોરોનાના કહેર વચ્ચે પણ વડાપ્રધાન શનિવારે 2 ચૂંટણી રેલી સંબોધશે

author img

By

Published : Apr 17, 2021, 10:04 AM IST

  • પશ્ચિમ બંગાળમાં પણ દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે
  • પશ્ચિમ બંગાળમાં શનિવારે 5મા તબક્કાનું મતદાન થશે
  • વડાપ્રધાન આસનસોલમાં બપોરે ચૂંટણી રેલી સંબોધશે

નવી દિલ્હી/કોલકાતાઃ દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એક તરફ કેન્દ્ર સરકાર લોકોને સાવધાની રાખવાનું કહી રહી છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ કોલકાતામાં રેલીઓ સંબોધીને લાખોની જનમેદની ભેગી કરી રહ્યા છે. શનિવારે ફરી એક વાર વડાપ્રધાન બંગાળમાં 2 મોટી રેલી સંબોધશે. વડાપ્રધાન શનિવારે બપોરે 12 વાગ્યે આસનસોલમાં જનસભા સંબોધશે. ત્યારબાદ બપોરે 2.15 વાગ્યે ગંગારામપુરમાં પણ વડાપ્રધાન અનેક કાર્યક્રમો યોજશે.

આ પણ વાંચોઃ બર્ધમાનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, અડધી ચૂંટણીમાં દીદી બોલ્ડ

પશ્ચિમ બંગાળમાં સાંજે 7 વાગ્યા સુધી જ પ્રચાર કરી શકાશે

આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં શનિવારે 6 જિલ્લાની 45 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ પહેલા 4 તબક્કામાં કુલ 135 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. તો બીજી તરફ, કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે શુક્રવારે ચૂંટણી પ્રચારનો સમય ઘટાડીને રાજકીય પાર્ટીઓ પર અમુક પ્રતિબંધ લગાવ્યા છે. હવે પશ્ચિમ બંગાળમાં સાંજે 7 વાગ્યા સુધી જ પ્રચાર કરી શકાશે.

બંગાળમાં કોરોનાના કહેર વચ્ચે પણ વડાપ્રધાન 2 ચૂંટણી રેલીને સંબોધશે

આ પણ વાંચોઃ મોદી અને મમતા બેનરજી એક સિક્કાની બે બાજુ છેઃ અસદુદ્દીન ઓવૈસી

ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાની મર્યાદા 48 કલાકથી વધારીને 72 કલાક કરી દેવાઈ

મતદાન પહેલા ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાની મર્યાદા 48 કલાકથી વધારીને 72 કલાક કરી દેવામાં આવી છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે 8 તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જોકે, 4 તબક્કાનું મતદાન તો પૂર્ણ પણ થઈ ગયું છે. હવે 5મા તબક્કાનું મતદાન શનિવારે થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.