- NIMS એકેડેમી ઓફ એવિએશનનું ટ્રેનર વિમાન થયું ક્રેશ
- જિલ્લા પ્રશાસને આ ઘટનાની પુષ્ટિ કરી
- 3.30 વાગ્યે વિમાને તેની દિશા ગુમાવી અને જમીન સાથે ક્રેશ થયું
જલગાંવ (મહારાષ્ટ્ર) : ચોપડા તાલુકાના વરડીમાં સાતપુડા પર્વત પર ગાઢ જંગલમાં ટ્રેઈની વિમાન ક્રેશ થયું છે. આ ઘટના આજે 16 જુલાઈ બપોરના 3.30 વાગ્યે બની હતી. આ ઘટનામાં એક પ્રશિક્ષક પાઇલટનું મૃત્યુ થયું છે અને અન્ય મહિલા તાલીમાર્થી ઈજાગ્રસ્ત થઈ છે. જિલ્લા પ્રશાસને આ ઘટનાની પુષ્ટિ કરી છે. તે ધુલે જિલ્લાના શિરપુર ખાતે SVKM બોર્ડની NIMS એકેડેમી ઓફ એવિએશનના તાલિમાર્થી વિમાનચાલકો માટે તાલીમ આપતું વિમાન હતું. શુક્રવારે સવારે એકેડેમી પાઇલટ્સને રાબેતા મુજબ ઉડાન માટે તાલીમ આપી રહી હતી. બપોરે એકેડેમીના કોચ કેપ્ટન નૂરુલ અમીન અને તાલીમાર્થી મહિલા પાઇલટ અંશીકા ગુજર બંને વિમાનમાં હાજર હતા. બપોરના 3.30 વાગ્યે વિમાનનું એન્જિન ખરાબ થઈ જતા વિમાન ક્રેશ થયું હતું, જેના કારણે તે જમીન પર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં કેપ્ટન નૂરુલ અમીનનું મોત નીપજ્યું હતું અને સ્ત્રી તાલીમાર્થી અંશીકા ગુજર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
આ પણ વાંચો: Philippine Plane Crash: સૈન્ય વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, 17 લોકોના મોત
શિરપૂરની NIMS એકેડેમી ઓફ એવિએશનનું હતુ વિમાન
ધુળે જિલ્લાના શિરપુર ખાતે SVKM બોર્ડની NIMS એકેડેમી ઓફ એવિએશનના તાલીમાર્થી વિમાનચાલકો માટે તાલીમ આપતું વિમાન હતું. સવારે એકેડેમી પાઇલટ્સને રાબેતા મુજબ ઉડાન માટે તાલીમ આપવામાં આવી રહી હતી. બપોરે એકેડેમીના પ્રશિક્ષક કેપ્ટન નૂરુલ અમીન અને તાલીમાર્થી મહિલા પાઇલટ અંશીકા ગુજર બંનેએ ઉડાન ભરી હતી. ત્યાર બાદ બપોરના આશરે 3.30 વાગ્યે વિમાને તેની દિશા ગુમાવી અને જમીન સાથે ક્રેશ થયું. આ દુર્ઘટનામાં કેપ્ટન નૂરુલ અમીનનું મોત નીપજ્યું હતું અને સ્ત્રી તાલીમાર્થી અંશીકા ગુજર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
આદિવાસીઓને કારણે બહાર આવી ધટના
આદિવાસીઓ જંગલમાં પોતાના પશુ ચરાવવા જતા આ ઘટના તેમના ધ્યાને આવી હતી. આ બનાવની માહિતી મળતાં ચોપડાના તલાટી તેમજ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થાનિક ગ્રામજનોની મદદથી ઈજાગ્રસ્ત મહિલા પાયલોટ અંશીકા ગુર્જરને ચોપડાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

આ પણ વાંચો: Swedish Airplane Crash: પાયલટ સહિત 9 લોકોના મોત
ઘટનાના ફોટો થયા વાયરલ
આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. શરૂઆતમાં એવો અહેવાલ મળ્યો હતો કે, જલગાંવ જિલ્લાના ચોપડા તાલુકામાં સાતપુડા પર્વતની તળેટીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જો કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ઘટના અંગે સત્તાવાર માહિતી આપવામાં આવ્યા પછી સ્પષ્ટ થયું હતું કે, તે હેલિકોપ્ટર નહીં પણ એક પ્રશિક્ષિત વિમાન હતું. NIMS એકેડેમી ઓફ એવિએશનના અધિકારીઓએ ETV Bharat સાથે વાત કરતાં આ ઘટના વિશેની સત્તાવાર માહિતી આપી હતી.