સંયુક્ત રાષ્ટ્રો વર્ષ ૨૦૧૨થી દર વર્ષે ૧૧ ઑક્ટોબરને કન્યાના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવે છે. યુએન પહેલા, ભારતે વર્ષ ૨૦૦૯થી ૨૪ જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ બાળ દિવસ તરીકે ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ પ્રતીકવાદ હોવા છતાં, સદીઓથી દેશમાં લિંગ ભેદભાવ પ્રવર્તવાનું તો ચાલુ જ રહ્યું છે. બાળકી પ્રત્યેના સામાન્ય ભેદભાવ માટે ભારત અપ્રિય છે. ગર્ભમાં રહેલા બાળકના લિંગને શોધવા માટે સંભવિત માતા પર પૂર્વ-જન્મજાત જાતીય નિર્ધારણ કરવામાં આવે છે. સ્ત્રી ગર્ભનો નિર્દયી રીતે ગર્ભપાત કરવામાં આવે છે. બોજ તરીકે ગણવામાં આવતી બાળકીનાં લગ્ન તેના જ પરિવાર દ્વારા ખૂબ જ કોમળ વયે થાય છે. બાળકી સાથે આ રીતે કરવામાં આવતી અમાનવીય વર્તનની વાર્તાનો અંત નથી.
વર્ષ ૧૯૬૧માં, છ વર્ષનાં દર ૧૦૦૦ છોકરાઓ દીઠ ૯૭૬ છોકરીઓ હતી. ૨૦૦૧ સુધીમાં બાળકીઓનું આ પ્રમાણ ઘટીને ૯૨૭ થઈ ગયું હતું અને ૨૦૧૧ સુધીમાં તે ઘટીને ૯૧૮ થઈ ગયું હતું. આ સ્પષ્ટ રીતે બતાવે છે કે કેવી રીતે સમાજનું ભેદભાવભર્યું વલણ બાળકી બાળક પ્રત્યે ઘાતક રહ્યું છે. એનડીએ સરકારે બાળકી બચાવવા માટે વર્ષ ૨૦૧૫માં 'બેટી બચાવો, બેટી પઢાવો' કાર્યક્રમ શરૂ કર્યો હતો. કેન્દ્રનો દાવો છે કે આ અભિયાનનાં સારાં પરિણામો મળ્યાં છે કારણકે ગુણોત્તર ૧૬ પૉઇન્ટ વધીને ૯૩૪ થયો છે. રાષ્ટ્રીય કન્યા દિવસ નિમિત્તે સરકારે જાહેરાત કરી હતી કે લિંગ ગુણોત્તર ૬૪૦ જિલ્લાઓમાંથી ૪૨૨માં સુધર્યો છે અને ઉ.પ્ર., પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોમાં નોંધપાત્ર અસર જોવા મળી છે. સરકાર દાવો કરે છે કે નવજાત માતાની નોંધણી, સંસ્થાકીય ડિલિવરી અને માધ્યમિક શાળા કક્ષાની છોકરીઓની હાજરીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
જો કે, કૉવિડ -૧૯ એ બાળકીના ભાવિ પર પોતાનો ઘેરો પડછાયો નાખ્યો છે. જ્યારે પ્રત્યેક ૧૦૦૦ છોકરાઓ માટે ૯૫- છોકરીઓ તંદુરસ્ત ગુણોત્તર છે, ત્યારે ભારત હજી પણ તે પ્રાપ્ત કરવાથી ખૂબ દૂર છે. રોગચાળા દરમિયાન મોટા પ્રમાણમાં બાળલગ્ન થયાં હતાં, તે ખરેખર મનને દુઃખ આપનારી બાબત છે. રાષ્ટ્ર ફક્ત આત્મવિશ્વાસ સાથે ત્યારે જ પ્રગતિ કરી શકે છે જ્યારે છોકરીઓનું સશક્તિકરણ કરવાનું વાતાવરણ હોય.
નોંધનીય છે કે ૧૯૯૫ના બેઇજિંગ ઘોષણાના ઉપસિદ્ધાંત તરીકે, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૧૧માં એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે બાળકીને શિક્ષણ અને સારા સ્વાસ્થ્યનો અધિકાર છે. શેફાલી વર્મા, મૈથિલી ઠાકુર, પ્રિયંકા પૉલ, હિમા દાસ, શિવાંગી પાઠક, રિદ્ધિમા પાંડે જેવા લોકોની સફળતાની વાર્તાઓ આશા આપી રહી છે. તે જ સમયે, વૈશ્વિક પોષણ અહેવાલમાં ઘોષણા કરવામાં આવી છે કે ભારતમાં સંતાન રહેવાની વયની દર બેમાંથી એક મહિલા એનિમિયાથી પીડાય છે. ગયા વર્ષે પોતાના અહેવાલમાં, ક્રાય (CRY) નામની એક એનજીઓએ જણાવ્યું છે કે ગ્રામીણ ભારતમાં થઈ રહેલા ૫૭ ટકા લગ્નમાં નવવધૂઓ ૧૫ થી ૧૯ વર્ષની વયની હતી. સંગઠને એવી જાહેરાત પણ કરી છે કે તે વર્ષ દરમિયાન દેશમાં ૭૨ લાખ બાળલગ્ન થયાં હતાં.
રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે સાત રાજ્યોની મહિલાઓએ ઘરેલુ હિંસાની પરિસ્થિતિ વધુ ખરાબ થવાની ફરિયાદ કરી છે, આઠ રાજ્યોમાં લિંગ(sex)નું પ્રમાણ ઘટી ગયું છે અને નવ રાજ્યોની મહિલાઓએ જણાવ્યું છે કે તેઓએ બાળકી તરીકે જાતીય હુમલાનો સામનો કર્યો હતો. સર્વેક્ષણનું પરિણામ ભૂમિ સ્તર પર રહેલી પરિસ્થિતિ વિશે આંખ ખોલનાર છે. વિશ્વ બૅન્કે સૂચવ્યું હતું કે રાષ્ટ્રોએ એવી નીતિઓ બનાવવી જોઈએ કે જેનાથી કન્યા માટે ૧૨ વર્ષ લાંબી અવિરત શિક્ષણ માટે સક્ષમ બને. વર્ષ ૨૦૧૮માં વિશ્વ બૅન્કે ચેતવણી આપી હતી કે જે દેશો આ મોરચે પાછળ છે, તેઓ વાર્ષિક ૧૫થી ૩૦ લાખ કરોડ યુએસ ડૉલરની ઉત્પાદકતા ગુમાવી રહ્યા છે. આવા દુર્ભાગી દેશોમાં ભારત મોખરે છે. દેશના માનવ વિકાસ સૂચકાંક અને વિકાસ દર હરીફાઈના ઘોડાઓની જેમ આગળ વધશે જ્યારે દેશ બાળકીને સુરક્ષા અને સલામતી, સ્વસ્થ વિકાસ, સારું શિક્ષણ, બાળ લગ્ન નાબૂદી અને સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદીને સુનિશ્ચિત કરે તેવી નીતિઓ લાગુ કરે છે અને મહિલા સશક્તિકરણ માટેનાં પગલાઓ પણ લે. તેમાં કોઈ શંકા નથી!
***