- મથુરામાં હોળી અલગ રીતે મનાવવામાં આવે છે
- પંડા પરિવારના સભ્ય બળતા કોલસા પર ચાલી મનાવે છે હોળી
- પ્રસાશન પણ આપે છે સુરક્ષા
મથુરા: જનપદ મુખ્યાલયથી 60 કિલોમીટર દુર શેરગઢ઼ વિસ્તારના ફાલેન ગામમાં સદીઓથી ચાલી આવતી પરંપરા આજે પણ કાયમ છે. અહીં હોલિકા દહન દરમિયાન બળતા કોલસા પર પંડા ઉઘાડા પગે ચાલે છે. આ વખતે વિધી-વિધાન સાથે મોનુ-પડાં કોલસા વચ્ચેથી નિકળ્યો. આ અવસરને નિહાળવા માટે લાખો લોકો પાલમ ગામે પહોંચ્યા. આ ગામમાં આસપાસના 5 ગામનાં લોકો ભાગેદારી રુપે હોલિકા દહનનો ક્રાર્યક્રમ રાખે છે.આ અવસર પર પ્રસાશન તરફથી પણ પૂરતી સુરક્ષા પાડવામાં આવે છે.
આ પણ વાંચો : વિસનગરના લાછડી ગામે હોળીના સળગતા અંગારા પર ચાલવાની પરંપરા
પ્રહલાદ કુંડમાં થાય છે સ્નાન
40 દિવસની કઠોર તપસ્યા કર્યા પછી કોલસા પરથી ચાલનાર વ્યક્તિ હોલિકા દહનના દિવસે પ્રાચીન પ્રહલાદ કુંડમાં સ્નાન કરે છે. મોનું પંડાઓ પાછલા 2 વર્ષોની જેમ આ વર્ષે પણ પરંપરાને જાણવી રાખી. આ અવસર પર શુભ લગ્ન અને મુહર્ત જોયા પછી મોનું પડાની બહેન દુધની ધારથી રસ્તો બનાવે છે અને પછી આ જ રસ્તે મોનું પડા ચાલીને કોલસા પરથી ચાલે છે. જણાવી દઇએ કે પંડા પરિવાર આ પરંપરાને નિભાવતું આવી રહી છે. મોનું પંડાની પહેલા આ પરંપરા તેમના પિતા સુનીલ કુમાર પંડા કરતા હતા.
આ પણ વાંચો : ડાંગનાં લિંગા સ્ટેટ રાજવીનું કંગન મળતાં હોળીની ઉજવણી કરાશે
ફાલેન ગામમાં કરવામાં આવે છે વિશાળ હોલિકા
ફાલેન ગામમાં એક વિશાળ હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે.આ કાર્યક્રમમાં 5 ગામના લોકો આવે છે. આ વિશાળ હોળીની ઉંચાઈ 20 ફિટ અનો પહોળાઈ 15 ફિટ હોય છે. બધા ગામની મહિલાઓ બપોર પછી પૂજન માટે આવે છે. સવારે 4 વાગે શૂભ મહુર્તમાં મોનૂ પંડા કોલસાઓની વચ્ચેથી ચાલ્યો.આ કાર્યક્રમ વિશે ઉપ જિલ્લા અધિકારી હનુમાન પ્રસાદ કહે છે કે ફાલેન ગામમાં આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો, જિલ્લા પ્રસાશને આ કાર્યક્રમ દરમિયાન સુરક્ષા પૂરી પાડી હતી. દર વર્ષે પંડા પરીવારનો એક સભ્ય કોલસા પર ચાલે છે. આ પરંપરા ઘણા વર્ષેથી ચાલી આવે છે.