ETV Bharat / bharat

મંદિરની સંપત્તિ પર માલિકીનો હક ભગવાનનો, પૂજારીનો નહીં, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો - પૂજારી

સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના એક મંદિર કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, પૂજારી અને મેનેજમેન્ટ સમિતિ ફક્ત સેવક છે, માલિક નહીં. કોર્ટે કહ્યું, કોઈપણ મંદિરના નામે રહેલી સંપત્તિનો માલિકીનો હક મંદિરમાં રહેલા અધિષ્ઠાતા દેવનો જ હોય છે, પૂજારીનો નહીં.

રેવન્યૂના રેકોર્ડમાંથી પૂજારીઓના નામ હટાવાનો આદેશ આપવામાં આવ્યો

author img

By

Published : Sep 7, 2021, 3:10 PM IST

  • મંદિરના નામે રહેલી સંપત્તિના માલિક દેવતા જ હોય છે
  • રેવન્યૂના રેકોર્ડમાંથી પૂજારીઓના નામ હટાવાનો આદેશ
  • અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો

ન્યુઝ ડેસ્ક: સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના એક મંદિર કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, પૂજારી અને મેનેજમેન્ટ સમિતિ ફક્ત સેવક છે, માલિક નહીં. સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવતા રેવન્યૂના રેકોર્ડમાંથી પૂજારીઓના નામ હટાવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈપણ મંદિરના નામે રહેલી સંપત્તિનો માલિકીનો હક મંદિરમાં રહેલા અધિષ્ઠાતા દેવનો જ હોય છે, પૂજારીનો નહીં. સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના એક મંદિરના કેસમાં અયોધ્યા વિવાદમાં આવેલા ઐતિહાસિક ચુકાદા પર પ્રકાશ પાડતા આ આદેશ આપ્યો છે.

પૂજારીનું કામ ફક્ત પૂજાપાઠ અને જમીનની દેખભાળ સુધી જ સીમિત રહેશે

મધ્ય પ્રદેશ સરકારના પરિપત્રને સમર્થન આપતા ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્નાની ખંડપીઠે કહ્યું છે કે, પૂજારી એ જમીનનો ફક્ત રક્ષક છે, મકાનમાલિક નથી. ભાડુઆત જેવો છે. જે પણ પૂજારી હશે તે જ મંદિરના મુખ્ય દેવતા અને અન્ય દેવતાઓની સેવા, પૂજા-ભોગ-રાગની સાથે સાથે મંદિરની સાથે અટેચ જમીનની ખેતીવાડીનું કામ પણ સંભાળશે.

પૂજારીઓના નામ રેકોર્ડમાંથી દૂર કરવા જોઈએ: સુપ્રીમ કોર્ટ

કોર્ટે કહ્યું કે કાનૂની વ્યક્તિ તરીકે દેવતાની માન્યતા કાયદેસર છે, તેથી પૂજારીઓના નામની જગ્યાએ જમીન માલિક તરીકે દેવતાનું નામ જમીન મહેસૂલી રેકોર્ડમાં રહેશે. હવે પૂજારીઓના નામ રેકોર્ડમાંથી દૂર કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બોપન્નાએ આ ચુકાદામાં અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો છે. મંદિરના મુખ્ય અધ્યક્ષ દેવતા રામલલાને કાનૂની વ્યક્તિ તરીકે માન્યતા આપી, મંદિર સાથે જોડાયેલી તમામ જમીનના માલિકીનો અધિકાર આપ્યો હતો.

વધુ વાંચો: CBIની કાર્યક્ષમતાને લઈને સુપ્રિમ કોર્ટે કાઢી ઝાટકણી, કરી આ ટકોર

વધુ વાંચો: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પાર્કિંગ નીતિના દિશાનિર્દેશ જાહેર કરવા કહ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.