- બરાલા ગામે એક 66 વર્ષિય વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું
- કોરોના વેક્સિન લીધાના એક કલાક બાદ જ મૃત્યુ
- CMO ડૉ. રત્ન ભારતી સિવિલ હોસ્પિટલ પહોંચી
હાંસી: પેટા વિભાગમાં કોરોના રસીનો ડોઝ લીધા બાદ બરાલા ગામે એક 66 વર્ષિય વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું છે. વૃદ્ધના અચાનક મૃત્યુની માહિતી મળતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને ઉતાવળમાં CMO ડૉ. રત્ન ભારતી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.
આ પણ વાંચો : Covid-19ના સમયગાળામાં સમાનરૂપે ફાળો આપનારી મહિલાઓ માટે આપણે આભારી છીએ
રસી લીધા બાદ તે ઘરે પહોંચતાંની સાથે જ તેમની તબિયત લથડી
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, ગામની આંગણવાડી કાર્યકરોએ કોરોના રસીનો ડોઝ ન લેવા બદલ વૃદ્ધને પેન્શન અને રાશન વિતરણ બંધ કરવાની ધમકી આપી હતી. જેના કારણે વૃદ્ધ એકદમ ડરી ગયા હતા. આ પછી તે બપોરે બે વાગ્યે બરાલા ગામ સ્થિત પીએચસી સેન્ટર ખાતે રસી લેવા ગયા હતા. રસી લીધા બાદ તે ઘરે પહોંચતાંની સાથે જ તેમની તબિયત લથડી હતી.
સંબંધીઓએ મૃતકનું પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી
સંબંધીઓએ મૃતકનું પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી છે. સિવિલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન દ્વારા મૃતદેહને એગ્રોહા મેડિકલ કોલેજ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે, જ્યાં ડૉક્ટરો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ રજૂ કરશે.
આ પણ વાંચો : છતીસગઢમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ઓફલાઇન લેવાશે