ETV Bharat / bharat

NIAએ એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદિપ શર્માની કરાઈ ધરપકડ - Shiv Sena government

NIAએ એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. મનસુખ હિરેન હત્યા કેસમાં શર્માની એનઆઈએ દ્વારા બે વાર પૂછપરછ કરવામાં આવી છે.

xx
NIAએ એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદિપ શર્માના ઘરે દરોડા પાડ્યા
author img

By

Published : Jun 17, 2021, 11:17 AM IST

Updated : Jun 17, 2021, 7:03 PM IST

  • એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદિપ શર્માની ફરી વાર અટકાયત
  • NIA દ્વારા કરવામાં આવી રહી છે પૂછપરછ
  • મનસુખ હિરેન હત્યા કેસમાં બીજી વાર અટકાયત

મુંબઈ: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મુંબઇના એન્ટિલિયા કેસમાં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ કરી છે. આ કેસમાં તેનું નામ ભૂતપૂર્વ એપીઆઈ સચિન વાજે સાથે જોડવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે એનઆઈએની ટીમે તેના ઘરે દરોડા પાડ્યા હતા અને કલાકોની પૂછપરછ બાદ પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી.

એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટની પૂછપરછ

શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદીપ શર્માને અગાઉ એન્ટિલિયા કેસની તપાસની રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પ્રદીપ શર્મા પોલીસ અધિકારી સચિન વાજેના વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે. પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સનસનાટીભર્યા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગૃહમંત્રીએ સચિન વાજેને 100 કરોડ રૂપિયા વસૂલવાનો લક્ષ્યાંક આપ્યો છે.

સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની પૂછપરછ

નોંધપાત્ર વાત એ છે કે, આ કેસમાં મુંબઈ પોલીસના સસ્પેન્ડ કરેલા અધિકારીની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝને પ્રોડક્શન માટે મુંબઈની વિશેષ એનઆઈએ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મનસુખ હિરેન હત્યા મામલે NIAએ 800 CCTV ફૂટેજ તપાસ્યા, 40થી વધુ લોકોના નિવેદન લેવાયા

13 માર્ચે વાઝેની ધરપકડ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મકાન પાસે વાહન શોધી કાઢવા અને ઉદ્યોગપતિ મનસુખ હિરણના મૃત્યુના સંદર્ભમાં વાજેની ધરપકડ કરવામાં આવી હતી. વાહનમાં જીલેટીન લાકડીઓ રાખવામાં આવી હતી. વાજેને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા 13 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

આ કેસમાં અન્ય બે આરોપીઓ - સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગૌરને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ સાથે જ, વરિષ્ઠ પોલીસ અધિકારી પરમ બીરસિંહે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ લગાવેલા ભ્રષ્ટાચારના આરોપોની પ્રાથમિક તપાસના સંદર્ભમાં કોર્ટે સીબીઆઈને વાજેની પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો : CBIએ અનિલ દેશમુખના આસિસ્ટન્ટ્સ અને વાઝેના ડ્રાઈવરની પૂછપરછ કરી

NIA અહીં અંબાણીના ઘર નજીક એસ.યુ.વી. પાર્ક કરેલી કેસમાં તપાસ કરી રહી છે, તેમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા અને 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ હિરેનની હત્યા કરવામાં આવી હતી.

Last Updated : Jun 17, 2021, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.