- દહેરાદૂનમાં બુધવારે ભાજપની ધારાસભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય
- મંગળવારે ત્રિવેન્દ્રસિંહ રાવતે મુખ્યપ્રધાન પદેથી આપ્યું હતું રાજીનામું
- ઉત્તરાખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો આવ્યો અંત
આ પણ વાંચોઃ ભારતીય નૌકાદળની 'સાઇલન્ટ કિલર' સબમરીન INS કરંજ, મેક ઇન ઇન્ડિયાથી દુશ્મન ભાગશે
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં રાજકીય ઉથલપાથલ બાદ હવે નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત થઈ ચૂકી છે. હવે ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત હશે. દહેરાદૂનમાં બુધવારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. તે દરમિાયન મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવી હતી. નવા મુખ્યપ્રધાન હવે બુધવારે સાંજે શપથ લે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ ઝારખંડની ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે ભાજપે રાવતને CM પદ પરથી હટાવ્યા
નવા મુખ્યપ્રધાન ભાજપના રાષ્ટ્રીય સચિવ પણ છે
નવા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત ઉત્તરાખંડના ગઢવાલ લોકસભા ક્ષેત્રના સાંસદ છે. તેઓ ઉત્તરાખંડ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ સાથે જ તેઓ ભાજપના રાષ્ટ્રીય સચિવ પણ છે. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ ઉત્તરાખંડમાં રાજકીય ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યું છે. પાર્ટીના ધારાસભ્યોની નારાજગી વચ્ચે મંગળવારે ત્રિવેન્દ્રસિંહ રાવતે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું.