ETV Bharat / bharat

ડિસ્કસ થ્રોમાં ફાઈનલ્સમાં પહોંચનારી કમલપ્રીત કૌરની માતાએ લાડૂ બનાવીને કરી ઉજવણી, જૂઓ વીડિયો... - Kamalpreet Kaur

પંજાબના શ્રીમુક્તસર સાહબ તાલુકામાં આવેલા કબરવાલા ગામે કમલપ્રીત કૌર (Kamalpreet Kaur) ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ડિસ્કસ થ્રો(Discus Throw) માં ફાઈનલ્સમાં પહોંચી છે. પોતાની દિકરીની જીતની ખુશીમાં ગામમાં રહેતી તેણીની માતાએ લાડુ બનાવીને ઉજવણી શરૂ કરી દીધી છે.

ડિસ્કસ થ્રોમાં ફાઈનલ્સમાં પહોંચનારી કમલપ્રીત કૌરની માતાએ લાડૂ બનાવીને કરી ઉજવણી

author img

By

Published : Jul 31, 2021, 6:07 PM IST

Updated : Jul 31, 2021, 7:00 PM IST

  • ભારતીય ડિસ્કસ થ્રોઅર કમલપ્રીત કૌરની માતા સાથે ખાસ વાતચીત
  • માતાએ કહ્યું, તેણીએ વર્ષો સુધી કરેલી મહેનત રંગ લાવી
  • આગામી 2 ઓગસ્ટના રોજ ફાઈનલ્સમાં રમતી જોવા મળશે

ન્યૂઝ ડેસ્ક : ભારતીય ડિસ્કસ થ્રોઅર કમલપ્રીત કૌર (Kamalpreet Kaur) આજે શનિવારે ઓલિમ્પિક્સ સ્ટેડિયમ (Olympics Stadium) ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહોંચી હતી. જેમાં 64 મીટર દૂર ડિસ્કસ થ્રો (Discus Throw) કરીને કમલપ્રીતે ફાઈનલ્સમાં સ્થાન મેળવી લીધું છે. જેના કારણે પંજાબના શ્રીમુક્તસર સાહબ તાલુકામાં આવેલા કબરવાલા ગામમાં રહેતી તેણીની માતાએ પોતાની દિકરીની જીતની ઉજવણી લાડુ બનાવીને શરૂ કરી છે.

જલ્દી જ ગોલ્ડ મેડલ મેળવીને પરત આવે તેવી પ્રાર્થના

કમલપ્રીતની માતાનું કહેવું છે કે, મને ખુબ ખુશી થઈ રહી છે કે, મારી દિકરી ફાઈનલ સુધી પહોંચી છે. તેણીએ ખૂબ મહેનત કરી છે અને એ મહેનતનું ફળ તેને મળી આવ્યું છે. હવે વાહેગુરુને પ્રાર્થના છે કે, તેને જલ્દી જ ગોલ્ડ મેડલ મળે અને તે ઘરે પાછી આવે.

ડિસ્કસ થ્રોમાં ફાઈનલ્સમાં પહોંચનારી કમલપ્રીત કૌરની માતાએ લાડૂ બનાવીને કરી ઉજવણી

અભ્યાસમાં હોશિયાર ન હતી કમલપ્રીત

કમલપ્રીત કૌર ખુદ કહે છે કે, તે અભ્યાસમાં હોશિયાર ન હતી. તેણીના કોચ દ્વારા રાજ્ય કક્ષાની ગેમ્સમાં ભાગ લેવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં તેણીએ ચોથું સ્થાન મેળવીને સંતોષકારક પ્રદર્શન આપ્યું હતું. જ્યારબાદ તેણીએ વિવિધ પ્રતિયોગિતામાં ભાગ લઈને આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માટે ક્વોલિફાય કર્યું હતું.

2 ઓગસ્ટના રોજ ફાઈનલ્સમાં જોવા મળશે

ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics 2020) માં ડિસ્કસ થ્રોના પ્રથમ રાઉન્ડમાં તેણીએ 60.29નો સ્કોર કર્યો હતો. જ્યારબાદ બીજા રાઉન્ડમાં 63.97 અને ત્રીજા રાઉન્ડમાં 64.00 સ્કોર કરીને તેણીએ ફાઈનલ્સ માટે ક્વોલિફાય કર્યું છે. તે હવે 2 ઓગસ્ટના રોજ ફાઈનલ્સમાં રમશે.

Last Updated : Jul 31, 2021, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.