મુંબઈ: ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર આવતીકાલે (મંગળવાર) સવારે 10 વાગ્યે મુંબઈના વર્લી સ્મશાન ઘાટમાં (last rites of Cyrus Mistry) કરવામાં આવશે. રવિવારે સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માત મુંબઈથી લગભગ 120 કિલોમીટરના અંતરે થયો હતો. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. સાયરસ મિસ્ત્રી મર્સિડીઝ કારમાં અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યપ્રઘાન એકનાથ શિંદેએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.
ડિવાઈડર સાથે અથડાઈ કાર હોસ્પિટલના અધિકારીઓએ આ જાણકારી આપી કે, ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી (former chairman of tata sons) અને જહાંગીર પંડોલેના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પછી, અહીંની સરકારી જેજે હોસ્પિટલના ડૉક્ટરોએ રવિવારે મોડી રાત્રે પોસ્ટમોર્ટમ કર્યું હતું. નોંધનીય છે કે, રવિવારે બપોરે સાયરસ મિસ્ત્રી ગુજરાતથી લક્ઝરી કારમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી.
શું હતું અકસ્માતનું કારણ પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે (55) કાર ચલાવી રહ્યા હતા અને તેમના પતિ ડેરિયસ પંડોલે (60) તેમની સાથે આગળની સીટ પર બેઠા હતા. અકસ્માતમાં બંને ઘાયલ થયા હતા અને તેમને ગુજરાતના વાપી શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈની જેજે હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેના મૃતદેહોને પાલઘરની કાસા ઉપ-જિલ્લા હોસ્પિટલમાંથી બપોરે 12:05 વાગ્યે મુંબઈની જેજે હોસ્પિટલમા (JJ Hospital, Mumbai) લાવવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ મોડી રાત્રે 2.27 કલાકે કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે, અકસ્માત વધુ સ્પીડ અને ડ્રાઈવર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં અસમર્થતાને કારણે થયો હતો.