જેરુસલેમ: ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત થયા (Israeli Prime Minister corona positive) હતા. તેમના મીડિયા સલાહકારે આ માહિતી આપી હતી. બેનેટ 3 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવવાના હતા. તેમનો પ્રવાસ કેન્સલ થશે(Israeli PM visit to India postponed) કે કેમ, તે હજુ સુધી જાણી શકાયું નથી. બેનેટની ઑફિસે એક નિવેદનમાં કહ્યું, "વડાપ્રધાન સ્વસ્થ છે અને ઘરેથી કામ કરવાનું ચાલુ રાખશે."
આ પણ વાંચો:israel PM India visit: ઈઝરાયેલના વડાપ્રધાન 2 એપ્રિલે ભારતની મુલાકાતે
ગઇકાલે રાત્રે થયેલા આતંકવાદી હુમલો: બેનેટ, સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટ્ઝ, આંતરિક સુરક્ષા પ્રધાન ઓમર બાર્લેવ, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ ચીફ ઓફ સ્ટાફ અવીવ કોહાવી, શિન બેટ ચીફ રોનેન બાર, પોલીસ વડા કોબી શબતાઇ અને અન્ય અધિકારીઓની સાથે આજે સવારે ગઇકાલે રાત્રે થયેલા આતંકવાદી હુમલાને સંબંધિત ઘટનાઓની સમીક્ષા કરશે.
આ પણ વાંચો:ભારતની વિદેશ નીતિના વખાણ ઘણા વિદેશી વડાપ્રધાનોએ કર્યા છે : શ્રિંગલા
બેનેટે હાડેરામાં એક મીટિંગમાં હાજરી આપી: હડેરામાં રવિવારે થયેલા આતંકવાદી હુમલામાં બે ઈઝરાયેલ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. બેનેટે હાડેરામાં એક મીટિંગમાં હાજરી આપી હતી, પરંતુ સત્તાવાર રીતે જાહેર કરાયેલ ફોટામાં માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.