ETV Bharat / bharat

સાહસ કોઇ વયનું મોહતાજ નથી, મુરૈનાના બાળવીર અદ્રિકા અને કાર્તિકે કર્યું હતું ભારે હિંમતનું કામ - Baal veer Adrika and Kartik

જે ઉંમરે બાળકો રમકડાં રમવામાં મશગૂલ રહે છે કે વિડિયો ગેમ્સમાં સમય પસાર કરે છે, તે ઉંમરે અદ્રિકા અને કાર્તિકે તે કરી બતાવ્યું હતું જે પુખ્ત વયના લોકો પણ કરી શકતા નથી. ચારેબાજુ ભય અને હિંસાની આગ વચ્ચે જ્યારે લોકો પોતપોતાના ઘરોમાં બંધ થઈ ગયા હતાં, ત્યારે આ બે 10 વર્ષના બાળકોએ ભૂખતરસથી તડપી રહેલાં લોકોનો જીવ બચાવ્યો. તેમની અદમ્ય હિંમત અને સેવા બદલ રાષ્ટ્રપતિએ તેમનું સન્માન પણ કર્યું છે. ચાલો જાણીએ બાલવીર અદ્રિકા અને કાર્તિકની હિંમતની વાત, ( Baal veer Adrika and Kartik ) જે લોકો માટે એક ઉદાહરણરુપ બની ગઈ છે.

મુરૈનાના બાળવીર અદ્રિકા અને કાર્તિકે કર્યું હતું ભારે હિંમતનું કામ

author img

By

Published : Nov 12, 2021, 1:17 PM IST

  • હિંમત અને સમાજસેવાનો અદમ્ય પર્યાય બન્યાં ગ્વાલિયરના બે બાળકો
  • મુરૈના હિંસાના સમયમાં ટ્રેનમાં ફસાઈ ગયેલાં લોકોની મદદ કરી
  • બાળવીરોના સાહસની કદર કરતાં એનાયત થયો છે રાષ્ટ્રપતિ ચંદ્રક
  • 10 વર્ષના અદ્રિકા અને કાર્તિક ગોયલ અન્યો માટે પ્રેરણારુપ

ગ્વાલિયરઃ ઉંમર અનુભવ આપે છે પણ બહાદુરી અને હિંમત વયસહજ મર્યાદાઓની ઉપર છે. મુરૈનાના રહેવાસી અદ્રિકા અને તેના ભાઈ કાર્તિકે આ સાબિત કર્યું છે. 10 વર્ષની ઉંમરે બાળકો રમતગમતમાં મશગૂલ રહેતાં હોય છે. તે ઉંમરે, અદ્રિકા અને કાર્તિકને લોકોનું દર્દ સમજાયું. આ બંને બાળકોએે સમાજ સેવા અને હિંમતનું એવું ઉદાહરણ સ્થાપિત કર્યું જેના માટે રાષ્ટ્રપતિએ 2019માં તેમનું સન્માન કર્યું હતું. તેમને બહાદુરી અને સમાજ સેવા માટે રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી ( National Children's Award ) નવાજવામાં આવ્યાં હતાં.

ભૂખ્યાંતરસ્યાં લોકો માટે દર્દ અનુભવ્યું

તે દિવસ 2 એપ્રિલ 2018નો દિવસ હતો. ગ્વાલિયરના ચંબલ વિસ્તારમાં દલિત આંદોલનની હિંસા ( Muraina Dalit Protest Violence ) ભડકી ઉઠી હતી. મુરૈના જિલ્લામાં પણ હિંસા અને ગભરાટનું વાતાવરણ હતું. લોકો ડરના કારણે ઘરમાં કેદ થઈ ગયાં હતાં. ઉત્પાત મચાવતાં લોકોનું ટોળું હિંસા અને મારકાટ કરવા તૈયાર હતું. ઘણી જગ્યાએ પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. આંદોલનકારીઓએ રેલવે ટ્રેક પર કબજો જમાવી લીધો હતો. ઘણી ટ્રેનો રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આ ટ્રેનોમાં હજારો લોકો ફસાઈ ગયાં હતાં. હજારો મુસાફરો ભૂખ અને તરસથી ત્રસ્ત હતાં. 10 વર્ષની અદ્રિકા અને તેનો ભાઈ કાર્તિક આ બધું પોતાના ઘરના ટીવી પર જોઈ અને સાંભળી રહ્યાં હતાં. તેનું ઘર સ્ટેશનની સામે જ હતું. બહેન અદ્રિકાએ ભાઈ કાર્તિકને કહ્યું કે આપણે કંઈક કરવું જોઈએ. ટ્રેનમાં ફસાયેલા લોકો ભૂખ અને તરસથી તડપી રહ્યાં છે. બંનેએ નક્કી કર્યું કે આપણે તેમની મદદ ( Baal veer Adrika and Kartik ) કરીશું.

10 વર્ષની વય અને આશ્ચર્યચકિત કરતું સાહસ

બંને ભાઈબહેને ઘરમાંથી જ ખાવાપીવાની ચીજો ભેગી કરી. એક થેલીમાં સામાન ભર્યો અને માતાપિતાને જાણ કર્યા વિના રેલવેના પાટા તરફ ચાલી નીકળ્યાં. બંને રેલવે સ્ટેશન પર પહોંચ્યા તો પોલીસકર્મીઓએ તેમને રોક્યાં અને કહ્યું કે, અહીંથી જતાં રહો, જીવનું જોખમ છે. પરંતુ અદ્રિકા અને કાર્તિક ફસાયેલાં લોકોને મદદ કરવા માટે મક્કમ હતાં. બંને કોઈક રીતે અલગઅલગ જગ્યાએ થઇને ટ્રેન સુધી પહોંચી ગયાં. અદ્રિકાએ કહ્યું કે અમે પણ ડરી રહ્યાં હતાં પણ એમ વિચાર્યું કે આપણે કંઈ ખોટું તો નથી કરી રહ્યાં તો પછી શું કામ ડરવાનું.

મુરૈનાના બાળવીર અદ્રિકા અને કાર્તિકે કર્યું હતું ભારે હિંમતનું કામ

અદ્રિકા અને કાર્તિક પાસે પિતાએ પણ નમતું જોખ્યું

ટ્રેનમાં ફસાયેલા પ્રવાસીઓ ખૂબ જ ડરી ગયાં હતાં. શરૂઆતમાં તો તેઓએ કોચનો દરવાજો પણ ન ખોલ્યો. પરંતુ જ્યારે તેઓએે જોયું કે બે નાના બાળકો ખાવાની વસ્તુઓ લાવ્યાં છે, તો તેમના જીવમાં જીવ આવ્યો. બાળકો ઘરમાંથી જે કંઇ વસ્તુઓ લાવ્યાં હતાં તે પ્રવાસીઓને વહેંચી દીધી. આ દરમિયાન અદ્રિકા અને કાર્તિકનાં માતા પણ તેમને શોધતા ત્યાં પહોંચી ગયાં હતાં. બંનેને ત્યાંથી નીકળી જવાનું કહેવામાં આવ્યું, પરંતુ બાળકોએ ઘેર જવાની ના પાડી. ઉલટાનું તેના પિતાને કહ્યું કે ઘરમાં જે કંઈ ખાવાપીવાની ચીજો છે તે બધું અહીં લઈ આવો. પ્રવાસીઓને આપણે ભૂખ્યાંતરસ્યાં ન છોડી શકીએ. બાળકોના પિતાએ પણ બાળકોની વાત સામે નમતું જોખ્યું અને ઘેર ગયાં ખાવાપીવાની ચીજો લીધી અનેે આસપાસના લોકો સાથે ફરી સ્ટેશને પહોંચી ગયાં.

સારા કામમાં ભય શેનો

અદ્રિકા અને કાર્તિકના પિતા અક્ષત ગોયલે કહ્યું કે અમે તે દિવસ ક્યારેય ભૂલી નહીં શકીએ. બંને બાળકો જાણ કર્યા વગર સ્ટેશન પર ગયા હતાં. આસપાસના લોકોએ અમને કહ્યું કે તમારા બાળકો સ્ટેશન તરફ ગયા છે, તો અમે પણ સ્ટેશન તરફ દોડ્યાં. અમે જોયું કે બંને બાળકો અલગ અલગ કોચમાં મુસાફરોને ખાવાપીવાની વસ્તુઓ આપી રહ્યાં છે. મેં કહ્યું હવે ચાલો, તો અદ્રિકા અને કાર્તિકે પરત ફરવાની ના પાડી. બંનેએ કહ્યું કે પપ્પા ઘરમાં જે પણ ખાવાપીવાની વસ્તુઓ હોય તે લઈને આવો. ત્યારે અમને પણ લાગ્યું કે બંને બાળકો સારું કામ કરી રહ્યાં છે, તો તેમને સાથ આપવો જોઈએ.

સાહસને મળ્યું સન્માન, રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો

જ્યારે આંદોલનની આગ ઠંડી પડી ત્યારે લોકોને અદ્રિકા અને તેના ભાઈ કાર્તિકના હિંમતભર્યાં કામ વિશે ખબર પડી. બાળકોની હિંમત અને સેવાની દેશભરમાં ચર્ચા થઈ રહી હતી. લોકોએ ઘણી જગ્યાએ તેમનું સન્માન કર્યું. ધીમેધીમે તેમના સારા કામની સુવાસ રાષ્ટ્રપતિ ભવન ( Rashtrapati Bhavan ) સુધી પહોંચી. 24 જાન્યુઆરી 2019ના રોજ તેમને રાષ્ટ્રપતિ ભવન ખાતે સમાજ સેવા માટે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ( National Children's Award ) એનાયત કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરીના રોજ ખાસ પરેડમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 10 વર્ષની અદ્રિકા અને તેના ભાઈ કાર્તિકની બહાદુરી અને સમાજ સેવાના સમાચાર મીડિયાની હેડલાઈન્સ બન્યાં હતાં. મુખ્યપ્રધાન, સંરક્ષણપ્રધાન અને બોલિવૂડના ઘણા કલાકારોએ પણ આ ભાઈબહેનનું સન્માન કર્યું છે. નેશનલ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ( National Book of World Records ) પણ તેનું નામ નોંધાયું છે. અદ્રિકાની ચર્ચા વિદેશમાં પણ થઈ રહી છે. લંડનમાં પ્રિન્સેસ ડાયનાની ( Princess Diana ) યાદમાં તેમને સ્ટેન્ડિંગ હીરો ફ્રોમ ઈન્ડિયા ( Standing Hero from India ) સન્માનથી નવાજવામાં આવ્યાં છે.

નોર્મલ નહીં, એકસ્ટ્રા ઓર્ડિનરી જિંદગી જીવવાની છે

એવું નથી કે અદ્રિકાએ આ કિસ્સામાં હિંમત દર્શાવી છે. અદ્રિકા પહેલેથી જ હિંમતવાન છે. જ્યારે તે 3 વર્ષની હતી ત્યારે અકસ્માતમાં તેના બંને પગ ખરાબ રીતે દાઝી ગયાં હતાં. આ ઘટનામાં અદ્રિકાની માતા પણ 60 ટકા દાઝી ગઈ હતી. જે લોકોએ જાણ્યું તેઓ હિમત આપવાના બદલે દયા ખાવા લાગ્યાં. કેટલાકે કહ્યું કે હવે આ છોકરી ક્યારેય સામાન્ય જીવન જીવી શકશે નહીં. ત્યારે અદ્રિકાના પિતાએ કહ્યું કે તેને સામાન્ય નહીં પણ અસાધારણ જીવન જીવવાનું છે. આ પછી અદ્રિકાએ ટેક્વાન્ડોની તાલીમ ( Taekwondo training ) લેવાનું શરૂ કર્યું.

સમાજ માટે પ્રેરણા બન્યાં અદ્રિકા અને કાર્તિક

આત્મવિશ્વાસ અને જુસ્સાથી અદ્રિકા પોતાના પગની ઇજાને હરાવીને પોતાના પગ પર ઊભી થઇ. અદ્રિકાએ 7 વર્ષ અને 11 મહિનાની ઉંમરે બ્લેક બેલ્ટ મેળવ્યો હતો. હવે તે બીજાને સ્વરક્ષણ માટે પ્રેરિત કરી રહી છે. અત્યાર સુધીમાં અદ્રિકાએ આશરે શાળાના 10,000 બાળકોને સ્વરક્ષણની તાલીમ ( Self defense training ) આપી છે. અદ્રિકાને "બેટી બચાવો બેટી પઢાવો" અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવી હતી. અદ્રિકાની સફળતા વધુ ખાસ બની જાય છે કેમ કેે તે એવા શહેર અને પ્રદેશમાંથી આવે છે. જ્યાં છોકરીઓ પ્રત્યે લોકોની વિચારસરણી ખૂબ જ સંકુચિત હોય છે. તેવામાં અદ્રિકાની ઈચ્છાશક્તિ અને મક્કમ ઈરાદા પ્રદેશની છોકરીઓને પ્રેરણા પૂરી પાડે છે.

આ પણ વાંચોઃ મ્યુઝિક થેરાપીથી આપી કોરોના પીડિતોને રાહત, યૂ ટ્યુબ પર મચાવી ધૂમ

આ પણ વાંચોઃ સુરતની 11 વર્ષની ચાર્વી ડોરાની અનોખી સિદ્ધિ : 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.