- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી ભારત અને ઈંગ્લેન્ડ ટકરાશે
- અમદાવાદમાં બંને ટીમ વચ્ચે ચોથી ટેસ્ટનો આજે થયો પ્રારંભ
- દરેક ખેલાડીને આરામની જરૂરિયાત હોય છેઃ વિરાટ કોહલી
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ મેચ જીત્યા બાદ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા આજે ઈંગ્લેન્ડ સામે ચોથી વાર મુકાબલો કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર છે. ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમ માટે ખૂબ જ પડકારજનક રહી હતી અને ભારતીય ટીમ જીતવામાં સફળ રહી હતી.
બાયો બબલમાં રોટેશન નીતિ જરૂરી
ચોથી ટેસ્ટ પહેલા વિરાટ કોહલીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બાયો બબલમાં રોટેશન નીતિ જરૂરી છે. બાયો બબલમાં જે રીતે નિયમોનું પાલન કરવું પડે છે. તેનાથી ક્યારેક ક્યારેક વસ્તુઓ નિરસ થઈ જાય છે. નાની નાની વસ્તુઓ અંગે પોતાને ઉત્સાહિત રાખવું અઘરું છે. મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ એક સાથે એક વર્ષમાં આટલી બધી મેચ ન રમી શકે. તેના માટે તે ખેલાડીને આરામની જરૂર છે. અમારી બેન્ચ સ્ટ્રેન્થ ઘણી મહત્ત્વપૂર્ણ છે અને રોટેશન પણ જરૂરી છે.