ETV Bharat / bharat

દેશમાં સૌપ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાં આ રૂટ પર દોડશે, રેલવેપ્રધાને કરી જાહેરાત

દેશમાં હવે બુલેટ ટ્રેનનું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે, ત્યારે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં જોવા મળશે અને તેના માટે તેના રૂટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને ટ્રેન દોડતી થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે.

પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં જોવા મળશે

author img

By

Published : Sep 30, 2021, 1:35 PM IST

  • પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં જોવા મળશે
  • સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવાશે બુલેટ ટ્રેન
  • સુરતમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાયા

ન્યૂઝ ડેસ્ક: પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં જોવા મળશે. સુરતથી બિલિમોરા વચ્ચે બૂલેટ ટ્રેન દોડાવવામાં આવશે. તેના માટે સુરતમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરી દેવાયા છે. તેમજ તેના માટે તેના રૂટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને ટ્રેન દોડતી થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે.

દેશમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવાશે

ઉલ્લેખનિય છે કે, પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પોજેક્ટ માટે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. જો કે, હજુ મહારાષ્ટ્રમાં આ કામગીરી ખૂબ ઓછી થઈ શકી છે, તેમ છતા દેશમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે.

બુલેટ ટ્રેનની ડિઝાઈનમાં સંશોધન કરી ભારતની આબોહવાને ધ્યાનમાં રાખી તૈયાર કરાશે

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું છે કે, દેશમાં પહેલીવાર અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં અનેક તકલીફો આવી છે. બુલેટ ટ્રેનની ડિઝાઇન જાપાનની બુલેટ ટ્રેનની ડિઝાઈનમાં સંશોધન કરી ભારતની આબોહવાને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.

સુરતમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાયા છે

સુરતમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાયા છે તેનું મહત્વનું છે કે, હાલમાં ગુજરાતમાં પ્રોજેક્ટની કામગીરી પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે તેમજ વડોદરાથી વાપી સુધીમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાઈ રહ્યા છે. મહત્વનું છે કે, સપ્ટેમ્બર 2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તે બાદ આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો હતો.

કોરોના મહામારીને પગલે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે

જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ અને કોરોના મહામારીને પગલે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે, જેના પગલે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં હજુ 5 વર્ષથી વધુનો સમય લાગી શકે છે. પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવશે તેવી જાહેરાત રેલવે પ્રધાને જાહેરાત કરી છે.

આ પણ વાંચો- અમદાવાદ - મુંબઇ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો પિલ્લર તૈયાર

આ પણ વાંચો- Dream Projects Of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સ, નામના પણ અને કામના પણ ખરાં..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.