નવી દિલ્હી: બાંગ્લાદેશથી અબુધાબી જતી ફ્લાઈટ સોમવારે રાત્રે ઈમરજન્સીમાં અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ ફ્લાઈન્ટનું ઈમરજન્સી લેન્ડિગ કરાવી દેવામાં આવ્યું હતું. આ મામલે હવે DGCAએ (Directorate General of Civil Aviation)તપાસના આદેશ (DGCA orders probe) આપી દીધા છે. Air Arabia કંપનીની ફ્લાઈટ (Air Arabia declare Mayday) બાંગ્લાદેશના ચટગાંવ જઈ રહી હતી. આ ફ્લાઈટ આરબ અમીરાતની રાજધાની અબુધાબી જઈ રહી હતી.
-
DGCA orders probe after Air Arabia crew declare Mayday
— ANI Digital (@ani_digital) June 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/FiOcQRSE98#DGCA #AirArabia #mayday pic.twitter.com/FRCQoP5pWn
">DGCA orders probe after Air Arabia crew declare Mayday
— ANI Digital (@ani_digital) June 7, 2022
Read @ANI Story | https://t.co/FiOcQRSE98#DGCA #AirArabia #mayday pic.twitter.com/FRCQoP5pWnDGCA orders probe after Air Arabia crew declare Mayday
— ANI Digital (@ani_digital) June 7, 2022
Read @ANI Story | https://t.co/FiOcQRSE98#DGCA #AirArabia #mayday pic.twitter.com/FRCQoP5pWn
આ પણ વાંચો: કોલડ્રિન્કમાં ગરોળી નીકળતા મેકડોનાલ્ડને મોટો ફટકો, AMCએ નાની યાદ અપાવી દીધી
એન્જીન બંધ: આ ફ્લાઈટ ટેકઓફ થયા બાદ આગળ વધી હતી. પણ રસ્તામાં ફ્લાઈટનું એન્જીન બંધ પડી ગયું હતું. એ સમયે પાયલટે ઈન કમાન્ડને MAY DAY એલર્ટ આપ્યું હતું. એ પછી ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવી દેવાઈ હતી. DGCAએ જણાવ્યું હતું કે, Air Arabiaની ફ્લાઈટ Airbus A320 એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. આ ફ્લાઈટ 3L-062 બાંગ્લાદેશના ચટગાંવથી અબુધાબી માટે ટેકઓફ થઈ હતી. ફ્લાઈટના પહેલા નંબરના એન્જીનમાં મુશ્કેલી ઊભી થઈ હતી. કોઈ કારણોસર એન્જીન બંધ થઈ ગયું હતું.
આ પણ વાંચો: રાજ્યમાં સંબંધોને લજવતો કિસ્સો : બનેવીના હવસનો શિકાર સગીર સાળી
રૂટ ડાઈવર્ટ: આ પછી ફ્લાઈટને ડાઈવર્ટ કરીને અમદાવાદ લઈ જવામાં આવી હતી. જ્યાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું હતું. DGCAએ કહ્યું કે, આ માટે ખાસ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ માટે એક ટીમને અમદાવાદ રવાના કરવામાં આવી છે. જે તપાસ કરશે કે, કોઈ દુર્ઘટના થઈ શકે એમ હતી કે નહીં.