કેદારનાથઃ બાબા કેદારનાથના દ્વાર આજે સાંજે 6.25 કલાકે સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા (CHARDHAM YATRA 2022) છે. કપાટ ખોલવાના પ્રસંગે મુખ્યપ્રધાન પુષ્કર ધામી પણ હાજર રહ્યા હતા. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા કરવામાં આવી (doors of Kedarnath Dham opened) હતી. ભક્તો બાબાના કપાટ ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ભક્તોની 6 મહિનાની રાહનો અંત આવ્યો. હર હર મહાદેવના નાદથી ધામ ગુંજી ઉઠ્યું હતું.
આ પણ વાંચો: CHARDHAM YATRA 2022: શું તમારૂ ચારધામ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન હજૂ બાકી છે ? તો આ રીતે કરી શકશો
ભગવાન કેદારનાથના કપાટ ખુલ્યા: બાબાના દરબારમાં સખત શિયાળામાં ભક્તોએ કપાટ ખોલતા જોયા. લગભગ 20 હજાર ભક્તો બાબાના દરબારમાં પહોંચ્યા છે. દેશના ખૂણેખૂણેથી ભક્તો ધામમાં પહોંચ્યા છે. કેદારનાથ રાવલ ભીમ શંકર લિંગે પૌરાણિક પરંપરા અને ધાર્મિક વિધિઓ દ્વારા ભગવાન કેદારનાથના કપાટ ખોલ્યા હતા. કેદારનાથ ધામના કપાટ ખોલતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની પૂજા કરવામાં આવી હતી. આ સાથે આજથી કેદારનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે.
બાબા કેદારના ભક્તોની મનોકામના પૂર્ણ: 6 મહિનાની રાહ જોયા બાદ આજે બાબા કેદારના ભક્તોની મનોકામના પૂર્ણ થઈ છે. બાબા કેદારના દ્વાર સવારે 6.25 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. આજે સવારે કેદારનાથના મુખ્ય પૂજારીના ઘરેથી બાબા કેદારની ડોળીને આર્મી બેન્ડ અને સ્થાનિક સંગીતનાં સાધનો સાથે મંદિર પરિસર તરફ લાવવામાં આવી હતી. જે બાદ જય બાબા કેદારના નારાઓ વચ્ચે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંદિરના કપાટ ખુલતાની સાથે જ આખી કેદારપુરી જય બાબા કેદારના જયઘોષથી ગુંજી ઉઠી હતી. કપાટ ખોલતાની સાથે જ બાબા કેદારના ત્રિકોણાકાર આકારના સ્વયંભૂ લિંગને છ મહિના પહેલા આપવામાં આવેલી સમાધિને હટાવીને વિધિવત પૂજા શરૂ કરવામાં આવી હતી. કપાટ ખોલવાના પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા. લગભગ 20 હજાર શ્રદ્ધાળુઓ આજે ધામમાં બાબાના દર્શન કરવા પહોંચ્યા છે.