- વિધાનસભાની ચૂંટણી વચ્ચે 2 ઓડિયો ક્લિપ સામે આવી
- મમતાએ નંદીગ્રામની ઘટના અંગે નિવેદન આપી મોટો ધડાકો કર્યો
- વામપંથીઓને લઈને મમતા પર અનેક સવાલો
હૈદરાબાદ: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી વચ્ચે 2 ઓડિયો ક્લિપ સામે આવી છે. એક ક્લિપ મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને પૂર્વ મેદિનીપુરના ભાજપના નેતાની છે. આમાં મમતા તે કાર્યકરને TMCને મદદ કરવા અપીલ કરી રહી છે. બીજી ક્લિપ ભાજપના નેતા મુકુલ રોય અને પાર્ટીના અન્ય નેતાઓ વચ્ચે છે. આમાં મુકુલ રોય ચૂંટણી પંચમાં પહોંચવાની અને બૂથ એજન્ટની નિમણૂકમાં નિયમોમાં સુધારો કરવાની વાત કરી રહ્યા છે. જો કે, બંને ક્લિપની સચોટતાની પુષ્ટિ થઈ નથી. આ દરમિયાન મમતા બેનર્જીએ નંદીગ્રામની ઘટના અંગે નિવેદન આપી મોટો ધડાકો કર્યો હતો.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત
ડાબેરી સરકારે સાલીમ જૂથને જમીન આપવાનું નક્કી કર્યું
મમતાએ કહ્યું હતું કે, 14 માર્ચ 2007ના રોજ નંદીગ્રામમાં થયેલા ગોળીબારની પાછળ શિશિર અધિકારી અને શુભેન્દુ અધિકારી હતા. નંદિગ્રામના ખેડુતો જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા હતા. આ ઘટનામાં 14 લોકો માર્યા ગયા હતા. ડાબેરી સરકારે પેટ્રોલિયમ, રસાયણો અને પેટ્રો રસાયણોનો ઉદ્યોગ સ્થાપવા માટે એક ઇન્ડોનેશિયાની કંપનીના સાલીમ જૂથને જમીન આપવાનું નક્કી કર્યું હતું.
હું માનું છું કે હું વધું કરી શકી નથી: મમતા બેનર્જી
અધિકારી પરિવાર પર હુમલો કરતાં મમતાએ કહ્યું હતું કે, હા, હું માનું છું કે હું વધું કરી શકી નથી, કારણ કે હું ભદ્રલોકથી આવી છું. હું પૂરા દાવાઓ અને તથ્યો સાથે કહી શકું છું કે, પિતા-પુત્ર (અધિકારી પરિવાર) ની પરવાનગી લીધા વિના પોલીસ તે દિવસે નંદીગ્રામ ન આવી શકે. મમતાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ટિપ્પણીનો મારો થઈ રહ્યો છે. કેટલાક લોકોએ કહ્યું હતું કે, આખરે દીદીએ તેમના કટ્ટર રાજકીય 'દુશ્મન' બુદ્ધદેવ ભટ્ટાચાર્યના શરીરમાં લાગેલા 'લોહીના ડાઘ' ધોઈ નાખ્યા છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: નંદીગ્રામમાં મમતાએ યોજી પદયાત્રા
મમતાએ સંપુર્ણ જીવન વામપંથીઓની વિરુદ્ધ લડ્યું
એવામાં આ પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે કે, 14 વર્ષ બાદ ચૂંટણી સમયે જ મમતાએ આ વાત કેમ કહી? આજે તે એક રીતે સૌથી કઠિન ચૂંટણીનો સામનો કરી રહી છે. તેમનો પૂર્વ સાથીદાર તેની વિરુદ્ધમાં છે. આ નિવેદનથી દીદી શું સંદેશ આપવા માંગે છે? વામપંથી તેને સંપૂર્ણપણે સાફ માને છે? શું એ ભૂલી શકાય કે મમતાએ સંપુર્ણ જીવન વામપંથીઓની વિરુદ્ધ લડ્યું છે. ડાબેરીઓની 'રાખ' પર મમતા આગળ વધી છે.